________________
294
Dr. Charlotte Krause : Her Life & Literature
(१४) फलवर्द्वि पार्श्वनाथ स्तुति (૨૫) ગૌતમ9છી સ્તવન (१६) जिनप्रतिमा-स्थापन स्तवन (१७) आदिनाथ स्तवन
શ્રી નાહટાજીના કથનાનુસાર આ કવિ દ્વારા વિરચિત બીજાં સ્તવનો આદિ પણ છે.
શ્રી દેશાઈજીએ પ્રકાશિત શ્રીસારની કૃતિઓની પ્રશસ્તિઓથી વિદિત થાય છે કે આ કવિની સાધુપરમ્પરા ખરતરગચ્છની ખેમાશાખામાં અંતર્ગત છે, કે જે દાદા શ્રી જિનકુશલસૂરિના પ્ર-પ્રશિષ્ય, આબાલગોપાલમાં પ્રસિદ્ધ ગૌતમરાસના કર્તા શ્રી જિનપ્રભસૂરિના પ્રશિષ્ય અને શ્રી વિજયતિલકસૂરિના શિષ્ય શ્રી ક્ષેત્રકીર્તિ વાચકથી ચાલી આવી છે. તે જ ખેમાશાખામાં શ્રી સહજકીર્તિકૃત “શત્રુંજયમાહાભ્ય રાસ' (જે. ગુ. ક. ભાગ ૧, પૃ. ૫૨૫) અનુસાર શ્રી રતસાર થયા, જેમના શિષ્ય શ્રીરનહર્ષ વાચક હતા. આ રતવર્ષ વાચકના ત્રણ શિષ્યો હતા, ( ૧) શ્રી હેમનંદન કે જેઓ સં. ૧૬૮૧ થી ૧૬૮૮ ના દરમ્યાન રચાએલ કૃતિઓ દ્વારા પ્રસિદ્ધ શ્રી સહજકીર્તિના ગુરુ હતા, (૨) શ્રી હેમકીર્તિ અને, (૩) પ્રસ્તુત કવિ શ્રી શ્રીસાર.
કવિ શ્રીસારની સાહિત્યપ્રવૃત્તિના સમયનો પહેલો ભાગ ખરતરગચ્છની મુખ્ય શાખાના બીજા જિનરાજસૂરિના ગચ્છાતિ-જમાનામાં (સં. ૧૬૭૪-૧૯૯૯) સમાયેલ છે, કે જે ખરતરગચ્છના ૧૧ ગચ્છભેદોમાંના ત્રણ ભેદોથી અંકિત છે. આ ત્રણ ભેદો થાયા પહેલાં, અર્થાત્ આઠમો ભેદ થતાં સં. ૧૬૮૬ માં શ્રી જિનસાગરસૂરિની શાખા, તથા નવમા અને દસમા ભેદ સં. ૧૭૦૦ માં થતાં શ્રી રંગવિજયની અને શ્રીસારીયા શાખા નિકલ્યા પહેલાં, સં. ૧૬૮૧ માં શ્રીસારે આ જિનરાજસૂરિનો રાસ રચ્યો છે, કે જેમાં તેઓ વારંવાર શ્રીજિનરાજસૂરિને અને તેમના ભવિષ્યના પ્રતિસ્પર્ધ્વ શ્રી જિનસાગરસૂરિને બન્નેનેય “ગુરુ' તરીકે સંબોધિત કરે છે (જુઓ શ્રી નાહટાજી દ્વારા સંપાદિત આ રાસ પૃ. ૧૬૯-૧૦૧, પદ્ય ૮, ૧૦, ૧૨, ૧૪, અને ઢાલ ૧૧, પદ્ય ૧, ૧૦), અને પોતાની જાતને શ્રી જિનરાજસૂરિના “સેવક' તરીકે ઓળખાવે છે (પૃ. ૧૭૦, ઢાલ ૧૧, પદ્ય ૩.)
આ જિનરાજસૂરિ (ભૂતપૂર્વ મુનિ રાજસમુદ્ર) પોતાની સાહિત્યપ્રવૃત્તિ અને પ્રતિષ્ઠાલેખો અનુસાર એક મહાન્ વ્યક્તિ હતા. ખરતરગચ્છની મુખ્ય શાખા આગળ ચલાવનાર એમના પટ્ટધર શ્રી જિનરત્નસૂરિ ઓછી પ્રસિદ્ધિમાં આવ્યા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org