________________
શ્રી શ્રીસારવાચકવિરચિત શ્રી ફલવદ્ધિ પાર્શ્વનાથ સ્તુતિ*
(૧) પ્રતો નીચે પ્રકાશિત, ભક્તિરસભીની શ્રી ફલવદ્ધિ પાર્શ્વનાથ સ્તુતિનો ઉલ્લેખ, શ્રી મોહનલાલ દ. દેશાઈકૃત “જૈન ગુર્જર કવિઓ' માં (ભાગ ૧, પૃ. ૫૩૯, અને ત્રીજો ભાગ, પૃ. ૧૦૩૧ ), અને તેઓશ્રીએ વિરચિત “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ માં (પેરા ૮૮૪), તથા શ્રી અગરચંદ તથા ભંવરલાલ નાહટાકત “પુત્રધાન નિદ્રસૂરિ'માં (પૃ. ૨૦૭ ) આપવામાં આવ્યો છે. ત્યાં ઉલિખિત પ્રતોને છોડીને આ સ્તુતિની બે અધિકતો ઉજ્જૈનના શ્રી સિંદિયા
ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં મળી આવી છે. કે જેઓના આધાર પર આ સ્તુતિ નીચે પ્રકાશિત કરવામાં આવે છે. આ બે પ્રતોની વિગત આ છે –
૧. પ્રત “અ” એટલે નં. ૬૫૭૦ (૧ પત્ર). લહિયાની પ્રશસ્તિ નિમ્નલિખિત છે –
___“इति श्रीफलवर्द्धि पार्श्वजिन छंदबद्ध स्तुति समाप्त ।। गणि तत्त्वविजय लखितं छथ्योआ मध्ये का. व. ४ दिने।" ।
પ્રત લખ્યાનો સંવત આપેલો નથી, પણ ઓછામાં ઓછી ૧૫૦ વરસની હોવી જોઈએ. લખવાની શૈલી “ગવાલિયોરી' અને ઊર્ધ્વમાત્રાની છે. તેમાં કેટલીક અશુદ્ધિઓ છે અને અગિયારમા પદ્યનો ઉત્તરાર્ધ મલતો નથી.
૨. પ્રત “બ' એટલે નં. ૬૫૭૮ ( ૨ પત્ર). આની લહિઆની પ્રશસ્તિ નિમ્નલિખિત છે –
"इति श्रीफलवृध पार्श्वनाथजीको छंद संपूर्णः लषितं रिष गंगाराम समत १८६७ वर्षे मती वैशाख वदी ४ सौमे-प्रतापगढ मध्ये।"
આ પ્રત પ્રચલિત શૈલિમાં અને “ઊર્ધ્વમાત્રા'થી લખાએલ છે. અક્ષર સુંદર છે અને શુદ્ધિ સાધારણતઃ ઠીક છે; માત્ર કોઈ કોઈ સ્થાનમાં લહિયા ઋષિ ગંગારામે, કે જેમના હાથની થોડી ઘણી બીજી પ્રતો પણ સિંદિયા ઓરિએન્ટલ * Published in “Śri Jaina Satya Prakāśa”, Ahmedabad, Varșa 11,
Anka4, pp. 138-142.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org