________________
માંડવગઢના : શ્રીપ્રમદપાર્ષદવ*
સુરમ્ય માલવભૂમિમાં આર્ય સંસ્કૃતિની એક ઉત્કૃષ્ટ પુષ્યરૂપી શિલ્પકળા અલાઉદ્દીન ખિલજીના આક્રમણની ભયંકર કાલરાત્રિમાં નષ્ટભ્રષ્ટ થઈ હતી. માંડવગઢના પ્રૌઢ મંદિરોના સ્થાને વેરાન વગડો ફેલાયો હતો.
એક અંધકારમય સદી વીતી. માલવાના ગોરી અને ખિલજી સુલતાનોંના રાજ્યકાળનું પ્રભાત ઊગ્યું. નવીન રાજ્યવૈભવ ચમકવા લાગ્યો. જ્ઞાન, વિજ્ઞાન, કાવ્ય, સંગીત, નૃત્ય, સ્થાપત્ય અને શિલ્પકળા પુનર્જીવિત થયાં. માંડુના પેલા ખંડિયેરોમાંથી જબરા મહેલો, મસજિદો અને મકબરાઓ બનાવા લાગ્યા, જેના પ્રચંડ અવશેષો આજે પણ પ્રવાસીઓના વિસ્મયનું કારણ બની રહ્યા છે. સાહસિક સુલતાન હોશંગશાહે માંડુને જ માલવાની રાધાની બનાવી અને તેના પુત્ર મુહમ્મદ ગોરીએ એને મમત્વભરેલું અર્થસૂચક શાદિયાબાદ' નામ લાગુ કર્યું, જે ઠેઠ મોગલ સમ્રાટોના સમય સુધી માંડવગઢ, મંડુ અને મંડપ નામો સાથે ઉપયોગમાં આવતું રહ્યું.
- ભૂતપૂર્વ હિંદુ રાજાઓના રાજમંત્રપ્રવીણ કુલપરંપરાગત હિન્દુ અને જૈન સચિવો તે સુલતાનોની સેવામાં પ્રવિષ્ટ થવા લાગ્યા. તેમના સમયાનુકૂલ સંરક્ષણમાં આર્યધર્મો પણ ફરીવાર પ્રકાશમાં આવવા લાગ્યા. મંદિરની પ્રતિષ્ઠાઓ, બિંબોની સ્થાપનાઓ, સાધુસંતોના પ્રવેશો અને પદવી પ્રદાન ઉત્સવો, ઘર્મચર્ચાઓ, રાજમુલાકતો, ઈત્યાદિ પ્રસંગોના જે ઉલ્લેખો તે સમયના સાહિત્ય અને પુરાતત્ત્વમાં મળી આવે છે તે આ વાતની સાક્ષી પૂરે છે. આટલું જ નહીં પરંતુ નકદુભુલ્ક, માફરુભુલ્ક, આફતાબ જેવા વિદેશી ખિતાબોથી અલંકૃત થતા હિન્દુ અને જૈન અધિકારીઓ એટલી હદ સુધી અમીરોની પંકિતમાં ગણાવા લાગ્યા કે તત્કાલીન ફારસી ઇતિહાસ ગ્રંથોથી કોઈ વાર એ વાતનો નિર્ણય કરવો કઠિન થઈ પડે છે કે ફલાણો અમીર મુસલમાન હતો અથવા હિન્દુ, જૈન હતો !
એવા સમયમાં તેજ શાદિયાબાદ, યાને આનંદવસ્તી, ઉલ્લાસપુર, અમદનગર નામથી ઓળખાતા માંડવગઢમાં “પ્રમદ પાર્શ્વનાથ” નામનું એક જિનબિબ્બે * Published in “Sri Jaina Satya Prakasa”, Ahmedabad, Varsa 19,
Anka 2-3, pp. 39-43.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org