________________
310
Dr. Charlotte Krause : Her Life & Literature
કામ અંગે રાએલા નોકરો છે. આ નોકરો હમેશાં જૈનેતર જ હોય છે. સૂર્યાસ્ત પછી ન ખાવું, ઘનનો પરિગ્રહ ન રાખવો વગેરે આચારો જૈન ધર્મગુરુઓના જ છે. આ આચારોની સાથે મંદિરના નોકરોને જરા પણ લેવાદેવા નથી. વળી, જૈન ધર્મગુરુઓને મંદિરની નોકરી સાથે કોઈ જાતનો સંબંધ જ નથી. તેઓ તો બહુ પવિત્ર જાવન ગાણે છે. સમાજ તેઓના પ્રત્યે ખૂબ બહુમાનની દષ્ટિથી જુએ છે. પગારદાર નોકરોને જોન ધર્મગુરુઓ તરીકે વર્ણવવા એ તમારા રિપોર્ટરની ગંભીર ભૂલ છે. ધનના ત્યાગી ધર્મગુરુઓ પગારની માગણી કરે તેવું લખાણ વાંચી શ્રીમંત જૈનો ખળભળી ઊઠ્યા છે. આ પ્રમાણે તમારો ખબરપત્રી સત્યને વેચીને પણ લોકોમાં સનસનાટી ફેલાવવાં અચકાતો નથી. તમોએ જે જૈન ધર્મગુરુનો ફોટો છાપેલ છે તે જૈનસાધુનો જ ફોટો છે, તે મંદિરના નોકરનો નથી અને આ ફોટો તો મંદિર તથા મૂર્તિને નહીં માનવાવાળા સ્થાનકવાસી સંપ્રદાયના સાધુનો જ છે, ફેટામાં મોઢે જે મુહપતિ બાંધેલી છે તે પણ બતાવે છે કે આ ફોટો સ્થાનકવાસી સાધુનો છે. કારણ કે મૂર્તિપૂકજક સંપ્રદાયના સાધુઓ મોટે ભાગે મુહપત્તિ બાંધતા જ નથી. પણ માત્ર બોલવું હોય ત્યારે મોઢા આગળ હાથમાં મુહપત્તિ રાખે છે. તમારા ખબરપત્રીએ આ મુહપત્તિને મુખકોષરૂપે માની લીધી છે, જે મુખ કોષ પૂજા કરતી વખતે મુખ આગળ બાંધવામાં આવે અને આ મુખકોષને પૂજા કર્યા બાદ છોડી નાખવામાં આવે છે. આનો અર્થ તમારા ખબરપત્રીએ એ કયો છે કે જૈન સાધુઓ હવે જાહેરમાં મુહપત્તિ છોડી નાચવા લાગ્યા છે, તે સૂચવે છે કે આવી રીતે સંતપુરુષોની ખોટી બદનામી કરીને લોકોમાં ખળભળાટ મચાવવાનો આશય દેખાઈ છે. જેના વિષે ઘણી જ ગેરસમજ ચાલે છે તે હિંદુસ્તાન દેશ વિષે તેઓ પ્રામાણિક સમાચાર મેળવી શકચા નથી. તે તમારા જગપ્રસિદ્ધ છાપા માટે ઘણું દયાજનક ગણાય. મને આશા છે કે, અમારા સુધારાને તમારા છાપામું પ્રસિદ્ધિ આપવાનું સૌજન્ય દિખાવશો.
C. Krause, Ph. D. Research Professor in Indology
( સુભદ્રાદેવી )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org