________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ‘ક્યો દુર્વ્યવહાર? આખી દુનિયા જાણે છે. તમારી જાતને જ પૂછો – ‘સંન્યાસી હોવા છતાં સ્ત્રીને સ્પર્શ કર્યો, એટલું જ નહિ, એને ઉંચકીને નદી પાર કરી.'
“ઓહો એમ વાત છે! દીકરા, હું તો તેને નદીને પેલે પારથી આ પાર લઇ ગયો એ તરત જ ભૂલી ગયો. પણ તું તો એને છેક અહીં સુધી ઉંચકી લાવ્યો છે એનું શું?”
- ધર્મપાલનની જડતાથી ખરેખર શિષ્ય અધર્મ આચરી રહ્યો હતો. એટલું જ નહીં પોતાની જડતાના માપદંડથી બીજાનો ધર્મ માપે એ કેટલે અંશે ઉચિત કહેવાય.
ગીતાજી આવા જડહિન. કર્મોને મહાયજ્ઞ કહે છે. આવું કર્મ ત્યારે જ સંભવે છે જ્યારે ધર્મને સાચી રીતે સમજ્યા હોઇએ, સમજ્યા વગરનું આચરણ એ ધર્મનો દંભ કહેવાય. પરસ્પરની સંભાવનામાં જ કલ્યાણ છે. “પરસ્પર ભાવયન્ત” એકબીજા પ્રત્યે સદ્ભાવ રાખતા શીખીશું તો માનવ માનવ વચ્ચે પ્રેમ, આત્મીયતા, સદ્ભાવ વધશે.
' અર્થાત્ કર્મયોગી મહાયજ્ઞ ત્યારે સિદ્ધ થાય કે મનુષ્ય પોતાના કર્તવ્યના પાલન અર્થે બીજાના અધિકારની રક્ષા કરે છે. જેમ કે માતા પિતાની સેવા કરવી એ પુત્રનું કર્તવ્ય છે અને માતા પિતાનો અધિકાર છે. જે બીજાનો અધિકાર છે તે આપણું કર્તવ્ય છે. બીજાનું શું કર્તવ્ય છે? તે જોવાનું નથી. બીજાનું કર્તવ્ય જોવાથી મનુષ્ય પોતે કર્તવ્યવિમુખ થાય છે.
- યજ્ઞરૂપી કર્મમાં ક્યારે વિદન નથી આવતા. ઉલટું તમારા આ કર્મથી દેવો પણ પ્રસન્ન રહે છે પરંતું એ કર્મ ભગવાનને અર્પિત કરેલું હોવું જોઇએ.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
પિતૃચરણ શ્રી ગુસાંઇજીના સેવક કૃષ્ણભટ્ટની આ વાત છે. એક વખત શ્રી કૃષ્ણભટ્ટ શ્રીનાથજીના ભિતરીયા ભેગા નાહ્યા અને સર્વ સેવા કરવા લાગ્યા, પણ ચરણસ્પર્શ ન કર્યો. તેથી શ્રીનાથજીએ આજ્ઞા કરી. “કૃષ્ણભટ્ટ, ચરણસ્પર્શ કરો” ત્યારે કૃષ્ણભટ્ટે વિનંતી કરી. ‘લીલાના દર્શન થાય તો ચરણ સ્પર્શ કરું ત્યારે શ્રીનાથજીએ કહ્યું, - “લીલાના દર્શન દેહાંતમાં થશે.' સાંભળી કુષ્ણભટ્ટ ઉદાસ થયા. ત્યારે શ્રીગુસાંઈજીએ પૂછ્યું – કૃષ્ણભટ્ટ, ઉદાસ કેમ છો?” ત્યારે કૃષ્ણભટ્ટ કહ્યું શ્રીનાથજીએ ચરણસ્પર્શની આજ્ઞા કરી છે. પણ લીલાનાં દર્શનની ના કહે છે. ત્યારે શ્રી ગુસાંઈજીએ કહ્યું – “શ્રીનાથજી તો બાળક છે. તું શા માટે ઉદાસ થાય છે?” આટલું કહીને શ્રીગુસાંઈજીએ કૃષ્ણભટ્ટનો હાથ પકડીને ચરણ સ્પર્શ કરાવ્યાં અને શ્રીનાથજીની લીલાનાં દર્શન કરાવ્યાં.
અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ કે નિષ્કામ ભાવથી કરેલા કર્મથી ભગવાન બધુ જ આપે છે. એટલું જ નહિ ભગવાન રાજી રહે છે. કર્મનો ક્યારે સોદો ન કરવો જોઇએ. કર્મમાં વેપારીવૃત્તિ આજે એટલી બધી દેખાય છે. જેથી તો કર્મમાં મીઠાસ રહેતી નથી. આજે તો ફળની આશા પહેલા, અને પછી કર્મ. હે ભગવાન! મારું ફલાણું ઢકણું કામ પતશે તો હું પગે ચાલીને તારા દર્શને આવીશ. ૧૦ નાળિયેરના ચોરણ બંધાવીશ. વગેરે સ્વરૂપની બાંધા કરીએ છીએ. આ તો નરી છેતરપીંડી કહેવાય. આથી બાધા, આખડી એ સંપૂર્ણ અવૈજ્ઞાનિક અને બિન આધ્યાત્મિક છે.
દેવાનું ભાવયતાનેન તે દેવા ભાવયન્તુ વઃ | પરસ્પરું ભાવયન્તઃ શ્રેય: પરમવાપ્યસ્ય ય //.