________________
સમીક્ષા* જૈન ધર્મગુરુઓને પૂજારી તરીકે ઓળખાવ્યા!
[ અમેરીકાના ચીકાગો શહેરમાંથી પ્રગટ થતા જગપ્રસિદ્ધ અઠવાડિક ‘ટાઈમ' નામના પત્રમા, થોડા સમય અગાઉ અમદાવાદના દેરાસરોમાં કામ કરતા પૂજારીઓએ પગારં, હકક રજા વગેરે ખાખતોનો વિરોધ દર્શાવ્યો હતો તે અંગેના સમાચારો આ અઠવાડિક પત્રના એક રિપોર્ટરે પૂજારી” ને “ધર્મગુરુ' તરીકે દર્શાવી સમાચાર છાપ્યા છે. તેણે જૈન સમાજમાં સનસનાટી ફેલાવી દીધી છે. ખબર આ ગ્વાલિયરમાં વસતા જૈન ધર્મ અપનાવતાર ડા. મીસ શાઊંટે ક્રાઉઝે ( શ્રી સુભદ્રા દેવી ) એ વાંચી તે અઠવાડિકના તંત્રીને સુધારો છાપવા મોકલ્યો છે. તે “ટાઈમ' પત્રમાં આવેલું લખાણ અને ડા. ક્રાઉઝેએ તે પત્રના પ્રકાશકને પ્રતીકારાત્મક જવાબ આપ્યો છે. બંને લખાણો અંગ્રેજીમાં છે. તેનો અનુવાદ નીચે આપવામાં આવે છે. આ બન્ને પત્રો વાંચી જૈન સંસ્થા તેમજ કાર્યકરોએ યોગ્ય વિરોધ અમેરીકાના તેમના સરનામે જણાવવા વિનંતિ છે. ].
પશ્ચિમ હિંદુસ્તાનમાં આવેલા અમદાવાદ શહેરમાં ૧૦૦ જૈન મંદિરો છે, જેમાં ભગવાન અને ભક્તો વચ્ચે ૬૦૦ જેટલા ધર્મગુરુઓ ( Priest) કામ કરે છે. તેઓનું જીવન ઘણું કઠણ અને પવિત્ર હોય છે. તેઓ ધાર્મિક પ્રાર્થનાઓ મંદિરમાં કરે છે. મંદિરની તિજોરી સાચવે છે. તેઓ બીડી પીતા નથી, તેમજ દારૂ પીતા નથી. પતંગિયાં દીવામાં પડીને મરી ન જાય તેટલા માટે સૂર્યાસ્ત પહેલાં જમી લે છે, અને એને શ્વાસ લેતા જીવજંતુઓ મરી જાય એટલા માટે આ લોકો શ્વેતવસ્ત્ર (મુહપત્તિ ) થી મોટું ને નાક ઢાંકી દે છે. તેમનો પગાર એક મહિનાનો પાંચ ડોલર (લગભગ રૂ. પચીશ) થી કદી વધારે હોતો નથી.
બિનધાર્મિક રાજ્યની અસર હવે અમદાવાદમાં પણ પહોંચવા લાગી છે. કેટલાક જૈન ધર્મગુરુઓએ હમણાં તાજેતરમાં અમદાવાદમાં જાહેરમાં માર્ક (મુહપત્તિ) છોડી નાખી છે ને રેસ્ટોરાની અંદર ખાવાપીવાની પણ શરૂઆત કરી દીધી * Published in “Śrī Jaina Satya Prakāśa”, Ahmedabad, Arka 4,
pp. 74-75.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org