________________
Śri Bhānumeru krta ‘Candanabāla Sajjhāya'
281
પ્રસ્તાવનામાં (પૃ. ૧૩) શ્રી મો. દ. દેશાઈ જણાવે છે કે “ભાનુમેરકત ચંદનબાલા સજ્જાય હાથ લાગી છે તે આ “ભાનુમેરુ (અર્થાત્ કવિ નયસુન્દરના ગુરુ) લાગે છે.” શ્રી દેશાઈજીની પાછલની કૃતિઓમાં અર્થાત્ “જૈન ગુર્જર કવિઓ' માં અને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' માં ન તો આ “ચંદનબાલા સક્ઝાય', અને ન તો આ ભાનુમેરુ એક સાહિત્યકાર તરીકે ઉક્ષિખિત છે.
પરંતુ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિદાસ' ના પેરા ૮૭૧માં એક બીજા ભાનુમેરુનો ઉલ્લેખ છે, કે જેઓ ખરતરગચ્છમાં થયા અને ચારિત્રસારના શિષ્ય તથા સં. ૧૬૫૪માં મેક પર વૃત્તિ રચનાર જ્ઞાનવિમલના ગુરુ હતા. તે ભાનુમેરુની પણ કોઈ કૃતિ હજુ સુધી મળી નથી લાગે છે.
ઉજ્જૈનસ્થ શ્રી સિંદિયા ઓરિએંટલ ઇન્સ્ટિટ્યૂટના હસ્તલિખિત ગ્રંથસંગ્રહની પ્રત નં. ૬૬૨૦માં શ્રી ભાનુમેરુકૃત એક “ચંદનબાલા સક્ઝાય' પ્રાપ્ત થઈ છે. સંભવ છે કે તે જ ઉપર્યુલિખિત કૃતિ હોય. પરંતુ તેમાં કવિનું નામ “ભાનુમેરુ' આવું જ આપેલું છે, અર્થાત્ તેઓ કયા ભાનુમેરુ છે અને કયા સમયમાં વિદ્યમાન હતા તે વાતોનો તેમાં કોઈ પણ ખુલાસો નથી. માત્ર તેમાં આવેલા ભાષાના કેટલાક પ્રયોગો. જેવા કે - “મંદિર = ઘર, “ઉઢવું” = ઊંચું કરવું ( સંસ્કૃત ૩૬+ વર્લ્ડ ), “મીત' = મિત્ર, ‘વેણીડંડ' = ગુંથાયેલો ચોટલો ( સંસ્કૃત વેvીવવું, હિન્દી વોડી ), “લહુસહી' = લેશો, “કોડઈ' = કોડ ( સંસ્કૃત કોટિ ), “સ્વઇ દેહી’ = પોતે જ ( સંસ્કૃત સ્વછીયેe ), લાધું' = લબ્ધ ઇત્યાદિ પ્રાચીન છે. એટલે કવિ ઉપર્યુક્ત બે ભાનુમેરુમાંના એક હોય તે બનવા જોગ છે. જો ૧૩માં પદ્યમાંના અનાપ્રાસ “રતન-“ધન' દ્વારા શ્રી ધનરતસૂરિનું નામ સૂચિત કરવાનો કવિનો ઇરાદો હોય તો સમજવું જોઈએ કે વૃદ્ધ તપાગચ્છના ભાનુમેરુ ગણિ જ આ સક્ઝાયના કર્તા છે, પરંતુ તેની ખાતરી નથી.
પ્રસ્તુત કૃતિ-ગમે તે ભાનુમેરુના હાથની હોય-પ્રાચીન અને સરસ હોવાથી તેને વિસ્મૃતિથી બચાવવા માટે તેને અહીંયાં પ્રકાશિત કરવામાં આવે છે.
તેની પ્રતનું એક જ પત્ર છે. અક્ષર સાધારણ દેવનાગરીના છે. કોઈ કોઈ પડિમાત્રાવાળા અક્ષરો તેમાં આવી ગયા છે. લિપિ સ્વચ્છ અને સુન્દર છે. શાહી અને કાગળ ૨૦૦થી વધારે વર્ષનાં હોય તેવાં પુરાણાં દેખાય છે. બન્ને પૃષ્ઠોની વચમાંના અક્ષરો લાલ શાહીની રેખાઓથી એવી રીતે વીંટાયેલા છે કે ગંજીફાના ચોકડીના આકારનો એક મોટો અને અનેક નાના ચતુષ્કોણો દેખાય છે. ડાબો અને જમણો કિનારો બન્ને લાલ રેખાઓથી અંકિત છે. આરંભમાં “જૈન ડાયગ્રામ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org