________________
३०
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ શકે નહીં પરંતુ, તું બાયલો, ડરપોક છે તેવી નિંદા થશે તો વધારામાં આવી નિંદા સાથે તું કોઇ રીતે જીવી શકીશ?'
અહીં અર્જુન દુવિધામાં પડે છે કે યુદ્ધમાં જીવની હત્યા કરવાથી પાપ લાગશે ત્યારે ભગવાન કહે છે કે પાપનું પ્રેરક તત્વ યુદ્ધ નહિં, પરંતુ પોતાની કામના છે. આથી કામનાનો ત્યાગ કરીને તું યુદ્ધને માટે ઉભા થાય, સુખ કે દુઃખ હાનિ કે લાભ તથા જય કે પરાજય નો વિચાર કર્યા વગર જો તું યુદ્ધ કરીશ તો તેને કદાપિ પાપ લાગશે નહીં, તું હમણાં જ બોલ્યો છે કે તમે મારા ગુરુ છો. હું તમારો શિષ્ય છું. તો ગુરુ તરીકે મારા વચનોનો વિશ્વાસ કર.
ભગવાને અર્જુનના માધ્યમ દ્વારા સાંખ્યનો વિષય કહી દીધો, તું કોણ? તારું કોણ? જગતમાં શરીરથી કોઇ સ્થિર નથી. શરીર અસ્થાયી છે. સ્થાયી છે તો માત્ર આત્મા, આ લૌકિક સંબંધ માત્ર એક ગાડીમાં બેઠેલા મુસાફર જેવો છે. જે આવ્યા છે. તે જવાના નહીં, આમ અર્જુનને જે વાત કહી, તે બધાનો શ્રીકૃષ્ણ બુદ્ધિપૂર્વક જવાબ આપ્યો. આત્મા નિત્ય (કાયમી) છે. જ્યારે શરીર અનિત્ય (નાશવંત) છે, તે સમજાવ્યું હવે ભગવાન અર્જુનને કહે છે કે આ સાંખ્યયોગને તું કર્મયોગના વિષયમાં સાંભળ.
ભગવાન અર્જુનને કહે છે કે જેમ એક પરીક્ષાર્થીને પરીક્ષા આપવાનો અધિકાર છે. પરંતુ તેના પરિણામ ઉપર તેનો અધિકાર નથી. તેમ તને તારું નિયત કર્મ કરવાનો અધિકાર છે. પરંતુ તને કર્મનાં ફળો પર અધિકાર નથી. માત્ર તારે તો, સ્વધર્મ બજાવવાનો છે આમ તારા સ્વધર્મનો વિચાર કરતાં પણ યુદ્ધ ન કરવાની વાત તને શોભતી નથી. આ દૃષ્ટીએ યુદ્ધમાં સહભાગી ન હોવું એ પણ આશક્તિ કે વૈરાગ્ય કહેવાય.
ખોરાક લેવો એ જીવનું કર્તવ્ય અને અધિકાર છે. પરંતુ લીધેલ ખોરાકને પચવો, એ જીવના શરીરની તાસિર પર નિર્ભર છે. તેમાં જીવનો કોઇ પ્રત્યક્ષ
19
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અધિકાર હોતો નથી. તે જ રીતે જીવે નિષ્કામ ભાવે કર્મ કરવાનું છે.
૩૧
એક સીત્તેર વર્ષના વૃદ્ધ ચોમાસામાં કેરીના ગોટલા રોપતા હતા, ત્યારે ત્યાંથી એક જુવાન ત્યાંથી નીકળ્યો, અને એ વૃદ્ધને કહે કે “એ કાકા, આ ઉંમરે આંબા રોપીને તમને શું મળશે, આંબા પર કેરી થતાં સહેજ ૧૦ થી ૧૨ વર્ષ થશે. શું ત્યાં સુધી તમે જીવવાના છો, ખરા?’
વૃદ્ધે કહ્યું બેટા, આ આંબા દેખાય છે તે કઇ મેં ન હતા રોપ્યા છતાં તેના ફળ મેં ખાધા, હવે મારી પછીની પેઢી માટે આ આંબા વાવું છું.
જો વૃદ્ધ ફળની આશા રાખીને કર્મ કરે, તો એ દુઃખી થાય. ઇશ્વરે તમને જે કર્મ કરવા આપ્યું છે. તે કુશળતા અને ઉત્સાહ કરવું એનું નામ યોગ છે.
આ કર્મની દૃષ્ટિએ યોગની પરિભાષા સ્પષ્ટ કરતાં ભગવાન અર્જુન કહે છે કે ધનંજય! રાગદ્વેષ, કામના, વાસના, મમતા વગેરેથી પર રહીને સમતાથી વિવેક અને વિચારપૂર્વક કરેલા કર્મ જીવાત્માને બંધન કરતું નથી. જેમ સર્વવ્યાપી પરમાત્માને પાપપૂણ્ય નથી લગતાં, તેમ આવા મમતાથી કરેલ કર્મને પણ પાપપૂણ્ય નથી ભાવતા, પરંતુ સમતા વિના કરેલ કર્મના ફળ સ્વરૂપે જન્મ મરણ અને દુઃખ ભોગવવા પડે છે. આથી હું ધનંજય, ‘સિદ્ધયસિદ્ધયોઃ સમો ભૂત્વાં' સિદ્ધિ અસિદ્ધિમાં સમાન રહીને નિરંતર અટલ, સ્થિર રહેવું એ ‘સમત્વયોગ ઉચ્યતે' એ સમતા યોગ છે.
જો અર્જુન પાસે સમતાવાળો વિષાદ અને વૈરાગ્ય હોત, તો ભગવાન શ્રીકૃષ્ણને આ ઉપદેશ આપવાની જરૂર ન પડત, સમતાવાળો વૈરાગ્યનું સ્વરૂપ એ છે કે તે જીવ સારા નરસાનો ભેદ સમજે, એટલે જેમાં સત્ય અર્થાત્ નિત્ય છે તેને પકડે અને જે અસત્ય, અન્યાયી અર્થાત્