________________
૨૪
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ સાથે ગુરુભાવ કેળવ્યો નહીં. તેમને એક મિત્રભાવે અર્જુનને ઠપકો આપે છે. તેને અનુશાસનમાં રાખતા કડક શબ્દો કહે છે. શ્રીકૃષ્ણ અર્જુનના ખરા બંધુ હોવાથી બરાબરીના જંગમાં પણ પડખે રહ્યાં છે. ક્યારેક અર્જુનને લડ્યાં છે તેને બાયલો અને ડરપોક પણ કહેલ છે. પરંતુ આ બધુ અર્જુનને દિવ્યતાના પંથે દોરી જવા માટે કહેલ છે.
આવા મિત્ર અને શિષ્યભાવે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે તું મોટી મોટી વિદ્રનતાભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી, તેનો શોક શા માટે કરે છે? તે મને સમજાતું નથી. જેઓ વિદ્વાન હોય તેઓ ક્યારે જીવિત કે મૃત માટે શોક કરતા નથી.
અહીં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સાંખ્યબુદ્ધિ આપવા તત્પર હોવાથી અર્જુનને ઉપરોક્ત વિધાન કહે છે. સાંખ્યશાસ્ત્રમાં મુખ્યત્વે ચાર બાબતોનો વિચાર કરવામાં આવે છે.
(૧) હેચ-જેમાં આત્મા સિવાયની સર્વ અનાત્મ વસ્તુઓનો ત્યાગ જરૂરી છે. અહીં આત્મા નિત્ય અર્થાતુ અમર છે જેને કોઇ મારી શકતો નથી.
(૨) હાન - અહંતામમતાથી પ્રાપ્ત અજ્ઞાન, હું કરું છું, હું ચાહું છું મારા સ્વજનો અને ગુરુઓને માર્યું છું. આવું અહંતામમતાથી પ્રાપ્ત અજ્ઞાન હાનના જ્ઞાનથી પ્રાપ્ત થાય છે.
(૩) હેચ હેતુ- અહીં હાય એટલે દુઃખ અને તે વિનાના હેતુ અર્થાત્ કારણોનો વિચાર કરવામાં આવ્યો કે અર્જુન બહુ વિદ્વાન ન હતો. તેથી તે શોક કરવા માટે સર્વથા અયોગ્ય વસ્તુ માટે શોક કરી રહ્યો હતો. આ શરીર જન્મે છે આજે કે આવતી કાલે તેનો વિનાશ ચોક્કસ છે. તેથી આત્મા જેટલો મહત્ત્વનો છે. તેટલુ શરીર મહત્ત્વપૂર્ણ નથી. દુઃખ કારણ, દેહ અને અહંતા મમતા છે.
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૨૫ (૪) હાનોપાય- અહંતા મમતાથી ઉત્પન્ન અજ્ઞાનને દૂર કરી, આત્માના સાચા ઓળખથી દુઃખોને દૂર કરવાની બાબતનો અહીં સમાવેશ થાય છે. અર્થાત્ સ્વધર્મ એટલે આત્મધર્મની ઓળખ, જેને તેને પાલન કરવું પડે, સ્વધર્મને રોકી શકાય નહીં.
આ ચાર બાબતો બીજા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુન અને સમજાવવાના છે. પહેલી બાબત દેન બતાવી છે તેનો મોહ દૂર કરશે. બીજી બાબત હાન બતાવી આ શરીર નાશવંત છે. તે બતાવીને તેનો શોક દૂર કરશે. ત્રીજી બાબત હૈયહેતુ આત્મ અમર છે અને આત્મના કલ્યાણ માટે દેહ સંબંધી દુઃખોને ભૂલવા પડશે. ચોથી બાબત હાનોપાય બતાવીને જીવના બુદ્ધિ ચાતુર્યને દૂર કરશે.
ભગવાન અર્જુનને કહે છે કે, સુખ અને દુઃખની તું જે વાતો કરે છે કે મારે સમૃદ્ધિ નથી જોઇતી. મારે સુખ નથી જોઇતું. પણ તેને એ ખબર નથી કે ઇન્દ્રિયોના સ્પર્શથી પ્રાપ્ત સુખ એ એક ભ્રાંતિ છે એ સુખ નાશવંત છે. આજથી બે દાયકા પહેલા લખવા માટે ફાઉન્ડનપેનનો ઉપયોગ થતો હતો. આ ફાઉન્ડન પેનમાં કસનળી આવતી જેમાં લખવાની શાહી રહેતી. લખવા માટે અણીવાળો સ્ટીલ આવતી, આ સ્ટીલના આધાર માટે તેના જેવું પ્લાસ્ટીક કે ફાઇલરથી બનાવેલ વસ્તુ, જેને જીભ તરીકે ઓળખ લેવામાં આવતી. આમ આ બધી વસ્તુથી ફાઉન્ડન પેન બનાવવામાં આવતી હતી. આ ખાલી ફાઉન્ડન પેનથી લખાતુ નથી. પરંતુ એમાં શાહીની જરૂર પડે, આમ શરીર વિવિધ ઇન્દ્રિયોથી બનેલ એક સ્થૂળ વસ્તુ છે. ખાલી શરીર એ શાહી વગરનું ખાલી ખોખું છે. તેમ આત્મવિના શરીર પણ નકામું છે. આપણે કહીએ છીએ કે હું પેનથી લખું છું ને ખોટું પેનમાં રહેલ શાહી તત્વથી લખાય છે. આમ ખાલી પેનથી લખીએ છીએ તે એક ભ્રાંતિ છે. આમ ઇન્દ્રિયોના સ્પર્શથી સુખ, દુઃખની પ્રાપ્તી એ માત્ર ભ્રાંતિ છે. આ ફાઉન્ડન પેન સિવાય
16