________________
276
Dr. Charlotte Krause : Her Life & Literature
શકાય તેમ નથી. અસ્તુ ! તે સિવાય આ આચાર્યની કોઈ પણ બીજી ગુજરાતી કૃતિ હજુ સુધી જાણવામાં આવી હોય તેમ દેખાતું નથી.
આવા સંજોગોમાં હમણાં જ શ્રી સિંદિયા ઓરિએંટલ ઇન્સ્ટિટ્યૂટની સ્તવનો અને સાયોના સંગ્રહની એક હસ્તલિખિત પ્રતમાં “શ્રીહેમવિમલસૂરિકૃત તેર કાઠીયાની સક્ઝાય” નામની જે ગુજરાતી કૃતિ હસ્તગત થયેલી છે તેને ખરેખર મહત્ત્વની વસ્તુ સમજવી જોઈએ.
પ્રસ્તુત પ્રતનો નંબર ૫૦૯૭ છે. તેના ૪%”x૧૦” ના દેશી કાગળના ૧૧ પત્રો છે. હરેક પત્ર ઉપર કાળી શાહીથી સાધારણ દેવનાગરી લિપિની ૧૫ લીટીઓ લખેલી છે. માત્ર અંતિમ પત્રનું એક પૃષ્ઠ ખાલી છે. અંતમાં નિમ્નલિખિત લહિયા પ્રશસ્તિ છે :
"सं. १८४६ रा वेसाष वद ९ शनिवारे साकथली नगरे सांतीनाथजी प्रसादात् पं. मोजीजी वांचनार्थ श्री श्री श्री लिषतं हरिविजय श्री श्री श्री ।"
પ્રતનું પહેલું પત્ર ખોવાઈ ગયું છે. પ્રસ્તુત સઝાય પત્ર ૮ પર લખેલી છે. તેના અંતમાં ‘રૂતિ સક્લાય' આટલો જ ખુલાસો છે. કવિતા આ પ્રમાણે છે :
તેર કાઠીયાની સઝાય પ્રણમું શ્રીગોતમ ગણધાર, બિજો સુહ ગુરુ તણો આધાર ! તેર કાઠીયા જિનવર કહ્યા, વિવર કહું, સુણો આમ થયા એ ૧ પહિલ આલસ આણે અંગ’, મોડે કાયા નવ નવ ભંગ ! જાઉં જાઉં કરતાં આલસ થયે, ધર્મ કામ આલસે રહ્યો છે ૨ બીજો સબલ મોહ કાઠીઉં, પુત્ર કવિત્ર ધન વિટી રહ્યો છે મોહજાલ બાંધ્યો ઘર રહે, થયો અસુર પછે ઇમ કહે છે ૩ છે તીજે અવજ્ઞાની ચિતવે, કિસ્યાં દેવ ગુરૂ સુષ ઇન લવે ! જોરૂ લીએ તો સુષ પાઈએ, તિહાં જઇ પોટી સું થાઇએ ૪ . ચોથું થાનીક મોટીમ કરે, જીણ જણ વ્રત વંદણ કુણ કરે છે અહંકાર પુર્યો તડફડા, દેવ ગુરૂ વંદણ ગાઢો અડે . પ . પાંચમે ક્રોધ વસે મન ધરે, અમને કી નવી આદર કરે ! રીસે ધર્મ ઠામ નવી ગયો, કાલે ગુરૂ ધર્મલાભ નવી કહ્યો છે. ૬ છઠે ઠામેં ઘણો પ્રમાદ નિદ્રા વિકથા કરે વિવાદ | ધન કારણ હીમેં ઝલફલ્યો, ષેત્રપાલરા વાહણને મીલ્યો . ૭ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org