________________
કંઇક શંખેશ્વર સાહિત્ય*
ઉજ્જૈન નગરીનું નામ પ્રાતઃસ્મરણીય શ્રી અવંતિસુકુમાલ, પ્રૌઢપ્રતાપી શ્રી સિદ્ધસેન દિવાકર, તેજસ્વી શ્રી કાલકાચાર્ય, શાસનપ્રભાવક મહારાજા સંપ્રતી, અને શ્રી વિક્રમાદિત્યનાં ચરિત્રોના નિમિત્તથી જૈનોને અતિપરિચિત અને આદરણીય છે. આ નગરી આજે શ્રીમંત સિંધિયા સ૨કા૨ના ગ્વાલિયર રાજ્યનું બીજું શહેર છે. ભૂતકાલના યશસ્વી સાહિત્યના પૂજાસ્થાન રૂપે ત્યાં કેટલાંક વર્ષોથી પ્રાચીન હસ્તલિખિત ગ્રંથેાનું એક સરકારી સંગ્રહાલય વિદ્યમાન છે જે શ્રી સિંધિયા ઓરિએંટલ ઇન્સ્ટિટ્યૂટના નામથી પ્રસિદ્ધ છે. આ સંસ્થાના આશરે ૭૫૦૦ ગ્રંથોમાંનો એક નાનકડો અંશ જૈન ગ્રંથો છે, જેઓમાં કંઈક એવી વસ્તુઓ મળી આવી છે કે જે વિદ્વાનોનું લક્ષ્ય આકર્ષિત કરે.
પૂજ્યપાદ શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ દ્વારા વિરચિત ‘શંખેશ્વર મહાતીર્થ’ નામના સુન્દર અને ઉપયોગી પુસ્તકનું નિરીક્ષણ કરતી વખત વિદિત થયું કે શ્રી સિંધિયા ઓરિએંટલ ઇન્સ્ટિટ્યૂટના સંગ્રહમાં મલી આવેલું કેટલુંક શંખેશ્વર પાર્શ્વનાથના સંબંધનું સાહિત્ય ઉપર્યુક્ત પુસ્તકમાં વિદ્યમાન નથી. તેમા નિમ્નલિખિત ચૈત્યવંદન અને સ્તવનો છે, જેઓમાંનાં કેટલાંક એવાં છે કે જે આધુનિક રુચિના હિસાબે પણ ગેય અને મનેારંજક લાગે.
પહેલી કવિતા નિર્ણામક છે, જ્યારે બીજી અને ત્રીજી કવિતાના એક જ કર્તા શ્રી હમીરવિજયજીના શિષ્ય શ્રી ઉત્તમવિજયજી છે, અને ચોથી તે જ ઉત્તમવિજયજીના શિષ્ય શ્રી મોહનવિજયજીની કૃતિ લાગે છે. પાંચમી અને છઠી કવિતા પ્રસિદ્ધ ભક્તકવિ શ્રી જિનસુખસૂરિની કૃતિઓ છે, અને સાતમી કવિતા શ્રી ઉદયરતના નામથી અંકિત છે. આ સ્તવન મારવાડી ભાષાના પ્રયોગોથી અને શ્રૃંગા૨રસ-અધિવાસિત અલંકારોથી શોભિત છે. આ વિશેષતાથી અનુમાન થાય છે કે આ કવિ એ જ ઉદયરત હોવા જોઈએ કે જેમની પ્રસિદ્ધ કવિતાઓ સં. ૧૭૪૯ થી ૧૭૯૯ સુધી રચાએલ મલે છે, અને જેમને–એમની કેટલીક કૃતિઓ શ્રૃંગા૨-રસથી
*
Published in “Śri Jaina Satya Prakāśa”, Ahmedabad, Varsa 11, Anka 3, pp. 73-80.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org