________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૩૮
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ આમ આ અધ્યાયને અંતે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને જે સમજાવે છે તે વાત શ્રીઆચાર્યચરણ સંન્યાસ નિર્ણયમાં બતાવે છે.
વિહાય કામાન્યઃ સર્વાન્યમાંશ્ચરતિ નિઃ સ્પૃહ : નિર્મમો નિરહંકારઃ સ શાન્તિમધિગચ્છતિ //
જે પુરુષ બધી જ કામનાઓનો ત્યાગ કરી મમતા રહિત, અહંકારરહિત અને સ્પૃહારહિત થઇને વિચરે છે તે ‘ૐ શાંતિને’ પ્રાપ્ત કરે છે.
અહંતા મમતાના ત્યાગથી જ ‘કર્મયોગ’ સિદ્ધ થશે. આવા કર્મયોગ દ્વારા સિદ્ધિ પાસેના પુરુષનું નામ ‘સ્થિતપ્રજ્ઞ' છે. એનાં લક્ષણ બતાવતી વેળા આરંભમાં અને અંતમાં કામનાઓના ત્યાગની વાત કહી છે. અહંતા મમતાના ત્યાગ પછી “ચેતતંત્મવર્ણ સેવા’ ચિત્ત પ્રભુમાં પરોવાઇ’ રહેલું રહે છે.
અધ્યાય : ૩ અર્જુનને યુદ્ધ નહીં કરવાનો વિષાદ પહેલેથી જ હતો. પહેલા અધ્યાયના એકત્રીસમા શ્લોકમાં અર્જુન કહે છે. યુદ્ધમાં પોતાના કુલને મારીને હું પોતાનું હિત નથી જોતો’ પછી પિસ્તાળીસમા શ્લોકમાં તેઓ કહે – “અહો! ખેદ કે અમે લોકો બુદ્ધિમાન હોવા છતાં પણ યુદ્ધ રૂપી મહાન પાપ કરવાને તૈયાર થઇ ગયા છીએ. આગળ બીજા અધ્યાયમાં પાંચમા શ્લોકમાં અર્જુન કહે છે હું ભિક્ષાનું અન્ન ખાવાનું શ્રેષ્ઠ સમજું છું. પણ યુદ્ધ કરવાનું નહીં અને નવમા શ્લોકમાં તો ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાની વિરુદ્ધ પોતાનો નિર્ણય જ સંભળાવી દે છે કે ‘હું યુદ્ધ નહીં કરું.’
- આમ અર્જુનના આગ્રહ અને દુરાગ્રહ વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે કે હે અર્જુન! તું કોઇને મારતો નથી, કે તારા મારવાથી કોઇ મરતું નથી, આ ભૌતિક શરીરનાશ થવા માટે સર્જાયેલું છે તેનો નાશ થાય છે. જેમ શરીરમાં ધારણ કરેલ કપડાં ફાડી જાય છે. જૂના થઇ જાય છે ત્યારે તેને બદલવાની જરૂર પડે છે. તેમ શરીરમાં એક આત્માને શરીર બદલવાની જરૂર પડે છે.
બીજા અધ્યાયમાં કર્મ અને જ્ઞાન વિષે ભગવાને કહેલી વાતો અર્જુન સમજી શક્યો નહીં. અર્જુનને ભગવાનનાં વચનો મિશ્ર જેવાં લાગવા લાગ્યાં એટલે ત્રીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુન ભગવાનને પૂછે છે કે આ તમે શું કહો છો? તમે જ્ઞાનની સરસ વાતો કહો છો. બહુ