Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૪૩
ભદ્રબાહુસ્વામીએ 'શ્રી આવશ્યક સૂત્ર'ની નિયુક્તિ રચી છે, જેમાં પ્રાકૃત પદ્યમાં ‘શ્રી આવશ્યક સૂત્ર'ની વ્યાખ્યા કરવામાં આવી છે. ‘શ્રી આવશ્યક સૂત્ર'નાં છ અધ્યયનોમાંનું પ્રથમ અધ્યયન સામાયિક છે. ૨ સામાયિક અધ્યયનની વ્યાખ્યા પ્રસંગે ઉપોદઘાતરૂપે આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીએ કેટલાક પ્રશ્નોનું સમાધાન કર્યું છે. ભગવાન મહાવીર સાથે બાહ્મણ પંડિતોનો જે વાદ થયો હતો તેનો આમાં સમાવેશ કર્યો છે. એ બાહ્મણ પંડિતો વાદ થયા પછી ભગવાનના પ્રભાવમાં આવ્યા, તેમના મુખ્ય શિષ્યો થયા અને ગણધર કહેવાયા; તેથી તેમના વાદને ‘ગણધરવાદ' કહેવાય છે. પ્રથમ ગણધર શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમના મનમાં રહેલ સંશયના કથનથી માંડીને અંતિમ અગિયારમા ગણધર શ્રી પ્રભાસની દીક્ષાવિધિ સુધીના પ્રસંગની ‘શ્રી આવશ્યકનિર્યુક્તિ ની ૪૨ ગાથાઓ (૬૦૦૬૪૧) પૂર્વે અગિયાર ગણધરોનાં નામ, શિષ્યસંખ્યા, સંશયનો વિષય આપ્યાં છે. ગણધરોનાં મનમાં જે વિષયોની શંકા હતી તે અનુક્રમે આ પ્રમાણે છે –
'जीवे कम्मे तज्जीव भूय तारिसय बंधमोकखे य ।
देवा जेरइए या पुण्णे परलोय णेवाणे ।।'3 (૧) જીવ છે કે નહીં? (જીવનું અસ્તિત્વ), (૨) કર્મ છે કે નહીં? (કર્મનું અસ્તિત્વ), (૩) શરીર એ જ જીવ કે અન્ય? (જીવ અને શરીર એક જ છે), (૪) ભૂતો છે કે નહીં? (ભૂતોનું અસ્તિત્વ), (૫) આ ભવમાં જીવ જેવો હોય, પરભવમાં પણ તેવો જ હોય કે નહીં? (આ ભવ-પરભવનું સાદગ્ધ), (૬) બંધ-મોક્ષ છે કે નહીં? (બંધ-મોક્ષનું અસ્તિત્વ), (૭) દેવ છે કે નહીં? (દેવોનું અસ્તિત્વ), (૮) નારક છે કે નહીં? (નારકનું અસ્તિત્વ), (૯) પુણ્ય-પાપ છે કે નહીં? (પુણ્ય-પાપનું અસ્તિત્વ), (૧૦) પરલોક છે કે નહીં? (પરલોકનું અસ્તિત્વ), (૧૧) નિર્વાણ છે કે નહીં? (નિર્વાણનું અસ્તિત્વ).
આ અગિયાર શંકાસ્થાનોને ગૌણ-મુખ્ય ભાવે વહેંચી નાંખવામાં આવે તો તેમાં ‘આત્મા છે', ‘તે નિત્ય છે', ‘તે કર્મનો કર્તા છે', ‘તે કર્મનો ભોક્તા છે', “મોક્ષ છે' અને મોક્ષનો ઉપાય છે' - એ છ મુદાઓનું ગર્ભિતપણે દર્શન થાય છે.
આત્માનાં છ પદનો સ્પષ્ટ નામોલ્લેખ સૌ પ્રથમ આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીએ (વિક્રમના ચોથા-પાંચમા સૈકામાં) કર્યો છે. તેમણે ‘સન્મતિતર્ક પ્રકરણમાં આત્મા વિષે ૧- એક શબ્દના અનેક અર્થો હોય છે, પણ જે અર્થ વધારે સંગત હોય અથવા ભગવાનના ઉપદેશસમયે સર્વ પ્રથમ કયો અર્થ અમુક શબ્દ સાથે જોડાયેલો હતો, એ અર્થને શોધીને તેને સૂત્રના શબ્દ સાથે જોડી દેવો તે નિર્યુક્તિનું પ્રયોજન છે. ૨- આચાર્યશ્રી જિનભદ્રજીએ પ્રાકૃત ભાષામાં આ સામાયિક અધ્યયન અને તેની નિર્યુક્તિ ઉપર જે રચના કરી તે ‘વિશેષાવશ્યકભાષ્ય' ના નામે પ્રસિદ્ધ છે. ૩- આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીકૃત, ‘શ્રી આવશ્યકનિર્યુક્તિ', ગાથા પ૯૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org