________________
Wassala
ગર્ભરૂપે આવ્યા પહેલાં ક્લાકકુલમાં જનમ પામેલા અને કાશ્યપગેત્રવાળા એકવીશ તીર્થકરો ક્રમેક્રમે થઈ ચૂક્યા હતા, હરિવંશકુલમાં જનમ પામેલા ગૌતમગેત્રવાળા બીજા બે તીર્થકરો થઈ ચૂક્યા હતા અર્થાતુ એ રીતે કૂલ તેવીશ તીર્થકરો થઈ ચૂકયા હતા. તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા. વળી, આગળના તીર્થકરોએ ‘હવે પછી શ્રમણ ભગવાન મહાવીર છેલ્લા તીર્થકર થશે’ એ પ્રમાણે ભગવાન મહાવીર વિશે નિર્દેશ કરેલો હતો.
આ રીતે ઉપર કહ્યા પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર આગલી રાતની છેવટમાં અને પાછલી રાતની શરૂઆતમાં એટલે બરાબર મધરાતને સમયે હરતારાઉત્તરાફાગુની-નક્ષત્રનો યોગ થતાં જ દેવાનંદાની કૂખમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા.
વળી ભગવાન જ્યારે કૂખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે તેમના આગલા દેવભવને યોગ્ય આહાર, દેવભવની હયાતી અને દેવભવનું શરીર છૂટી ગયાં હતાં અને વર્તમાન માનવભવને યોગ્ય આહાર, માનવભવની હયાતી અને માનવભવનું શરીર સાંપડી ગયાં હતાં. - ૩ શ્રમણ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા“હવે દેવભવમાંથી હું ચવીશ” એમ તેઓ જાણે છે. ‘વર્તમાનમાં દેવભવમાંથી હું રવમાન છું” એમ તેઓ જાણતા નથી. ‘હવે દેવભવથી હું ચુત થએલો છું’ એમ તેઓ જાણે છે.
સં. ના. ૩. વિ. રસાસૂત્ર-૯
TO SU
કેક
|