Book Title: Gita Bhavarth
Author(s): Sudhir K Shah
Publisher: M M Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ ૫૪ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સારથી બનવું સહેલું નથી. કારણ કે સારથીએ સામેથી આવતા બાણોનો મુકાબલો કરવાનો હોય છે. મહાભારતમાં ઉલ્લેખ છે કે ભીષ્મ પિતાએ પરમાત્મા શ્રીકૃષ્ણને એટલાં બાણ માર્યા કે એમનું શરીર ચારણી જેવું કરી નાખ્યું. પ્રભુએ આટલાં બાણ સહન કર્યા, કોના માટે. જગતના હિત માટે માટે નિષ્કામ કર્મ કરવું એ ઉપદેશ આપવા માટે છે. આજે સમાજમાં ઠેર ઠેર ભ્રષ્ટાચાર, ચોરી લૂંટફાટ, આતંકવાદ ફેલાવ્યો છે. તેની વાતો માત્ર કહેવાતા બુદ્ધિજીવીઓ કરે છે પરંતું તેની સામે મુકાબલો કરવા કોઈ તૈયાર નથી. આ બુદ્ધિ જીવીઓ રાષ્ટ્રની ચૂંટણી પ્રક્રિયામાં ભાગીદાર બનીને રાષ્ટ્રની ધરા સંભાળે તો રાષ્ટ્રનું ચિત્ર કાંઇ જુદુ થાય. - કેટલાંક સજ્જનો આવુ પોતાનું નિયત કર્મ સંભાળશે ખરા, પરંતું સમાજમાંથી આવતા આરોપો, પ્રતિઆરોપોથી ડરી જઇને પીછેહટ કરે છે. પોતાનું કર્મ છોડી દે છે. તે અર્જુન જેવી દશા પ્રાપ્ત કરે છે. આથી આવા નિયત લાભમાંથી વંચિત રાખવા માટે તે નિમિત્ત બને છે. અને અકર્મના ફલની પ્રાપ્ત કરે છે. આવી પરિસ્થિતિમાં કર્મશીલ મનુષ્ય અન્યની સહાય મદદથી પોતાનું નિયત કર્મ ચાલુ રાખવું જોઇએ. અને સુસંસ્કૃત સમાજે આવા કર્મશીલ મનુષ્યએ મનને વિચલિત કરવાં જોઇએ નહીં. ઉલટું તેમને સમસ્ત કર્મોને સારી રીતે કરતા રહીને તેઓની પાસે પણ તેવી જ રીતે કરાવવા, અર્થાત્ તેમને કર્મમાં વ્યસ્ત રહેવાની પ્રેરણા આપવી જોઇએ. આવા સજ્જનો કર્મ તો કરે છે પરંતું તેનામાં “હું” પણાનો અહંકાર આવે છે. તેઓ એમ સમજે છે કે સમગ્ર કાર્યોનો કર્તા હું છું. મારા વિના શૂન્ય અવકાશ થશે. પરંતુ આવા મનુષ્ય સમજતા નથી કે ગુણ અને કર્મ અર્થાત્ પદાર્થો અને ક્રિયાઓ નિરંતર પરિવર્તનશીલ છે. ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૫૫ અમુક પરિસ્થિતિ, સંજોગોમાં ક્રિયાઓનો આરંભ અને સમામિ નિયત થયેલ છે. તેને નિયત બનાવવાનું કાર્ય પ્રભુ કરે છે. કોઇના હાથે ક્યું કામ કરાવવું એ પ્રભુને આધીન છે. માટે હે અર્જુન! તારાં સર્વ કર્મો મને સમર્પિત કરીને, કોઇ પણ પ્રકારનાં લાભની ઇચ્છા વિના, કર્તાપણાનો દાવો કર્યા વિના આળસ રહિત થઇને તું યુદ્ધ કર. ભગવાને “મયિ સર્વાણી કર્માણિ સંન્યસ્ય’ પદ વડે સઘળા કર્મોને અર્પણ કરવાની વાત એટલા માટે કહી છે કે મનુષ્ય શરીર ઇન્દ્રિયો, મન બુદ્ધિ, પ્રાણ પોતાના માગી લીધા છે અને તેમનાથી થતી સઘળી ક્રિયાઓ પણ પોતાની માને છે. મનુષ્યનો આ ભ્રમ છે. આ શરીર તેનું નથી, તેથી શરીર દ્વારા ઉત્પન્ન બધા કર્મો પર તેમનો અધિકાર નથી. ‘હું કરું છું તેવો દાવો કર્યા સિવાય પ્રભુને અર્પણ કરીને કર્મ કરવા જોઇએ. શ્રીઆચાર્યચરણના અત્યંત પ્રીતિપાત્ર સેવક શ્રી કુંભનદાસજીની આ વાત છે. શ્રી આચાર્યચરણની આજ્ઞાથી તેઓ શ્રીનાથજીની કીર્તનસેવા કરતા હતા, શ્રીનાથજીનાં શૃંગાર સંબંધી પદોની રચનામાં એમને ખૂબ જ અભિરુચી હતી. તેમના પદોમાં ભાવસમૃદ્ધને કારણે તેઓ ખૂબ લોકપ્રિય બન્યા. આથી મોટા મોટા મહાત્મા તેમજ રસિક મહાનુભાવો અને રાજામહારાજાઓ પણ એમના સત્સંગની અપેક્ષા રાખતા. તેમ છતાં તેઓએ કદી પણ પોતાની ભક્તિને સાંસારિક કાર્યમાં જોડી નથી. શ્રીનાથજી સિવાય બીજાનાં પદ રચ્યા નથી. એકવખત રાજા માનસિંહે તેમનું કીર્તન સાંભળ્યું. ત્યારે તેમને કુંભનદાસની મુક્તકંઠે પ્રસંશા કરતા કહ્યું – “વાહ ભક્તરાજ! આપ તો 31

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116