________________
Māņdavagadhanā : Śri Pramadapārsvadeva
287
આ જ પદ્યના બે અન્ય શ્લેષોમાં એટલે “જૈનભદ્રાદિસેવઃ” અને “જૈનચન્દ્રો” આ શબ્દોમાં કવિના ગુરુ શ્રીજિનભદ્રસૂરિ અને તે સમયના ખરતરગચ્છાધિપતિ શ્રી જિનભદ્રસૂરિનાં પણ નામો સૂચિત કરવામાં આવ્યાં છે.
આચાર્ય શ્રીજિનભદ્રસૂરિ ખરતરગચ્છના પંચાવનમા અધિપતિ હતા. એમનો જન્મ સં. ૧૪૫૦ માં, સૂરિપદ સં. ૧૪૭૫ માં, અને સ્વર્ગવાસ સં. ૧૫૧૪ માં થયો હતો. એમના ઘણા પ્રતિષ્ઠાલેખો સં. ૧૪૭૯ થી સં. ૧૫૧૨ સુધીના ઉપલબ્ધ છે. જેસલમેરની સં. ૧૪૯૭ ની “સંભવનાથ મંદિર પ્રશસ્તિથી જ્ઞાત થાય છે કે એમના હાથે મંડપદુર્ગમાં કોઈ જિનબિંબની પ્રતિષ્ઠા થઈ હતી.
માંડવગઢના જૈન સંઘ સાથે એમનો વિશેષ સંબધ હતો. તે ત્યાંના શ્રીમાલકુલ અને સોનગરા વંશના, પ્રસિદ્ધ શ્રાવકો બાહડપુત્ર શ્રી મંડન અને તેમના પિત્રાઈ દેહડપુત્ર શ્રી ધનદના ઈતિહાસથી પણ જણાય છે. બન્ને એક પ્રાચીન મંત્રીકુટુંબમાં ઉત્પન્ન થયેલા શ્રીમંતો અને કવિઓ હતા. શ્રી મંડનનાં ૧૦ કાવ્યો, ચંપૂ ઇત્યાદિ કૃતિઓનાં નામો પ્રસિદ્ધ છે. તેમાંની ૯ કૃતિઓ સં. ૧૫૦૪ માં માંડુમાં લખેલી એક પ્રતમાં ઉપલબ્ધ અને અંશતઃ પ્રકાશિત છે. શ્રી ધનદે સ્વયં સં. ૧૪૯૦ માં રચેલી શકત્રયી, એટલે શૃંગાર, નીતિ અને વૈરાગ્યશતક ઉપલબ્ધ અને પ્રકાશિત છે. નીતિશતકમાં શ્રી જિનભદ્રસૂરિનું નામ કવિના ગુરુ તરીકે ભક્તિપૂર્વક લેવામાં આવ્યું છે. તે સિવાય કવિ મહેશ્વર કૃત “કાવ્ય મનોહર નામક મંડનના જીવનવૃતાંતમાં પણ ( રચનાકાલ સં. ૧૫૦૪ ની પૂર્વ) આ આચાર્યની સ્તુતિમંડનના કુલગુરુ તરીકે કરવામાં આવી છે.
સં. ૧૫૦૩ માં લખેલી “શ્રી ભગવતીસૂત્ર' ની એક પ્રતની પુષ્મિકામાં આ આશયનો નિર્દેશ છે કે મંડપના તેજ સંધપતિ મંડને પોતાના ભાઇ શ્રીઘનરાજ (ધનદ) ઇત્યાદિ કુટુંબીજનો સહિત એક સંપૂર્ણ સિદ્ધાન્ત ગ્રંથસંગ્રહ શ્રીજિનભદ્રસૂરિની ઉપદેશથી લખાવ્યો હતો, જેમાંની તે એક પ્રત છે.
પટ્ટાવલીઓ પ્રમાણે શ્રી સિદ્ધાન્તરુચિ એ જ જિનભદ્રસૂરિના ૧૮ પ્રસિદ્ધ શિષ્યોમાંના એક હતા.
શ્રી જિનચંદ્રસૂરિ ખરતરગચ્છના સત્તાવનમા અધિપતિ હતા. ખરતરગચ્છમાં આ નામના અનેક અધિપતિઓ થયા છે. તેઓમાં આપ પાંયમા જિનચંદ્રસૂરિ અને જિનભદ્રસૂરિના પટ્ટધર થાય છે. એમનો જન્મ સં. ૧૪૮૭ માં, સૂરિપદ સં. ૧૫૧૫ માં અને સ્વર્ગવાસ સં. ૧૫૩૭ માં થયો હતો. એમના જે પ્રતિષ્ઠાલેખો ઉપલબ્ધ છે તે સં. ૧૫૧૯ થી ૧૫૩૪ સુધીના છે. તેમાંના બે માંડવગઢના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org