________________
૧૮
૧૯
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અર્જુનના માધ્યમ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ અજ્ઞાની મનુષ્યના મોહ અને વિષાદને નષ્ટ કરે છે. અને આ જ હેતુ માટે તેમણે ભગવદ્ગીતા નો ઉપદેશ આપ્યો છે. આ અધ્યાય ભૌતિક શરીર તથા આત્મના પૃથક્કરણાત્મક અધ્યાયન દ્વારા આત્મ સાક્ષાત્કાર કેવી રીતે કરવો, તેનું સ્પષ્ટીકરણ ભગવાન શ્રીકૃષ્ણ કરેલ છે. આ આત્મ સાક્ષાત્કાર ત્યારે જ શક્ય બને, જ્યારે મનુષ્ય - કર્મોમાં ફળ પ્રત્યે આશક્ત રહી કર્મ કરે.
અર્જુન દયામણું અને વિવશતાવાળું મોં કરી ભગવાન શ્રીકૃષ્ણને મદદ માટે શરણે જાય છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ એને ટોક્યો: ‘હે અર્જુન! તારાં મનમાં આવી મોહાંધતા ક્યાંથી આવી? તું માનસિક રીતે આવો સાવ બિમાર કેમ થયો? અત્યારે આ ક્યો પ્રસંગ છે? શું કરવા ભેગા થયા છીએ? તને ખબર નહોતી કે લડાઇ કરવાની છે?” આવી વિષમ પરિસ્થિતિમાં તારી આંખમાં આંસું? તું માતા કુંતીની આજ્ઞા ભૂલી ગયો? પહેલાં તને ખબર નથી કે સામા પક્ષમાં કોણ કોણ છે? ડરપોક થા મા? આ વિષાદ ઉદ્વેગની ખોટી રઇ તારા મગજમાં ભરાઇ ગઇ છે. જેને મારે કાઢવી પડશે.
આટલું કહ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના કલ્યાણની દૃષ્ટિથી જ કાયરતા ત્યજીને યુદ્ધ માટે ઉભા થવાની આજ્ઞા આપી હતી. ત્યારે અર્જુનને એમ લાગ્યું કે ભગવાન રાજ્ય ભોગવવાની દૃષ્ટિથી જ યુદ્ધની આજ્ઞા આપે છે. સમાજમાં દરેક વ્યક્તિના મનમાં સ્વાર્થ, લોભને કારણે મન એટલું કલુષિત બન્યું છે. દરેક ક્રિયા કે વાતને પૂરી સમજ્યા વિના મનઘટિત અર્થ કાઢીને સામેની વ્યક્તિની ધીર ગંભીર વાતને હસવામાં કાઢે છે. તેથી સમાજમાં સારા સજ્જન માણસ સમાજ કે રાષ્ટ્રના ભલાઇ વાત છોડીને ચાલતી ગાડીમાં બેસી જાય છે.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ | ગુજરાતીમાં કહેવત છે કે લાભ વગર લાલો ન લોટે એ સમાજના ભૌતિક દૃષ્ટિ બિંદુથી અર્જુનની વાતમાં તથ્ય છે. અર્જુનનું માનવું હતું કે અમે લોકો ધર્મને જાણીએ છીએ, પરંતુ દુર્યોધન વગેરે ધર્મને નથી જાણતા, તેથી તેઓ ધન અને રાજ્યના લોભથી યુદ્ધ કરવાને માટે તૈયાર થઇને ઊભા છે. પણ મારે એ નથી કરવું અને જો આપની આજ્ઞાથી યુદ્ધ કર્યું. તેના ફળ સ્વરૂપે સ્વજનોનો ગુરુજનોના લોહીથી ખરડાયેલા ધન રાજ્યને મેળવીને શું લાભ! આમ અર્જુનને યુદ્ધમાં માત્ર બુરાઇ જ બુરાઇ જ દેખાય છે.
બુરાઇ, બુરાઇના રૂપમાં હોય ત્યાં સુધી તેને દૂર કરવું સહેલું હોય છે. પરંતુ બુરાઇ ધર્મ અને સદાચારનો આશ્રય લઇને આવે ત્યારે તેને દૂર કરવી મુશ્કેલ હોય છે.
આજે કેટલાક કહેવાતા ધર્મગુરુઓ પોતાના ધર્મનું સંખ્યાબળ વધારવા લોભ, લાલચ, ધાકધમકીનો આશ્રય લઇને ધર્માત્તરની પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે છતાં આ બુરાઇ પ્રભુનું કાર્ય છે એમ સમજે છે ત્યારે તેમની આબુરાઇને તેઓ બુરાઇના રૂપમાં સમજતા નથી, તેથી રાષ્ટ્રની
એકતા તૂટે છે. ધર્મના નામે ઝઘડા કરે કે બુરાઇ કરે, ત્યારે તે નથી હિન્દુ કે નથી મુસલમાન કે નથી ખ્રિસ્તી, ધર્મના નામે ક્યારે વેરભાવ હોઇ જ શકે નહિં બાહ્ય ધર્મના ફેલાવાવા કરતા સદાચાર, નીતી જેટલા સગુણો, ફેલાવવાની જરૂર છે. તો તે ધર્મનું સાચું અને સારું કામ થયું ગણાશે. અહીં અર્જુનમાં પણ ધર્મને નામે બુરાઇ આવી છે એ કહે છે કે ભીષ્મ, દ્રોણ વગેરે મહાનુભાવોને કેવી રીતે મારી શકીએ? કારણ કે અમો તો ધર્મને જાણનારા છીએ, પરંતુ અર્જુનની આ માન્યતા ભૂલ ભરેલી છે. અર્જુન જેને ભલાઇ માને છે તે વાસ્તવમાં બુરાઇ જ છે. પરંતુ તેની માન્યતા ભલાઇની હોવાથી તે બુરાઇના રૂપમાં દેખાતી નથી.