________________
ગ્રન્થરૂપે શ્રી તીર્થકર ભગવાન પૂ. પંન્યાસજી ભગવંતના ઉપકારક સૂચન અનુસાર “નમસ્કાર સ્વાધ્યાય' પુસ્તક મેળવવા માટે પ્રસિદ્ધ જ્ઞાન ભંડારોમાં તપાસ કરાવી. લગભગ દોઢ મહિનાના પ્રયાસ પછી જે દિવસે એ ગ્રન્થ પ્રાપ્ત થયા, તે દિવસ પણ મારા માટે અતિ આનંદમય બની ગયો.
પરમ કૃપાળુ પરમાત્મા અને અસીમ ઉપકારી ગુરુદેવનું વિનય બહુમાનપૂર્વક સ્મરણ વંદન કરી ગ્રન્થનું વાંચન શરૂ કર્યું. એકવાર સાવંત વાંચી ગયે, તેનાથી ધ્યાનવિષયક કેટલીક જિજ્ઞાસા સંતોષાઈ. આજ સુધી કયાંય જિજ્ઞાસા જાણવા કે સાંભળવા મળ્યું ન હતું, એવું ધ્યાન વિષયક અદ્દભુત અને રહસ્યપૂર્ણ વર્ણન વાંચતાં આત્મા અસાધારણ આનંદમાં તરબોળ થઈ ગયે, તે ધન્ય ક્ષણે, મને ફરી એ વાતની પ્રતીતિ થઈ કે–ખરેખર! શ્રી જિનશાસન એક પરિપૂર્ણ અને સર્વાગ સમૃદ્ધ ધર્મ શાસન છે. અને તેમાં દયાન, યોગ કે અધ્યાત્મવિષયક બધી જ સાધના અને સિદ્ધિઓનું નિદર્શન થયેલું છે?—જરૂર છે માત્ર આપણામાં તેની સાચી જિજ્ઞાસાને જાગૃત કરવાની અને આગમ ગ્રન્થમાં છુપાયેલા એ રહસ્યમય ગૂઢ સંકેતને જાણવા સમજવા તેમજ અનુભવવા માટે યથાર્થ દષ્ટિ અને પાત્રતા કેળવવાની, “ધ્યાન વિચાર ના પ્રાથમિક વાંચનથી આનંદવિભોર બનેલા મારા આત્મામાં એ અપૂર્વ ભાલ્લાસ ઉત્પન્ન થયે કે જાણે એ ગ્રન્થરૂપે સાક્ષાત્ શ્રી તીર્થંકર પરમાત્મા સામે પધાર્યા હોય અને ધ્યાન યોગના વિષયમાં કઈ અદ્દભુત પ્રેરણાને દિગંતવ્યાપી પ્રકાશ પાથરી રહયા હોય! જ્ઞાની ભગવંતે એ સાચું જ
કહ્યું છે.
“જિનવર જિન-આગમ એક રૂપે, સેવતાં ન પડો ભવ”
તાત્પર્ય કે શ્રી જિનાગમને શ્રી જિનેશ્વર દેવ તુલ્ય માની, સ્વીકારી, માથે ચઢાવી તેની ત્રિવિધ સેવા કરનારો આમા, સંસારથી મુક્ત થઈને મુક્તિપુરીમાં સિધાવે છે. તાત્વિક દૃષ્ટિએ આગમ એ શ્રી જિનાજ્ઞારૂપ હોવાથી એ શ્રી જિનેશ્વર ભગવાન જ છે. આવી બુદ્ધિ એ સદ્દબુદ્ધિ છે તેના બળે બદ્ધ આદિ સર્વ કર્મોને ધ્વંસ થાય છે. સાચું જ કહ્યું છે કે
'शास्त्रे पुरस्कृते तस्माद्, वीतराग : पुरस्कृत :।
પુરે પુનરિમન, નિયમાનૂ સર્વસિસ ” (પોશ). અર્થાત્ શાસ્ત્રને જે આગળ કરે છે, તે હકીકતમાં વીતરાગ પરમાત્માને જ આગળ કરે છે, જ્યાં વીતરાગ પરમાત્માને આગળ કરાય છે, ત્યાં નિશ્ચયથી સર્વ પ્રકારની સિદ્ધિઓ છે.
અપાર કરુણદષ્ટિ પરાર્થ વ્યસની શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞામાં પિતાના અહંને ઓગાળી નાંખનારા મહાત્મા પુરુષે દૂર-સુદૂર રહ્યા-રહ્યા પણ ઉપકાર કરતા હોય છે એ હકીકતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org