________________
શ્રીહેમવિમલસૂરિકૃત “તેર કાઠીયાની સક્ઝાય*
શ્રી સુમતિસાધુસૂરિની પાટઉપર થયેલા, તપાગચ્છના પપમા અધિપતિ આચાર્ય શ્રી હેમવિમલસૂરિજી (અસ્તિત્કાળ વિ. સં. ૧૫૨૨-૮૩) વિશેષતઃ ક્રિયોદ્ધારક અને સાહિત્યના ભિન્ન ક્ષેત્રોમાં નામાંકિત એવા શિષ્યો અને પ્રશિષ્યોના એક વિશાળ સમુદાયના કુલપતિ તરીકે પ્રસિદ્ધ છે કે જેમના જીવનચરિત્રની આશ્ચર્યકારક વિગત ઘણા-ખરા ગ્રંથોમાં મળી આવે છે.'
સાહિત્યસર્જનમાં તેઓશ્રીએ પોતે જ વિશેષ ફાળો આવ્યો નથી એમ વિશેષજ્ઞ વિદ્વાનોનું મંતવ્ય છે, કારણ કે હજુ સુધી આ મહાન આચાર્યનીફકત એક જ સંસ્કૃત કૃતિ પ્રસિદ્ધિમાં આવી છે, તે એક સુંદર “પાર્શ્વનાથસ્તવન છે કે જે પૂજ્ય મુનિ શ્રી ચતુરવિજયજી સંપાદિત જૈન સ્તોત્ર સંદોહના બીજા ભાગમાં (પૃ. ૨૧૭૨૨૬ ) પ્રકાશિત થયું છે અને જેનાં ૩૨ પદ્યોમાંના હરેક પદ્યમાં ચાર વાર આવેલા “કમલ' શબ્દના ભિન્ન ભિન્ન શ્લેષી કવિની અપૂર્વ નિપુર્ણતાની અને વિદ્વત્તાની સાક્ષી પૂરે છે.
તેઓશ્રીની એક બીજી સંસ્કૃત કૃતિ, હમણાં જ ઉજ્જૈનસ્થ શ્રી સિંદિયા ઓરિએંટલ ઇન્સ્ટિટ્યૂટના હસ્તલિખિત ગ્રંથસંગ્રહની એક પ્રતમાં પ્રાપ્ત થયેલું ભક્તામર અને કલ્યાણમંદિર સ્તોત્રની પાદપૂર્તિરૂપ ૪૬ પદોનું અત્યંત મનોહર “વરાળ-પાર્શ્વનાથ-સ્તવન છે, કે જે ઉપર્યુક્ત કાવ્યની સાથે ગુણસંપન્નતામાં સફળ સ્પર્ધા કરે તેવું છે, અને જે થોડા સમયમાં બીજી અપ્રકાશિત જૈન સંસ્કૃત કૃતિઓ સાથે બહાર પાડવાનો ઇરાદો છે.
ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં શ્રીહેમવિમલસૂરિના હાથની એક “મૃગાપુત્ર સક્ઝાય” જૈન ગુર્જર કવિઓ ભાગ ૧, પૃ. ૬૮માં અને એક “મૃગાપુત્ર ચોપઇ” ભાગ ૩, પૃ. ૫૦૩માં ઉક્ષિખિત છે. યદ્યપિ આ બન્ને કવિતાઓમાંથી આપેલાં ઉદ્ધરણો ભિન્ન ભિન્ન દેખાય છે, તથાપિ શ્રી. મો. દ. દેશાઈજી બન્નેને એક જ કૃતિ ગણે છે તેમ લાગે છે. મૂળ ગ્રંથોને જોયા વગર આ સંબંધી વઘારે વિગત જાણી * Published in “Sri Jaina Satya Prakasa”, Ahmedabad, Varsa 12,
Anka3, pp. 73-76.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org