________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ઇચ્છાઓ પૂર્ણ કરવામાં સહકાર આપે, એ આપણા સ્વજનો, મિત્રો છે એમ આપણે માનીએ છીએ. અને જે આપણી ઇચ્છાઓ પૂર્ણ કરવામાં વિઘ્નરૂપ છે તેના તરફ આપણે દ્વેષ જન્મે છે.
- રાગ દ્વેષથી પર રહીને કરવામાં આવેલ કર્મ ધર્મ બને છે જે મનને શાંતિ આપે છે.
હે અર્જુન! મનની સાચી શાંતિને હરનારા, રાગ દ્વેષ ઉત્પન્ન કરનાર ઇન્દ્રિનો તું નિગ્રહ કર, એ ઇન્દ્રિયોને સત્કર્મ કે પ્રભુ તરફ વાળ.
| હે માણસ! તું તારી જાતને ઓળખ, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયના પરસ્પર સંબંધને ઓળખ, તેની ઉપયોગીતાને સમજ, તું ખરેખર કોણ છે? શું, તું શરીર છે, બુદ્ધિ છે. મન છે કે ઇન્દ્રિયો છે? એનું ચિંતન કરતાં તને ઉત્તર મળશે. છે કે વાસ્તવમાં તું શરીર નથી, બુદ્ધિ નથી, ઇન્દ્રિયો નથી, તું તો આત્મા છે. સ્વભાવ તેના વિષયોને સેવે છે, માટે સ્વભાવને દૂર કર. જો સ્વભાવને એકદમ સુધારી ન શકાય. તો મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને સહેતુક નિયમમાં રાખીને તે સૌને તું પ્રભુ સાથે જોડી દે.
આથી આપણા સંપ્રદાયમાં પતિત થયેલ જીવોને તેમને ઇન્દ્રિય રમણથી મુક્ત કરવા “બ્રહ્મસંબંધ’ આપી, તેમની વૃત્તિઓને ભગવાન સાથે જોડી દેવામાં આવે છે. ભગવાન કૃપાથી કામરૂપી શત્રુને જીતી શકાય છે. તેને માટે થોડા શૂરવીર થવાની જરૂર છે. જે માણસ હતાશ છે. જેનામાં આત્મબળનો અભાવ છે. તે શું કરી શકવાનો છે. “હિંમતે મર્દા તો મદદે ખુદા’ પરિસ્થિતિનો મુકાબલો કરવા માટે નૈતિક હિંમત જોઇએ. હતાશાથી મનુષ્ય ભૌતિક શારિરીક રીતે દુઃખી થાય છે. તમારામાં આત્મબળ હશે તો જગતની કોઇ તાકાત કે દુઃખ તમને ડગાવી નહિ શકે. સ્વામી વિવેકાનંદ આ બાબત ઉપર ભાર મુકતા કહ્યું છે : “જગતયંત્રના ચક્રથી ડરીને નાસી
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૬૫ નજાઓ, પણ અંદર જ ઊભા રહો અને કાર્યનું રહસ્ય જાણો. અંદર રહી યોગ્ય કાર્ય કરવાથી, બહાર આવવાનું શક્ય પણ બને. આ યંત્રમાંથી બહાર આવવાનો એ જ માર્ગ છે.'
મન, બુદ્ધિ અને ઇન્દ્રિયથી પર રહીને એક માત્ર તારામાં રહેલ શક્તિ, સાર્મથ્યને ઓળખીને કર્મની પ્રવૃત્તિમાં જોડાય, જેથી આપણી જાતને મજબૂત બનાવી શકીએ અને એ રીતે ડગલેને પગલે આપણું બળવધારવા જોઇએ અને આપણે એક એવી અવસ્થાએ પણ પહોંચીએ કે જીવનમાં કંઇ કાર્યનો સંતોષ મેળવીએ.
કર્મનો કર્તા ઇન્દ્રિય પણ આત્મબળ છે. આથી જ ભગવાન કહે છે કે શરીરથી ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે. ઇન્દ્રિયોથી મન પર છે. મનનો ઉપરી બુદ્ધિ છે. અને બુદ્ધિનો ઉપરી આત્મા છે. એટલે મન, બુદ્ધિને ઇન્દ્રિયો એ આત્માના નોકર છે. આત્માએ બધાનો ઉપરી છે. નિયામક છે. મારી અંતર ઇચ્છા પ્રમાણે વર્તવાનું છે. માટે તું શૂરવીર થા.
જો આપણે આટલું સમજી તો કામરૂપી શત્રુને મારી શકાશે. જે આટલું ન સમજે, આ જ્ઞાનને ન પચાવે. એ પછી ગમે તેટલા તપ, યોગ કે જપ કરે તો પણ કામરૂપી શત્રુ બનતો નથી, પણ મન જો વિવેકયુક્ત આધ્યાત્મિક બુદ્ધિથી સ્થિર કરીને આત્મશક્તિથી સદા અતૃપ્ત કે અસંતોષી કામરૂપી શત્રુને જીતી શકાય છે.
36