Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 95
________________ અષ્ટપ્રકારી પૂજા કરતા કરતા સો મોક્ષ સુખને જલ્દી પામો એ અભિલાષા સાથે..... ચૈત્યવંદનનો વિધિ આ રીતે અંગપૂજા અને અગ્રપૂજા સમાપ્ત કર્યા પછી હવે જેની પૂજા ભક્તિ કરી છે તે શ્રી અરિહંત પરમાત્માના ગુણ ગાવા રૂપ ભાવપૂજા શરૂ કરવાની છે. ઉભા થઇ ત્રણવાર નિસીહિ બોલે કે જેથી ભગવાનની દિશા સિવાય બાકીની ત્રણ દિશાનું વર્જન કરે છે. એક ખમાસમણ દઇ અનાયાસે પણ પૂજા ભક્તિ કરતાં થઇ ગયેલ હિંસાની આલોચના લેવા રૂપ ઇરિયાવહિ-તસ્સ ઉત્તરી અને અનન્દ કહી એક લોગસ્સનો કાઉસગ્ગ કરી પારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી ત્રણ ખમાસમણા દેઇ જે ભગવાનની પૂજા ભક્તિ કરી હોય તેમનું ચૈત્યવંદન આવડતું હોય તો તે કહેવું નહિતર ગમે તે ભગવાનનું ચૈત્યવંદન કહો જંકિંચિ નામ તિર્થં - નમુથુણં કહી મુક્તાસૂક્તિ મુદ્રા કરી જાવંતિ ચેઇઆઇં કહી ખમાસમણ દઇ જાવંત કે વિસાહુ કહી હાથનીયા કરી નમોડર્ણત કહી ભાવવાહી સ્તવના ધીમા સાદે અને સુંદર રાગથી કરવી જેથી હૈયામાં પ્રભુ ભક્તિનો આનંદ જરૂર પેદા થશે. સ્તવના પૂરી થયેથી બન્ને હાથ જોડી લલાટ સુધી લઇ જઇ જયવીયરાય સૂત્ર સેવના આભવ મખંડા સુધી કહી બન્ને હાથ નીચા કરી બાકી રહેલ પ્રાર્થના સૂત્ર પૂર્ણ કરી ઉભા થઇ અરિહંત ચેઇઆણં-અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ કરી મારી નમોડહત કહી થોય કહી એક ખમાસમણું દેવું અને છેલ્લે અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહી વિધિ પૂર્ણ કરી ભગવાનને પૂંઠ ન પડે એ રીતે બહાર નીકળતાં પહેલાં પોતાની ભક્તિમાં જે આનંદ આવ્યો તે વ્યક્ત કરવા અને સાથે તે આનંદ વિશેષ ટક્યો રહે તે માટે ઘંટનાદ કરે. અષ્ટપ્રકારી પૂજાના દુહ જલપૂજા જુગતે કરો મેલ અનાદિ વિનાશ જલપૂજા ળ મુજ હજો માંગો એમ પ્રભુ પાસ. જ્ઞાન કળશ ભરી આત્મા સમતા-રસ ભરપુર શ્રી જિનને નવરાવતાં કર્મ હોયે ચકચૂર III શીતલ ગુણ જેમાં રહ્યો શીતલ પ્રભુ મુખ રંગ | આત્મ શીતલ કરવા ભણી પૂજો અરિહા અંગ ||રા સુરભિ અખંડ કુસુમાગ્રહી પૂજો ગત સંતાપ | સમજંતુ ભવ્ય જ પરે કરીએ સમકીત છાપ || પાંચ કોડીને ક્લડે પામ્યા દેશ અઢાર રાજા કુમાર પાળનો વર્યો જય જયકાર || ધ્યાન ઘટા પ્રગટાવીયે વામ નયન જિન ધૂપ મિચ્છિત્ત દુર્ગધ દૂરે ટળે પ્રગટે આત્મ સ્વરૂપ II. અમે ધૂપની પૂજા કરીએ રે ઓ મન માન્યા મોહનજી Page 95 of 97

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97