________________
યાને
અવંતિનું આધિપત્ય | [ શ્રી મહાવીર નિર્વાણ પછીનાં છ વર્ષ ] શ્રી મહાવીરનિર્વાણુથી ૪૧૦ વર્ષે વિક્રમાદિત્યને રાજ્યારંભ.
શ્રી મહાવીરનું નિર્વાણ અને શકારિ વિક્રમાદિત્યને રાજ્યારંભ, એ બે બનાવ વચ્ચેનું કાલાંતર નક્કી કરવામાં તે સમયના ૪ અવનવીના અધિપતિઓ અને તેમના અવની પરના રાજકાલનું જ્ઞાન એ ખાસ ઉપયોગી હેવાથી તેને મેળવવાની અત્યંત આવશ્યકતા છે; પણ એ જ્ઞાન મેળવવા માટે જેવાં જોઈએ તેવાં પુરતાં સાધનો આજે વિદ્યમાન નથી. આમ છતાં પણ છૂટાં છવાયાં એવાં કેટલાંક જે સંદિગ્ધ સાધને મળી આવે છે તે દ્વારા પણ અવંતીના અધિપતિઓ અને એમના અવન્તી પરના રાજત્વકાલ પર પ્રકાશ ફેકી જોઈતું જ્ઞાન મેળવી શકાય તેમ છે.
શ્રી મહાવીરનિર્વાણથી વિક્રમાદિત્યને રાજ્યારંભ ૪૭૦ વર્ષે થયે તેને સમર્થન કરનાર કાલ ગણુનાની ગાથાઓ.
આવાં સાધનમાં અવનીના તે સમયના અધિપતિઓ અને તેમના અવન્તી પરના શત્વકાલને જણાવનારી "શ્રી મેરૂતુંગાચાર્યું “વિરાવલી અથવા વિચારશ્રેણિમાં ઉલેખેલી
(૧) જૈનધર્મ માનેલા ચોવીશ તીર્થકરોમાંના એક અને અંતિમ તીર્થકર, જે બૌદ્ધધર્મ. સંસ્થાપક શ્રી બુદ્ધના સમકાલીન હતા.
(૨) નિર્વાણ એટલે પરિનિર્વાણ, કૈવલ્ય નહિ. (૩) જેના નામથી હાલ વિક્રમ સંવત પ્રવર્તી રહ્યો છે તે ઉજયિનીને સુપ્રસિહ રાજા.
(૪) જેની રાજધાની ઉજજયિની–અવન્તિ નગરી હતી અને જે પાછળથી “માલવ' નામે ઓળખાય છે, તે ભારતને એક સુરસાલ મધ્યવતી દેશ.
(૫) વિકમની ચૌદમી સદીમાં વિદ્યમાન, પ્રબન્ધચિન્તામણિ આદિ પ્રાથના કર્તા અચલગચ્છીય જૈનાચાર્ય.