Book Title: Gita Bhavarth
Author(s): Sudhir K Shah
Publisher: M M Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ ૫૮ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ડોસીએ આ વૈષ્ણવને દર્શન કરાવ્યા. આ વૈષ્ણવોએ જોયું કે તાસમાં દાતણ ધરેલ છે. આ વૈષ્ણવોએ ઘેર જઇને કોઇએ એક, કોઇએ છે, કોઇએ પાંચ એમ પોતાની મરજી પ્રમાણે ધર્યા. આ પ્રમાણે આખા ગામમાં થવા લાગ્યું. જ્યારે ગુસાંઇજી ફરી આ ગામમાં પધાર્યા તેમણે આજાણ્યું, તેમણે તપાસ કરતા માલૂમ પડ્યું કે ડોસી દાતણ ધરાવતાં હતાં તે જોઇને બીજાઓએ અનુકરણ કર્યું તેથી શ્રી ગુસાંઈજીએ આજ્ઞા કરી : ‘ડોસીએ જે કર્યું એ ભાવપૂર્વક કરેલ છે. તમારે એ પ્રમાણે કેમ કરવું પડ્યું? સેવામાં સાધનની જરૂર છે. એ વાત સાચી,પરંતું ભાવયુક્ત સાધનની જરૂર છે. દરેક ક્રિયા અને સાધન પાછળનો ભાવ સમજવાની જરૂર છે. આ ડોસીએ ચમચાના ભાવથી દાતણ ધર્યું. તમારે તે કરવાની જરૂર ન હતી.' આ સાંભળી વૈષ્ણવે છોભીલાં પડી ગયાં, સૌએ શ્રી ગુસાંઇજીની માફી માંગી અને કહ્યું, મહારાજ આજ પછી અમે દેખાદેખી નહીં કરીએ. કોઇ વાતમાં સમજણ નહીં પડે તો અમે પૂછીશું. પણ વગર સમજે કશું કરીશું નહીં. કર્મની પાછળ રહેલ નિષ્કામ અને પરમાર્થને સમજી કર્મ કરવામાં આવે તો તે કર્મ ફળદાયી રહે છે. ભગવાન આગળ એટલે સુધી કહે છે કે નિષ્કામ અને પરમાર્થક માર્ગમાં જો વ્યક્તિને પોતાનો સ્વભાવ વચ્ચે આવે તો તેને પણ વશ નહિ થવું જોઇએ. આપણને સવાલ થાય કે પ્રકૃતિ સ્વભાવને વશ ન થઇએ, તો શું કરીએ? તેનો ઉપાય શું? આનો ઉપાય શ્રી આચાર્યચરણે વિવેકર્યાશ્રય’ અને ‘નવરત્ન ગ્રંથ' બનાવ્યો છે. શ્રી આચાર્યચરણ મતે કર્મ અનુસાર પોતાની પ્રકૃતિ બનાવવા માટે વિવેક, ધૈર્ય અને આશ્રયને પાયાની જરૂરિયાત ગણવી જોઇએ. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૫૯ વિવેક એટલે કર્મને અનુરૂપ દેઢ વિચારસરણી તૈયાર કરવી. અને આવી વિચારસરણી ઘટવા માટે શ્રી આચાર્યચરણે નવ પ્રકારના વિવેક બતાવ્યા છે. (૧) દરેક કર્મનો કર્તા શ્રી હરિ છે. અહીં કર્તાનો અહંમ ભાવ છોડવો. દરેક કર્મની સફળતાનો આધાર શ્રી હરિ ઇચ્છા છે. તેથી ફલની આશા રાખ્યા વિના કર્મ કરવું. અહીં નિષ્કામભાવે કર્મ કરવાની વાત છે. (૩) કર્મમાં નિષ્કામભાવ આવે ત્યારે સફળ થશે કે જ્યારે કર્મ પાછળ રહેલ ધર્મ ફરજને સમજ્યા હોઇએ. અહીં કર્મ પ્રત્યે સભાનતા કેળવવાની વાત છે. જો કર્મનો કર્તા શ્રી હરિ હોય તો તે કર્મમાંથી પ્રાપ્ત સુખ, દુઃખ શ્રી હરિના છે. એટલે સુખ અને દુઃખમાં સ્થિતપ્રજ્ઞ રહેવું. કર્મ કર્તા પ્રભુને આધીન છે. માટે કર્મ કર્તાએ દીનતા રાખવી. કર્મ કર્તા પોતાને કર્મ માટે નિમિત્ત કે સાધન માને. શ્રી હરિ સર્વત્ર સર્વદા છે તેમ જાણી કર્મમાં તટસ્થતા રાખવી. અસામાન્ય પરિસ્થિતિમાં ખોટો હઠાગ્રહ કે દુરાગ્રહ ન રાખવો. અહીં પોતાની શક્તિ સામર્થ્યને ઓળખીને કર્મ કરવાની વાત છે. પોતાના શક્તિ સામર્થ્યની બહાર કર્મ કરવાનો હઠાગ્રહ કે દુરાગ્રહ છોડવો. કર્મ કરતી વખતે લૌકિક મનોસ્થિતિ ભય, લોભ, લાલચ વગેરે વચ્ચે ન લાવવા. (૯) ધર્મ અધર્મનો વિચાર કરીને દરેક કાર્ય કરવું. 33

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116