________________
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ અર્જુન હવે ખરો મુંઝાય છે. શું કરવું? યુદ્ધ કરવું કે નહીં, લાખલાખ પ્રયાસો કર્યા છે યુદ્ધથી દૂર રહેવા માટે પરંતુ હવે યુદ્ધ ધર્મની દૃષ્ટિએ યુદ્ધ આવી પડ્યું છે.
૨૦
રામાયણનો તલસ્પર્શી અભ્યાસ કરશો તો એ વસ્તુનો ખ્યાલ આવશે રાવણ શિવ ભક્ત હતો એટલું નહીં પણ તે નિયમિત ત્રિકાળ સંધ્યા પણ કરતો હતો. પરંતુ તેમા સદાચાર, નીતિ જેવા સદ્ગુણો ન હતા તેથી તે રાક્ષસ કહેવાયો. અને તેનાથી વિપરિત દુર્યોધનનું પાત્ર જોઇએ તો દુર્યોધન સારો રાજા હતો. તેના રાજ્યમાં પ્રજાજનો સુખી હતા. પરંતુ તે એટલો અહંકારી હતો કે તેથી બધાને કહેતો કે તમને
શેનું દુઃખ છે? દુઃખ નથી તો ભગવાનને ભજવાની શી જરૂર છે? શા માટે ભગવાનને વચ્ચે લાવો છે? જ્યારે પાંડવોનો એવો મત હતો કે સુખ કે દુઃખ એ સ્થિર નથી. ઇશ્વર દત્ત છે. જીવનમાં ઇશ્વરની જરૂર છે. આ સિદ્ધાંતની લડાઇ હતી. એ સિદ્ધાંતોની લડાઇ ન હોત તો ભગવાન વચ્ચે ના પડત, ભગવાન કહેત કે તમે તમારું ફોડી લો, વચ્ચમાં મને પાડો મા, પરંતુ આ સિદ્ધાંતની લડાઇ હતી.’
અહીં એ વસ્તુનું ધ્યાન રાખવું જોઇએ કે સદાચાર, નીતિમય જીવન અને સાથે ભગવાની નક્કર ભક્તિ દ્વારા પ્રભુનો સદાય આશ્રય કરવો તે સાચો ધર્મ છે. બંન્નેમાંથી એકપણ પાસાંની વિમુખતા સાચા ધર્મનો લોપ સમાન છે.
ભગવાનનાં વચનોની વિલક્ષણતા તો જુઓ, યુદ્ધ માટે આનાકાની કરતો અર્જુન થોડોક ઢીલો પડ્યો, તે મનમાં મુંઝાય છે. કે ધર્મમય સિદ્ધાંતને મહત્ત્વ આપવું કે સગા સ્વજનોને મહત્ત્વ આપવું, પોતાના કર્તવ્ય પાલનમાં અનિર્ણત અર્જુન પોતાને જાતને આ બાબતમાં અસમર્થ જાણીને ભગવાનને વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરે છે.
14
ગીતા ભાવાર્થ ભાવાનુવાદ
૨૧
કાર્યણ્યદોષોપહત સ્વભાવઃ પૃચ્છા મિ ત્યાં ધર્મસંમૂઢ ચેલા | યઅેયઃ સ્યાજ્ઞિશ્ચિતં બ્રૂહિ તન્મે, શિષ્યસ્તેહ શાધિમાં ત્યાં પ્રપન્નમ્ ।
કાયરતા એ મારા સ્વભાવની નબળાઇ છે. અને હું ધર્મના વિષયમાં મોહિત અંતઃકરણ વાળો થયો છું. તેથી આપને પૂછું છું કે મારા માટે કલ્યાણકારી શું છે? તે આપ કૃપા કરીને કહો. હું તમારો શિષ્ય છું. અને તમારે શરણે આવ્યો છું. તેથી આપ મને માર્ગદર્શન આપો.
સાચુ અને સારું જ્ઞાન કોને પ્રાપ્ત થાય છે? જેને શ્રદ્ધા, વિશ્વાસ અને રુચી હોય તેને, જેનામાં જરા પણ મોહ કે આસક્તિ હોય તો તેને લાખ વાર સમજાવો. છતાં તે સમજશે નહીં ને બીડી, દારૂની લત લાગી હોય તેવા વ્યસનીને લાખ વાર સમજવો છતાં તે સમજશે નહિં કારણ કે બીડી કે દારૂ પ્રત્યે તેનો મોહ અને આસક્તિ બંધાઇ છે.
ટૂંકમાં કહીએ તો કોઇ પણ સિદ્ધાંતને સમજવા માટે શ્રદ્ધા, વિશ્વાસ અને સિદ્ધાંતના જ્ઞાતા પ્રત્યે દીનતા જોઇએ. શ્રી હરિરાય પ્રભુએ શિક્ષાપત્ર ૧૪/૭માં કહે છે. જો લેઇ પુષ્ટિમાર્ગીય જીવ શ્રીઆચાર્ય શરણનાં ચરણોનો દંઢ આશ્રય કરે તો, પુષ્ટિમાર્ગનો સર્વોપરિ સિદ્ધાંત તેને ચોક્કસ હૃદયારૂઢ થાય છે. ચરણોનો દ્રઢ આશ્રય એટલે જીવનો દૈત્ય ભાવ ‘મારા માં કંઇ જ્ઞાન નથી આપ જે કહો તે ખરું.’
સંવત ૧૫૮૯ના શ્રાવણ સુદ ૧૧ને દિવસે સાક્ષાત પૂર્ણપુરુષોત્તમ શ્રીગોકુલનાથજી સ્વરૂપે પ્રકટ થઇને શ્રીઆચાર્યચરણોને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો. ત્યારે તેમના અંતરંગ સેવક શ્રી દામોદરદાસ પણ ત્યાં સૂતા હતા, પરંતુ વાસ્તવમાં દામોદરદાસ જાગતા હતા, તેમને પ્રભુ અને આચાર્યચરણ વચ્ચેની સંપૂર્ણ વાતચીત સાંભળી હતી, પરંતુ જ્યારે સાચાર્યચરણે તેમણે વહેલી પરોઢે જગાડીને પૂછ્યું – ‘દમલા તેને ક સૂન્યો?’