Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 64
________________ ફ્લાયેલો હોય છે અને એના કારણે અંદરની આતશોના વિચારો ગમે તેવા કારણોથી બહાર નીકળવા પ્રયત્ન કરે તો પણ એ વિચારોથી બહાર નીકળી શકતો નથી જેમ જેમ બહાર નીકળવાના વિચારો કરે તેમ તેમ લાલસા-વાસનાના વિચારોની ચીકાસમાં એવો અંદર ખૂંપતો જાય છે કે એમાંથી અપવાદ સિવાય કોઇ બહાર જલ્દી નીકળી શકતું નથી. એનાથી છૂટકારો મેળવવા માટેનો એક જ પ્રયત્ન જ્ઞાની ભગવંતોએ કહેલો છે કે જે ભાવપૂર્વક નૈવેધપૂજા કરે અને સવેદીપણાના સુખથી છૂટવાની શક્તિ આપો એમ માગણી કરે અને એની લાલસાઓ વાસનાઓના વિચારોથી છૂટું એવો પ્રયત્ન કરી શકું એવી શક્તિ આપો એમ માગણી કરતો રહે-પ્રયત્ન કરતો રહે તોજ બહાર નીકળી શકે છે નહિ તો બહાર નીકળવું બહુ જ કઠીના છે. ૩. પાશ-મૈથુન નામનું પાપ છે. પાશ = બંધન. મજબૂત દોરડાથી બંધાઇ ગયા પછી જીવ બહાર નીકળવા ગમે તેટલો પ્રયત્ન કરે પણ તે બહાર નીકળી શકતો નથી પણ ઉપરથી અંદરને અંદર ફ્લાતો જાય છે તેમ મેથુન રૂપ પાપને અને એની લાલસાઓને જ્ઞાની ભગવંતોએ ભયંકર બંધન રૂપ કહેલું છે. અનાદિકાળથી જગતને વિષે પરિભ્રમણ કરી રહેલા જીવો મેથુન રૂપ પાપના બંધનમાં સદા માટે બંધાયેલા છે જ. એ બંધન બંધન રૂપ ત્યારે જ લાગે કે ભગવાનની ભક્તિ પ્રશસ્ત રાગ પૂર્વ-ભાવપૂર્વક નૈવેધપૂજા કરે તો. અર્થાત્ નૈવેધપૂજા જો સાચા ભાવથી અંતરથી કરવામાં આવે તો મૈથુન પાપ બંધન રૂપ લાગ્યા વિના રહે નહિ જ. આથી મેથુનની લાલસાઓ-વાસનાઓ-રૂપી પાશ એટલે બંધન એવું ભયંકર છે કે જો જીવ એ લાલસાઓ અને વાસનાઓના બંધનમાં ફ્લાય કે તરત જ આત્માને ચારે બાજુથી બાંધવા માંડે છે અને જીવ જ્યારે એ બંધનથી છૂટવાનો વિચાર કરે એટલે એમાં વધારેને વધારે બંધાતો જાય છે કારણકે એ લાલસાઓ-વાસનાઓ પોષવા માટે મહેનત કરવી પડે જે માગે તે લાવીને આપવું પડે એમાં જરાય ઓછું ના લાગે એની કાળજી રાખવી પડે આ બધો પ્રયત્ન કરવા છતાં પણ પોતાની લાલસા અને વાસનાઓ ના પોષાય તો જીવ પાછો દુ:ખીને દુ:ખી થતો જાય છે અને એનાથી ગમે તેટલા છૂટવા પ્રયત્ન કરે તો પણ છૂટી શકતો નથી માટે જ્ઞાની ભગવંતો કહે છે કે- મેથુન કર્નની લાલસા અને વાસના પણ જીવાત્માને માટે મહાભયંકર બંધન સ્વરૂપ છે. જાણતાં કે અજાણતાં દુષ્ટ બુધ્ધિથી એટલે ખરાબ બુદ્ધિથી કે સરલ બુદ્ધિથી, ઇચ્છાથી કે અનિચ્છાથી જીવનો મેથુન કર્મના માર્ગે પગ મંડાઇ જતાં વાર લાગતી નથી પણ તેને છોડવામાં ભવોના ભવો બગડ્યા વિના રહેતા નથી અને એ ભવોમાં જે રીતે નિકાચીત રૂપે બાંધેલા કર્મો ભોગવ્યા વગર છૂટકો થતો નથી. જેમ ભગવાન મહાવીરના આત્માએ ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં સંગીત સાંભળનાર પહેરેગીરના કાનમાં તપાવેલું શીશું નાંખીને મારી નાંખ્યો એનાથી કાનમાં ખીલા ઠોકાવાનું કર્મ નિકાચીત રૂપે બાંધ્યું એ સત્તાવીશમાં ભવમાં અવશ્ય ભોગવવું પડ્યું. એવી રીતે મેથુન કર્મના પાશમાં પડીને આત્માને ભવોભવ બગાડવા ન હોય તો ભાવપૂર્વકની નૈવેધપૂજા નિર્વેદી બનવા માટે પ્રયત્ન કરવો જોઇએ. જેટલો સુંદર પ્રયત્ન થશે એનાથી ભવોભવ ઓછા થશે અને જેટલા ભવ મોક્ષે જવાના બાકી હશે તે બગડ્યા વિનાના અધુરી આરાધનામાં સહાયભૂત થતાં અવેદી અથવા નિર્વેદી બનાવ્યા વગર રહેશે નહિ. તો એ લક્ષ્ય રાખીને નૈવેધપૂજા કરવા ભાવનાવાળા બનો. ૪. જાળ રૂપ મૈથુન નામનું પાપ છે. Page 64 of 97

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97