________________
૪૧
४०
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ ઉત્તમ કક્ષાનું જ્ઞાન અને સ્થિતપ્રજ્ઞ સ્થિતિનું તમે વર્ણન કરો છો પણ મને તો તમે ભયંકર કામમાં જોડી રહ્યાં છો, તો આપનો અભિપ્રાય શું છે? મારા કલ્યાણ માટે ક્યું સાધન શ્રેષ્ઠ? વગેરે અર્જુનના મનમાં જાગેલા પ્રશ્નોના પ્રત્યુત્તર મેળવવા ત્રીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે.
જ્યાયસી ચેર્યાણરૂં મતા બુદ્ધિર્જનાર્દના.
કલ્કિ કર્ણાતિ ધોરમાંનિયોસિ કેશવાલા, વ્યામિ શ્રેણેવ વાક્યન બુદ્ધિ મોઘસીવ મે |
તદેડ વદનિશ્ચયયેન શ્રેયો કચાડનુયાગરા હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિને અકામ કર્મ કરતાં શ્રેષ્ઠ માનતા હો, તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો? તમે કહો છો કંઇ અને મારી પાસે કરવો છો કંઇ, તમે કેટલી સરસ વાત કહો છો કે સુખી થવું હોય તો જ્ઞાન જોઇએ. શાંતિ જોઇતી હોય તો સમજણપૂર્વકનું જ્ઞાન જોઇએ. એક બાજુ તમે મને જ્ઞાન આપો છો, તો બીજી બાજુ યુદ્ધ કરવાનું કહો છો. તો આપ કૃપા કરીને કહો કે જ્ઞાન અધિક કે કર્મ અધિક છે? બે માંથી શ્રેષ્ઠ શું? જ્ઞાની થવું સારું કે કર્મયોગી થવું સારું?
ભગવાન કહે છે : હે નિષ્પાપ અર્જુન, કર્મ અને જ્ઞાન એક સિક્કાની બે બાજુ છે. કર્મનો ત્યાગ કરીને કોઇ જ્ઞાની થઇ શકતું નથી. કર્મ કોઇને છોડતું નથી. પ્રત્યેક વ્યક્તિને તેણે ભૌતિક પ્રવૃતિઓ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઇને કર્મ કરવું જ પડે છે, કર્મ એ સજીવપણાનો સ્વભાવ છે. એટલે કર્મએ આત્માનો સ્વભાવ હોઇ આત્મા કર્મ માટે હંમેશા સક્રિય રહે છે. આ ન્યાયે આપણે કહી શકીએ કે કર્મ કર્યા સિવાય કોઇ રહી શકતો જ નથી, ચાહું નાનો હોય, કે મોટો
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ હોય, જ્ઞાની હોય કે સન્યાસી હોય, કર્મ કર્યા સિવાય કોઇ રહી શકતું નથી. જ્ઞાની બનવા માટે જ્ઞાન પ્રાપ્તીનું કર્મ તો કરવું જ પડે છે તે જ રીતે જ્ઞાનના માધ્યમ દ્વારા કર્મની યોગ્યતાનો વિવેક ચાલે છે. અર્થાતુ જ્ઞાનથી કર્મને સારા નરસાના ત્રાજવે તોલીને કર્મ કરવાનું હોય છે.
એક ક્ષણ, એક મિનિટ પણ કોઇ કર્મ કર્યા વગર રહી શકતું નથી. આ ક્યુ કર્મ, માનસિક કર્મ, તમે આંખથી જુઓ. એ પણ એક કર્મ, કાનથી સાંભળો એ પણ એક કર્મ કરી રહ્યા છો. મોઢાંથી બોલવું એ પણ કર્મ છે. અર્થાત્ કર્મ સિવાય તો એક મિનિટ પણ રહી શકતું નથી, આથી કોઇ એમ કહેતું હોય કે હું કર્મ નથી કરતો, તો વાત જ ખોટી, જે મનુષ્ય ઇન્દ્રિયોની ક્રિયાને બળપૂર્વક રોકીને પણ પોતાનેનિષ્ક્રિય માને છે તે પોતાની જાતને છેતરે છે.
આંખો બંધ કરી દેવાથી આંખના વિષયોનું ચિંતન અંદરથી ચાલુ જ રહે છે. તેવી રીતે બ્રહ્મચર્યવ્રત વાળાને રાત્રે સ્વપ્નમાં વિજાતીય પાત્રને હેરાન કરે છે ત્યારે સ્વપ્નમાં બળાત્કાર પણ કરી બેસે છે.
આમ ઇન્દ્રિયોને ખરેખર સંયમમાં રાખવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે. ઇન્દ્રિય તો તેનું કર્મ કર્યા કરે છે. પોતે સંયમી છે તે માનવું એને મિથ્યાચાર કહેવાય, આવા ખોટા મિથ્યાચારથી આત્માની ક્યારેક ઉર્ધ્વગતિ ન થાય.
સ્વામી વિવેકાનંદ આ શ્લોકનો મર્મ સમજાવતા કહ્યું છે કે મોઢાની વાતોનો કોઈ અર્થ નથી, પોપટ પણ તેમ કરી શકે છે. આ આશક્તિરહિત કર્મો કરવાથી જ પૂર્ણતા પ્રાપ્ત થાય છે.'ભગવાન શ્રીકૃષ્ણ ક્યારે પણ કર્મ ત્યાગની વાત કરતાં નથી, પરંતુ કર્મમાં રહેલ આશક્તિના ત્યાગની વાત કરે છે. કર્મયોગમાં કર્મ હંમેશાં લોકોના હિતને માટે જ હોય છે. અને યોગ પોતાને માટે હોય છે.
24