Book Title: Gita Bhavarth
Author(s): Sudhir K Shah
Publisher: M M Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અણીવાળી કોઇ પણ વસ્તુથી આપણે લખી શકીએ છીએ. પહેલા ના જમાનામાં દાતણ જેવા લાકડાથી અણીવાળા બનાવેલ કલમથી લખવામાં આવતું હતું. આમ લખવા માટે જેમ શાહી અગત્યની છે. ફાઉન્ડન પેન, રીફીલ કે કલમ વગેરે એ ગૌણ છે. એમ આ શરીર પણ ગૌણ છે. તેથી શરીર હોવા, ન હોવાનો શોક કરવો નકામો છે. આમ ભગવાન શ્રીકૃષ્ણને અર્જુનને સમજાવે છે કે અર્જુન, તું એક માનવ છે. આ સૂક્ષ્મદેહ એ પાંચ પ્રાણ, પાંચ સાનેન્દ્રિય, પાંચ સૂક્ષ્મ ભૂતો, મન અને બુદ્ધિ એ સત્તર વસ્તુનું બનેલું શરીર છે. જેમાં આત્મા છે આ આત્મા સનાતન છે. આપણો આ એક જન્મ નથી. તારા અને મારા અનંત જન્મો આ પૂર્વે થયેલા છે. આપણા આ જન્મોનો તું વિચાર કર. તું આત્મત્વને સમજ. જે અમર છે. હે અર્જુન! તું કેવળ શરીર નથી. અને તે કેવળ આત્મા નથી. તારું આ શરીર નાશ પામે અને માત્ર આત્મા બચે, ત્યારે કેવળ આત્માથી તું અર્જુન તરીકે નહિં ઓળખાય, તારો આત્મા ચાલી ગયા પછી કેવળ શરીર પડી રહે, તો એ શરીર પણ અર્જુન નહિ, કહેવાય. આપણે જ્યારે લખવા બેસીએ ત્યારે ફાઉન્ડપેન માંગીએ અને શાહી વગરની ફાઉન્ડપેન આપશે તો આપણે કહીએ છીએ કે આખાલી ખોખાની મારે શી જરૂર છે? અને જો કોઇ માત્ર શાહી એકલી આપશે તો આપણે કહીએ છીએ કે શું, હું તારા માથા દ્વારા લખવાનો છું. શાહીની સાથે ફાઉન્ડપેન પણ આપ.” આમ આત્મા અને શરીર બંન્ને દ્વારા જીવન્દ્ર બને છે. - ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને બતાવી રહ્યાં છે, કે હે અર્જુન! જે આ જીવાત્માને હણનારો સમજે છે. તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે. કારણ કે આત્મા ક્યારે નથી હણતો કે નથી હણાતો, ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આત્મા માટે કોઇ જન્મ નથી કે મરણ પણ નથી, તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. શરીર જરૂર હણાય છે. પરંતુ આત્મા ક્યારે હણાતો નથી. જન્મ ને મરણ દેહના યોગે છે. આત્માને પ્રારબ્ધવશાતું સહન કરવું પડે છે. પ્રારબ્ધ આપણે પોતે ઉભા કરીએ છીએ અને પછી સુખ અને દુઃખની બૂમો પાડીએ છીએ. અસ્તિત્વ અને વિકાસની સાથે સુખ, દુઃખ જોડાયેલું છે. દાગીના ના સ્વરૂપે અસ્તિત્વમાં આવેલ સોનું, શરૂઆતમાં તો ભૂસ્તરિય ફેરફારને કારણે જમીનના તત્વોથી બનેલ કણોનો પદાર્થ હોય છે. આવા કણોને ભેગા કરી, કાચા સોનારૂપે લગડીઓ બનાવવામાં આવે છે. આ લગડીઓમાં આવતાં પહેલાં અમુક ઉષ્ણતામાન સુધી તેને ગરમી સહન કરવી પડે છે. એટલું જ નહીં પણ દાગીનામાં રૂપાંતર થતી વખતે પણ તેને ગરમી અને હથોડીઓના માર સહન કરવો પડે છે. ત્યારે જ તેની કિંમત અંકાય છે. અને લક્ષ્મી તરીકે સ્થાન પામે છે. જો તેને કોઇપણ પ્રકારની ગરમી કે હથોડીઓના માર સહન ન કર્યો હોત, તો તે વરસો સુધી પાણીમાં ગરમી, ઠંડી અને વર્ષો જ સહન કરવી પડત. અસ્તિત્ત્વ અને વિકાસની સાથે સુખ અને દુઃખ જોડાયેલ છે. આમ આપનું પ્રારબ્ધ બનાવવા માટે સુખ અને દુઃખ ભોગવવા પડે છે. જેમ જમીનમાં વ્યાપ્ત સોનું કણોના રૂપમાં છે. તેમ આ સમગ્ર શરીરમાં વ્યાપ્ત આત્મા છે. તેથી ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને આ બીજા અધ્યાયના સત્તરમાં શ્લોકમાં સમજાવે છે કે – અવિનાશિ તુ તદ્ વિઢિ યેન સર્વમિદં તતમ્ વિનાશમવ્યયસ્થાસ્ય ન કશ્ચિત કર્તમહતિ // હે અર્જુન! જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે. તેને જ તું અવિનાશી જાણ. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઇ જ સમર્થ નથી. 17

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116