________________
૩
અખૂટ શ્રદ્ધા સાથે હું પણ “ધ્યાન-વિચારના વાંચન-મનનથી થયેલી સ્કુરણાઓ ક્ષેત્રથી સુદ્દર રહેલા પૂજ્ય પંન્યાસજી મહારાજને લખી જણવતે અને કેટલીક અસ્પષ્ટ લાગતી બાબતે અથવા મારી શંકાઓ પણ લખી જણાવીને એના ખુલાસા પૂછાવત. મેઘ જેવા પોતે મન મૂકીને વરસતા અર્થાત્ શીધ્ર પ્રત્યુત્તર દ્વારા મારી આવી જિજ્ઞાસા અંગે આનંદ વ્યક્ત કરવા સાથે દરેક બાબતોના ખુલાસાઓ લખી મેકલતા જેથી આરાધના તથા વાંચન લેખનાદિ, કાર્યોમાં મને ખૂબ જ સરળતા રહેતી અને સહાય પણ મળતી. આ ગ્રન્થના પ્રારંભમાં જ ધ્યાન વિચાર સંબંધી કેટલીક બાબતોનું સ્પષ્ટીકરણ કરતો તેઓશ્રીને એક પ્રેરણાત્મક પત્ર પ્રકાશિત કર્યો છે. જે વાંચવાથી તેઓશ્રીની આંતરિક સાધના, ઊંડી અનુપ્રેક્ષા, અલૌકિક ચિંતનશક્તિ અને અપાર કરુણાદષ્ટિને સ્પષ્ટ ખ્યાલ આવે છે.
આત્મિક સાધનામાં પ્રેરક અને પૂરક પૂજ્ય પંન્યાસજી મહારાજની પ્રભાવક નિશ્રામાં રહેવા મારું મન ઘણા સમયથી ઝંખી રહ્યું હતું. મારી આ ઝંખના વિ. સં. ૨૦૩૧ ની સાલમાં પૂરી થઈ. જે ક્ષેત્રમાં પૂરી થઈ તે ક્ષેત્ર હતું એકાન્ત, શાન્ત, સાધનાને યોગ્ય રાતા મહાવીરજી તીર્થ. તે સમય ચિત્ર માસની શાશ્વતી ઓળીનો. પૂ. પંન્યાસજી ભગવંતની પુણ્ય નિશ્રામાં ચાલતી શ્રી નવપદજીની આરાધનાના ધન્ય પ્રસંગે પ્રાપ્ત થયેલા આ સુઅવસરથી મને અતીવ આનંદ થયો. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં શ્રી નવપદજીની સુંદર આરાધના કરવા સાથે તેઓશ્રીના ગુણવૈભવને વિશેષ પરિચય કરવાને સેનેરી અવસર મળતા, તેઓશ્રીની સેવાને વધુને વધુ લાભ લેવા મન સમુત્સુક બન્યું.
સહ ચાતુર્માસને અપૂર્વ લાભ ચિત્રી ઓળીની આરાધના નિર્વિદને પૂર્ણ થયા પછી શેષ કાળમાં પણ તેઓશ્રીની સેવામાં રહેવાને લાભ મળે. એટલું જ નહિ, પણ ત્યાર પછી ૨૦૩૧નું ચાતુર્માસ બેડા ( રાજસ્થાન) માં અને વિ. સં. ૨૦૩૨નું ચાતુર્માસ લુણાવા (રાજસ્થાન) માં તેઓશ્રીની પ્રભાવક નિશ્રામાં જ કરવાની અમૂલ્ય તક મળી.
અનેક માસના આ લાંબા સહવાસથી મને તેઓશ્રીમાં રહેલા નમ્રતા, ઉદારતા, ક્ષમા, નિખાલસતા, ગંભીરતા, અનુકંપા, કરુણા, ગુણગ્રાહકતા, સમતા, પરોપકાર–પરાયણતા વગેરે અનેક ગુણે સાવ નજીકથી નિહાળવા અને અનુભવવા મળ્યા. તેના પ્રભાવે તેઓશ્રી પ્રત્યેના મારા આદરમાં વૃદ્ધિ થઈ.
શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતે પ્રત્યેને તેઓશ્રીને અનન્ય સમર્પણભાવ જોઈને ભલભલા ચિંતકે પણ મુગ્ધ થઈ જતા અને જીવનમાં નમસ્કાર સાધનાનું અમીપાન કરવાના મરથ સેવનારા થતા અનેક જિજ્ઞાસુ સાધકે, ચિંતકે, સાક્ષરો તેમજ શ્રમના આધ્યાત્મિક દેહને ઘડવામાં તેઓશ્રીને ફાળે અસાધારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org