________________
286
Dr. Charlotte Krause : Her Life & Literature
વિદ્યમાન હતું. એ વાત સ્થાન અને સમયને અનુકૂલ જ ગણવી જોઈએ.
આ “પ્રમદ પાર્શ્વનાથ” પ્રતિમાનું અસ્તિત્વ એક સંસ્કૃત સ્તવનથી જ્ઞાત થાય છે, જે પૂજ્ય શ્રીહરિભદ્રસૂરિ દ્વારા વિરચિત સુપ્રસિદ્ધ “સંસારદાય-સ્તુતિ” ની પાદપૂર્તિનું રૂપ ધારણ કરે છે. આ “પ્રમદ પાદવાસ્તવન” પૂજ્યપાદ સ્વ. આચાર્યશ્રી વિજયધર્મ સૂરીશ્વરજી દ્વારા સંપાદિત “જૈન સ્તોત્રસંગ્રહ' ના પ્રથમ ભાગમાં પ્રકાશિત થયું હતું જે આજે અલભ્ય છે, બિંબ સંબંધીના ઉલ્લેખો ઉક્ત સ્તવનના પહેલા અને છેલ્લા પદ્યમાં મળે છે, જે આ પ્રમાણે છે :
श्रेयो दधानं कमलानिधानं, पार्श्व स्तवेऽहं प्रमदाभिधानम् । श्वः श्रेयसश्रीसहकारकीरं संसाददावानलदाहनीरम् ॥ १ ॥ तथा इत्थं श्रीपार्श्वदेवत्रिभुवनविजयी जैनभद्राहिसेवः,
... श्रीसिद्धान्तप्रभोद्यद्विनयनतमुनि नचन्द्रो वितन्द्रः । श्रीमच्छीमण्डपप्रागुदयगिरिशिरोममण्डनं जीवराजी
राजीवोल्लासहेतुः प्रदिशतु कुशलं श्रेयसे श्रीविलासम् ।। १७ ।। એટલે ? પાર્શ્વનાથને સ્તવું છું જે શ્રેયના આપનાર, લક્ષ્મીનું નિધાન, પ્રમદ નામધારી સુખ અને વૈભવ દાવાનલના દાહને માટે જલ સમાન છે.
તથા : એવી રીતે જ ત્રણે લોકોમાં વિજયી છે. જેમના પગ જૈનો દ્વારા ( શ્લેષઃ જિનભદ્રના શિષ્ય દ્વારા) સેવિત છે, જેમની આગળ મુનિજનો સિદ્ધાન્તના પ્રભાવથી ઉત્પન્ન થયેલ વિનયપૂર્વક કરે છે ( શ્લેષ : જે મહાત્માની આગળ ઉદિત વિનયપૂર્વક સિદ્ધાન્તરુચિ નમન કરે છે), જે જૈનોને માટે ચંદ્ર સમાન છે (શ્લેષ : જે જિનચંદ્રના ગચ્છાતિ સમયમાં વિદ્યમાન છે), જે આલસ્યથી રહિત છે, જે દોલતથી ભરેલા શ્રીમંડપગઢ (શ્લેષ : લક્ષ્મીના તંબુ) ના પહેલા ઉદયગિરિના શિરોભૂષણરૂપ છે, જે જીવરૂપી નીલકમળને માટે ઉલ્લાસનું કારણ છે, તેવા શ્રી પાર્ષદેવ શ્રીનો સારો વિલાસ શ્રેયને માટે પ્રદાન કરો.૧૭.
આ સ્તવનને કેટલેક સ્થળે શ્રીજિનચંદ્રસૂરિની કૃતિ બતાવવામાં આવેલ છે પરતું મારા નમ્ર મત પ્રમાણે તેના કવિ કેવલ શ્રી સિદ્ધાન્તરુચિ હોઈ શકે, કારણ કે એમનું નામ છેલ્લા પદ્યમાં “સિદ્ધાન્તપ્રમ” આ શ્લેષમાં રહેલું છે. જે “સિદ્ધાન્તરુચિ” નો ઠેઠ પર્યાય છે. એટલું જ નહીં પરંતુ તે આ જ કવિ દ્વારા વિરચિત “જયરાજપુરીય પાર્શ્વજિન સ્તવન માં આવેલા “સિદ્ધાન્તાધિય” આ શ્લેષનું પણ સ્મરણ કરાવે છે, જેમાં કવિએ પોતાનું નામ તદન સદશ ઢંગથી પ્રકટ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org