Book Title: Gita Bhavarth
Author(s): Sudhir K Shah
Publisher: M M Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ उ४ ગીતા ભાવાર્થ ભાવાનુવાદ વજીરના દિલને બહુ દુઃખ થયું, પણ પેલા યુવાને તો આવુ સારું કામ અપાવવા બદલ એનો આભાર માન્યો, એને આ કામ મળ્યું તેનો સંતોષ. | દિવસો સુધી પેલા યુવાને કચેરી સાફસૂફ કરી, બધી વસ્તુઓને ઠીકઠીક ગોઠવી અને બાદશાહની આબરૂને છાજે એવી કચેરી એણે બનાવી દીધી. એક દિવસ બાદશાહ ત્યાંથી નીકળ્યા તો ઓળખી જ ન શક્યા કે એમની કચેરી છે! જો કે એવી સુઘળ કચેરી જોઈ તેમને આનંદ થયો. આવા સ્થિત પુરુષો જીવનના સંઘર્ષોનો સહજ રીતે સ્વીકારી તેનો યોગ્ય ઉપયોગ કરે અને તેમાંથી આનંદ મેળવે છે. ગમે તેવા દુઃખો પડે, ત્યારે તેમાંથી ભાગી જવાનું વલણ ધરાવવા કરતાં તેમાંથી યોગ્ય રસ્તો કાઢવો જોઇએ. જે માણસ આ જિંદગીની ટક્કર ઝીલી શકતો નથી, તેમાં તૂટી જાય છે. તે પલાયન વાદી છે. સાચો સ્થિત પુરુષ ગમે તે પરિસ્થિતિમાં હિમાલયની જેમ અડગ રહે. સ્થિર અને નિશ્ચલ રહે એવું વ્યક્તિત્વ ઘડવા ભગવાન માગતા હતા તેથી તેમને અર્જુનને નિમિત્ત બનાવી આ ગીતાનું જ્ઞાન પીરસ્યું છે. - ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ઢંઢોરીને કહે છે કે હે અર્જુન! સુખ અને દુઃખ બંન્નેમાં તું સમ બની જા. જીવનમાં ક્યારેક સુખ પણ આવશે અને ક્યારે દુઃખ પણ આવશે. ક્યારેક તને લાભ થશે કે ક્યારેક ગેરલાભ પણ થશે. ક્યારેક વિજય તો ક્યારેક પરાજય પણ થશે.આથી એક યોદ્ધા તરીકે તારે પૂર્ણ સમતા યોગથી તારું કર્તવ્ય તારે પૂર્ણ કરવાનું છે. સમતાયોગી ક્રિયાશીલ હોય છે જે કર્મની સિદ્ધિ અસિદ્ધિમાં નિસ્પૃહ અને ઉગરહિત રહે છે. સમતાયોગી સ્થિતપ્રજ્ઞ પુરુષ કેવી ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ૩૫ રીતે બેસે છે? એ ત્રીજા પ્રશ્નના ઉત્તર રૂપે ભગવાન કહે છે કે “હે અર્જુન! જો તારે સ્થિતપ્રજ્ઞ બનવું હોય, તો જે રીતે કાચલો પોતાના છ અંગો જેવા કે ચાર પગ, એક પૂંછડી અને એક મસ્તક, એ બધાં જ્યારે પોતાના સમેટી લે છે, ત્યારે કેવળ તેની પીઠ જ દેખાય છે. તેવી જ રીતે સ્થિતપ્રજ્ઞ પુરુષ પાંચ ઇન્દ્રિયો અને એક મન આ કર્મને પોતપોતના વિષયોથી હઠાવી લે છે અને સંયમી બને છે તેમ તારે પણ સંયમી બનવું પડશે.” ઇન્દ્રિયોનો નિગ્રહ કેવી રીતે કરવો, તે ભગવાન શ્રીકૃષ્ણ હવે દશમાં શ્લોકમાં બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ‘સ્થિતપ્રજ્ઞ બનવું હોય, તો સંયમી બનવું પડશે. અને સંયમી બનવું એ ધારીએ તેટલું સહેલું નથી. સંયમી જીવ દમન છે. ઇન્દ્રિયો સંયમી તો બને છે પણ વિષય રસ છૂટતો નથી.’ એક સંત તે વિરક્ત, ત્યાગી હતા. પૈસાને અડકતા ન હતા. અને એકાંતમાં ભજન કરતા હતા એક સજ્જન ભાઇ સંતની સેવા કરતા, એકવાર એક ભાઇને કોઇ કામસર બહાર જવાનું થયું તેથી સંતને કહ્યું કે “મહારાજ, હું તો જઇ રહ્યો છું. તો સંતે કહ્યું – “ભાઇ, અમારી સેવા તમારે આધીન નથી. તમે સુખેથી જાઓ. એણે કહ્યું - “મહારાજ, પાછળથી કોઇ સેવા કરે કે ન કરે, સામે હું વીસ રૂપિયા દાટી જાઉં છું. કામ પડે તો કોઇને કહેજો. “બાપજી ના ના કરતા રહ્યા, પણ પેલો તો વીસ રૂપિયા દાટી જ ગયો. હવે એ તો ગયો. પાછળથી બાપજી માંદા પડ્યા અને મરી ગયા. મરીને ભૂત થયા! હવે ત્યાં રાતે કોઇ રહે તો એને ચામડીનો ખટખટ અવાજ સંભળાય. લોકો વિચારવા લાગ્યા કે વાત શી છે. જ્યારે પેલો ભાઇ આવ્યો ત્યારે એને કહેવામાં આવ્યું કે ત્યાં રાતે ચાખડીનો અવાજ આવે છે. કોઇ ભૂત પ્રેત છે. પરંતુ કોઇને દુઃખ દેતું નથી. રાત્રે એ ત્યાં રહ્યો. એને ભારે દુઃખ થયું. એણે પ્રાર્થના 24

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116