________________
(૩૦) પૂજા કરવાની શરૂઆત કરતાં કેશરમાં નખ ન લાગી જાય એની કાળજી રાખવી જોઇએ એટલે કેશરમાં નખ ન બોળાઇ જાય એની કાળજી રાખવી જોઇએ.
(૩૧) નખ સાથે કેશરમાં આંગળી બોળવાથી એ કેશર ભગવાનના અંગને લગાડાય નહિ. એ લગાડવાથી આશાતનાનો દોષ લાગે છે.
(૩૨) કેશર અને બરાસમાં આંગળીનું ટેરવું બોલવું જોઇએ. ઉપયોગ રાખીને પ્રયત્ન કરવામાં આવે તો ધીમે ધીમે એની ટેવ પડી શકે છે.
(૩૩) બરાસ પૂજામાં બે આંગળીના ટેરવા બાળીને ભગવાનના આખા શરીરે વિલેપન થઇ શકે છે. બરાસ પૂજા એ વિલેપન પૂજી છે એટલે એ વિલેપન પછી પાતળા સુંવાળા વસ્ત્ર વડે પ્રભુ પ્રતિમાજી સાફ કરવા જોઇએ કે જેથી પ્રતિમા ઉપર ઓઘરા (લીસોટા) દેખાય નહિ અને પ્રતિમાનું તેજ ઓસરે નહિ.
(૩૪) કેશર પૂજા વાટકીમાં ટેરવું બોળીને એક અંગે એક સાથે પૂજા કરવાની હોય છે. એ રીતે નવા અંગે પૂજા કરતાં કેશરમાં નવ વાર આંગળી બોળવાની હોય છે. (૩૫) નીચે પ્રમાણે પૂજા કરો.
૧- પહેલો જમણો અંગૂઠો પછી ડાબો અંગૂઠો. ૨- પહેલો જમણો ઢીંચણ બીજો ડાબો ઢીંચણ . ૩- બે કાંડા. પહેલું જમણું કાંડુ પછી બીજું ડાબું કાંડુ. ૪- બે ખભા. પહેલો જમણો ખભો બીજો ડાબો ખભો. ૫- મસ્તક ઉપર. ૬- લલાટ ઉપર. - કંઠ ઉપર. ૮- હૃદય ઉપર અને ૯- નાભિ ઉપર.
અષ્ટપ્રકારી પૂજાનું વર્ણન
સામાન્ય રીતે પૂજા ત્રણ પ્રકારની કહેલી છે. (૧) અંગ પૂજા, (૨) અગ્ર પૂજા અને (૩) ભાવ પૂજા.
૧ - અંગ પૂજાનું વર્ણન
ત્રણ લોકના નાથ દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માની અંગ પૂજા કરવા માટે સૌથી પહેલા સાત પ્રકારની શુદ્ધિ કરવી પડે. જ્યાં સુધી જીવો પોતાના શરીરાદિની સાત પ્રકારની શુદ્ધિ ન કરે ત્યાં સુધી અંગ પૂજા કરવાનો એટલે કે પ્રભુજીના અંગને સ્પર્શ કરવાનો પણ અધિકાર કહેલો નથી કારણ કે અનાદિકાલથી જગતમાં પરિભ્રમણ કરી રહેલા જીવો અશુધ્ધ ઉપયોગવાળા હોય છે આથી સાત પ્રકારની શુદ્ધિ જણાવે છે.
અંગ વસન મન ભૂમિકા
પૂજાપગરણ સાર ન્યાય દ્રવ્ય વિધિ શુધ્ધતા
Page 10 of 97