________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આ અવિનાશી તત્વ જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે. તો ચેતના છે. આ ચેતના એક આત્માની ઉપસ્થિતિનું લક્ષણ છે.
૨૮
શ્વેતાશ્વતર ઉપનિષદ (૫.૯)માં આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. તે પ્રમાણે ‘આત્માના પરમાણુઓના અગણિત કણ છે, જે કદમાં વાળના
અગ્રભાગના દેશ હજારમા ભાગ બરાબર છે.’
જેમ પાણીમાં Ho એટલે કે બે હાઇડ્રોજન અને એક ઓક્સીજન હોય છે. જેને આપણે નરી આંખે પ્રમાણિત કરી શકતા નથી, છતાં તેનો આપણે સ્વીકાર કરીએ છીએ. તે જ રીતે આત્માના અસ્તિત્વનો પણ સ્વીકાર કરવો જોઇએ તેમાં બે મત નથી.
આત્માના અવિનાશપણાને દૃષ્ટાંત રૂપે અર્જુનને સમજાવતા શ્રીકૃષ્ણ કહે છે કે –
વાસાંસિ જીર્ણાનિ યથા વિદાય, નવાનિ ગૃહતિ નરોડપરાણિ । તથા શરીરાણિ વિદાય જીર્ણાન્ય, અન્યાનિ સંયાતિ નવાંગ દેહી ॥
જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે આત્મા વૃદ્ધ તથા નકામાં શરીરો ત્યજીને નવાં ભૌતિક શરીર ધારણ કરે છે.
આગળ ઉપર આપણે જે ફાઉન્ડપેનનું દ્રષ્ટાંત લીધેલ, તેને આગળ વધારીએ તો ભાંગી ગયેલી, ખરાબ થયેલી, ફાઉન્ડપેનમાં શાહી પૂરવા છતાં તે બરાબર લખી શકાતું નથી, તેથી નવી પેન લઇને શાહી પૂરવામાં આવે છે. આમ લખવાની પ્રક્રિયા જાળવી રાખવા માટે જુની પેનને ફેંકીને નવી પેનમાં શાહી પૂરવામાં આવે છે તે રીતે આત્માના તેના કર્મોને ભોગવવાની પ્રક્રિયાને જાળવી રાખવા માટે નવા શરીરની જરૂર પડે છે.
18
૨૯
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
આવા પરિવર્તનશીલ આત્મા માટે શોક શાનો! આત્માતો અમર અને અજર છે. તેને કોઇ શસ્ત્ર કાપતું નથી. અગ્નિ વાળી શકતો નથી. પવન સૂકવી શકતો નથી. પાણી ભીંજવી શકતો નથી. માટે હે અર્જુન! તું વાસ્તવર્શી બન, તું જ્ઞાની હોવાથી સાચી દૃષ્ટિથી વિચાર કર. તું મારવા વાળો કોણ? યુદ્ધમાં શસ્ત્ર દ્વારા શરીર કપાઇ જવા છતાં પણ આત્મા કદાપિ કપાતો નથી, કે મરતો નથી.
તૂટેલી ગયેલી, ભાંગી ગયેલી, નકામી થઇ ગયેલી ફાઉન્ડપેનને નાંખી દેતાં. વિદાય આપતા આપણને કોઇ દુઃખ થતું નથી. તો દુષ્ટકર્મ, પાપકર્મથી ઘેરાયેલ, જીર્ણ, ક્ષીણ થયેલ શરીરનાંવિદાયથી આપણને શા માટે દુઃખ થવું જોઇએ? આથી કોઇ પણ પરિણામની ચિંતા વગર હે અર્જુન! તારો ધર્મ બજાય.
હે અર્જુન! તું એ સમજ કે જે જન્મ્યા છે. એ બધા મરવાના છે. અને એ મરી ગયેલા ફરી જરૂરથી જન્મશે, આ નિયતિ નક્કી કરેલ વ્યવસ્થાને કોઇ રોકી શકશે નહીં. આ ધૃતરાષ્ટ્રના પુત્રો જન્મ્યા છે. તો જરૂર મરશે. તમારી પાસે એવો કોઇ ઉપાય નથી, જેના વડે તમે એમને બચાવી શકો. જેઓ મરી જશે, તેઓ જરૂ૨ જન્મશે. એમને પણ તમે રોકી નહિ શકો. પછી શોક કઇ વાતનો?
અર્જુનવિચારમાં પડ્યો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે આગળ કહ્યું – ‘હે અર્જુન! તુ વિચાર તું કોણ છે? તું તારો પોતાનો ધર્મ જોઇ લે, તું ક્ષત્રિય છે. તારો ક્ષાત્ર ધર્મ છે કે અન્યાય, અનીતિ, અસત્યની સામે યુદ્ધ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે. માટે તારો ધર્મ સંભાળી લે. અને તું તૈયાર થઇ જા. તારે તારા માટે લડવાનું નથી. તારી સંસ્કૃતિ, સંસ્કાર અને ધર્મ માટે લડવાનું છે. અને કદાચ તું આ યુદ્ધ ન કરે અને ઘરે જતો રહે તો આ યુદ્ધ જો થવાનું હશે તો થવાનું જ છે. એને કોઇ મિથ્યા કરી