________________
૫
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ખૂબ મધુર રીતે કીર્તન ગાઓ છો, શું બીજુ એક કીર્તન સંભળાવવાની કૃપા કરશો?'
ત્યારે કુંભનદાસે જવાબ આપ્યો : “ક્ષમા કરજો, મહારાજ! અહીં મારા સ્વામી રસિક શિરોમણિ નંદનંદની પ્રસન્નતા માટે કીર્તન ગાઉં છું. આપની પ્રસન્નતા માટે નથી ગાતો, હવે તો સાક્ષાત રાસવિહારી શ્યામ સુંદર આજ્ઞા કરે તો જ બીજું પદ ગવાય.’
અકબર બાદશાહે પણ એમનાં પદો સાંભળતા આકર્ષાઇ પોતાના ફતેહપુર સિક્રિના મુકામે બોલાવ્યા, ભગવદ્ભક્તિમાં ગ્રસ્ત કુંભનદાસને આ ન ગમ્યુ છતાં બાદશાહ હોવાને નાતે જવું પડ્યું. બાદશાહે પદ ગાવા કહેતા એમણે ગાયું કે
ભક્તનકો કહા સિકરીસોં કામ?
આવત જાવત પહૈર્યાં ટુટી, બિસરી ગયો હરિનામ । જાકો મુખ દેખત દુ:ખ ઉપજે તાકો કરનો પરયો પ્રણામ । કુંભનદાસ લાલ ગિરિધર બિનુ રાહ સબ જૂકો ધામ |
‘ભક્તને સિક્રીનું શું કામ? જ્યાં આવતાં જતાં પશ તૂટે દુઃખે અને હરિનામ ભૂલાય, વળી જેનું મુખ જોતાં દુઃખ થાય તેવાઓને પ્રણામ કરવા પડ્યા. ખરેખર હું તો એટલું જ કહું છું કે પ્રભુ વિના બધા જ નકામા છે.’
આમ સાચા કર્મશીલને કીર્તિ, ધન દોલતની અપેક્ષા હોતી નથી. એટલું જ નહિં તેમને પ્રભુસિવાય બીજા કોઇની બીક પણ લાગતી નથી. તેમને પોતાના કર્મ પ્રભુને અર્પણ કરેલ હોવાથી અહંકાર પણ હોતો નથી.
શ્રદ્ધા, આત્મવિશ્વાસ અને ભાવપૂર્ણ કરેલ દરેક કર્મને જો પ્રભુને અર્પણ કરવામાં આવે તો તે જીવને બંધન કર્તા નથી.
32
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૫૭
સર્વસ્વ ભગવદર્પણ કર્યા બાદ લાભહાનિ, માન અપમાન, સુખદુઃખ વગેરે જે કંઇ આવે તેને પણ ભક્ત ભગવાનનાં જ માને અને તેમની સાથે પોતાનું કોઇ પ્રયોજન ન રાખે, કર્તવ્ય માત્ર પ્રાપ્ત પરિસ્થિતિને અનુરૂપ હોય છે, પરિસ્થિતિને અનુરૂપ પ્રસન્નતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરતાં રહેવું. જે ભગવદ્ આજ્ઞા છે.
‘મુચ્યન્તે તેઽપિ કર્મભિઃ’ પદથી ભગવાન અર્જુનને જાણે એમ કહે છે કે હું તમને તો સર્વસ્વ મને અર્પણ કરીને કર્તવ્ય કર્મ કરવાની સ્પષ્ટ આજ્ઞા દઇ રહ્યો છું. આથી મારી આજ્ઞાનું પાલન કરવાથી તમારે મુક્ત થવામાં કોઇ સંદેહ નથી. પરંતું જેમને આ પ્રકારની આજ્ઞા નથી. પરંતુ તેઓ મારો મત સ્વીકારીને કર્મ કરશે, તેઓને પણ મુક્તિ મળશે.
પોતાના અંતર આત્માના અવાજ પ્રમાણે દરેક મનુષ્યે પોતાનું કર્મ કરવું જોઇએ. અર્થાત્ તેમાં કોઇ જડતા કે અનુકરણ ન હોવું જોઇએ. જડ અને અનુકરણીય યુક્ત કર્મ હાસ્યસ્પદ બને છે. કર્મમાં સારા નરસાનો વિવેક આવકાર્ય છે. ઘણા માણસો કર્મ કરવાની પાછળ એટલા જડ થઇ જાય છે. પોતાનો વિવેક વિચાર છોડી દે છે.
શ્રી ગુસાંઇજીના સેવક નિષ્કંચન ગરીબ ડોસી રોજ ભાવથી ઠાકોરજીની સેવા કરે. તેમના ઘરમાં ચમચો પણ નહોતો તેથી સામગ્રી ઠંડી કરવા દાતણનો ઉપયોગ કરતાં હતા, એક દિવસ આ ડોસીના ગામમાં શ્રી ગુંસાઇજી પધાર્યા, તેથી તેમનો શ્રી ગુસાંઇજીના દર્શન કરવાની ઉતાવળ હોવાથી શ્રીઠાકોરજીને ગરમ સામગ્રી ભોગમાં ધરી અને ચમચાને બદલે દાતણ ધરી વિનંતી કરી કે આપ આ સામગ્રી દાતણથી ઠંડી કરીને આરોગજો. હું શ્રી ગુસાંઇજીના દર્શન કરીને આવું છું. શ્રી ઠાકોરજીની આજ્ઞા લઇને દર્શન કરવા ગયાં. શ્રી ગુંસાંઇજી
દર્શન કરીને પાછા ફરતી વખતે બે ચાર વૈષ્ણવ પણ તેમની સાથે હતા.