________________
૫૧
પ0
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ માટે કર્મ કરવું એ ભક્તિ નથી. પરંતું પરમાર્થ માટે કર્મ કરવું એ ભક્તિ છે. તમે કોઇને કરેલી મદદ માટે એમની પાસે કૃતજ્ઞતાની આશા ન રાખો. ઉલટું એમણે આપેલ તકે બદલ તમે એમના કૃતજ્ઞ બનો, અર્થાતુ, અહં કર્તા” હું કર્મ કરું છું તે ભૂલવાનું છે. જે રીતે આપણે હવા લઈએ છીએ. તેમ છતાં હવા લેવાનું કર્મ આપણે કરીએ તેની સહજ જાણ આપણે રહેતી નથી. એવી રીતે સહજ ભાવે બધા કર્મો કરવાના છે. આ સહજ કર્મ ત્યારે સંભવે કે અહં કર્તા'નો ભાવ ચાલ્યો જાય. તેને સ્થાને સર્વ હર્તા કર્તા ભગવાન પાસે છે. તેવી ભાવના ઉભી થાય, હું જે કંઈ કરી રહ્યો છું તે ભગવાનની શક્તિને લીધે કરી રહ્યો છું. ભગવાનની કૃપાને લીધે કરી રહ્યો છું. ભગવાનની ઇચ્છા વિના ઝાડનું પાન પણ ના હાલે, તો પછી હું કરનાર કોણ?
કર્મયોગના સિદ્ધાંત પ્રમાણે કર્મ માટે પ્રાપ્ત સામગ્રી, સામર્થ્ય, સમય, બુદ્ધિ, સમજદારી એ જે કંઇ છે એ પ્રભુની પાસેથી પ્રાપ્ત થયેલ પ્રસાદી છે. એ પ્રાપ્ત પ્રસાદીનો સદુઉપયોગ કરવો એ મારું પણ કર્તવ્ય છે. એનો ક્યારે પણ, માત્ર મારા ઉપયોગ માટે નહિ કરું, જો હું આવું કરીશ તો પ્રભુનો ગુનેગાર બનીશ. પ્રભુની નજરે ચોર બનીશ.
ઉપનિષદનો મંત્ર છે. તેન યકર્તન ભુજ્રિથા,’ તમને જે કાંઇ મળે છે એ દેવ આપે છે. તો દેવના અર્થો ત્યાગ કરો, અને પછી ભોગવે, જેટલુ મને મળ્યું એટલું સારું છે એમ નહિં, એમાં દેવનો ભાગ છે. આથી વિશ્વના દરેક ધર્મ શાસ્ત્રોએ પોતાની આવકનો અમુક હિસ્સો ધર્મ પાછળ વાપરવાની આજ્ઞા કરેલ છે. તમે જે કાંઇ કમાવો છો, જે કાંઇ પ્રાપ્ત કરો છો, ભૌતિક કે બીજી કોઇ પણ ચીજ એમાં દેવનો ભાગ છે જ. જો એટલુ સ્વીકારશો તો દેવતા તમારા ઉપર પ્રસન્ન રહેશે, તમે સુખી થશો. અને દેવ ભાગને નહિ સમજો તો ક્યારેક પરમાત્માનો કોપ ઉતરશે.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
પરમાત્માનો કોપ એટલે અશાંતિ, આનંદ હિન જીવન, રોગ અને ઝઘડા રૂપે ઉતરશે.
આથી આપણા પુષ્ટિ સંપ્રદાયમાં સર્વે કોઇ પરમાત્માને સમર્પણ કરીને વાપરવાનો સિદ્ધાંત છે. અહીં મહાત્મા ગાંધીનોસ્ટશીપ સિદ્ધાંત કામ કરે છે, આપણે આપણી સંપત્તિના માલિક નહીં, રખેવાળ અને ટ્રસ્ટી છે. જેને ભગવદ્ કાર્ય માટે વાપરવાનું આયોજન કરવાનું છે. આપના જીવનનિર્વાહ માટે જરૂરી સંપત્તિ પરમાત્મા પાસેથી માંગીને લેવાની છે.
પરમાત્માની આ સંપત્તી પર પરમાત્માના બધા જ સંતાનોને સમાન હક છે. તે હક તેમને મળવો જોઇએ તો જ ઇશ્વર રાજી રહેશે.
ગીતાજી આગળ એટલે સુધી કહે છે કે ઇશ્વર, દેવોને રાજી રાખવાનો યજ્ઞનિયત કર્મો ઉપર આધારિત છે જે રીતે બધા જીવો અન્ન ખાઇને પોષણ પામે છે. અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે. ગીતાજીએ કેટલું સચોટ ઉદાહરણ આપ્યું છે. આત્માનું પોષણ ધર્મ છે અને ધર્મ કર્મથી ઉત્પન્ન થાય છે કર્મ વિશિષ્ટ પરિસ્થિતિને આધિન ઉત્પન્ન થાય છે.
‘કર્મની કોઇ સ્પષ્ટ વ્યાખ્યા આપવી એ સાવ અશક્ય છે. તેમ છતાં કર્મ કરનારની દૃષ્ટિમાં કર્મનો આદર્શ હોય છે. જે કર્મથી આપણી ગતિ ઇશ્વર ભણી થાય તે કર્મ શુભ, એ આપણું સાચુ કર્મ, જે કર્મમાં આપણું પતન થાય તે કર્મ અશુભ, અને એ આપણું અકર્મ, વેદો કર્મનો વિવેક બતાવે છે. કર્મનો આદર્શ પ્રગટ કરે છે, કર્મ પાલનની વિધિ દર્શાવે છે. મનુષ્ય તે કર્મનું વિધિપૂર્વક પાલન કરે. વેદોએ બતાવેલ આદર્શકર્મોનું પાલન કરે તો એ કર્મ યજ્ઞ બને છે. અને યજ્ઞની વર્ષા થાય છે. વર્ષોથી અન્ન થાય છે. અન્નથી પ્રાણ થાય છે અને તે જ પ્રાણમાંથી
29