________________
રાગાદિ પરિણામનો ભાવ ઘટતો જાય છે. જીવ જો જાગ્રત રહીને જીવન જીવતો બને તો. આતિથ્ય ભાવમાં કદંબ પ્રત્યે રાગ હોય પણ એ રાગ દુર્ગતિમાં લઇ જાય એવો ન હોય તથા સદ્ગતિને રોકે એવો પણ હોતો. નથી.
આતિથ્ય ભાવથી સંતોષ ભાવ પેદા થાય છે. આંતરિક કુટુંબના બે ભેદો છે. (૧) અશુભ આંતરિક કુટુંબ, (૨) શુભ આંતરિક કુટુંબ. અશુભ આંતરિક કુટુંબમાં. ક્રોધ અને માયા માતા પિતાના સ્થાને છે. અજ્ઞાનતા-પત્ની એટલે સ્ત્રીના સ્થાને છે. રાગ-દ્વેષ સંતાનના સ્થાને છે.
માન, લોભ, શોક અને ભય તેના ભાઇઓના સ્થાને છે. આ અશુભ કુટુંબના સહવાસથી જીવ અધમવૃત્તિથી અવરાઇ જાય છે, પ્રમાદી બની જાય છે, સંકુચિત વૃત્તિવાળો થાય છે, વિકાર ભરેલી વૃત્તિઓ પ્રબળ બને છે, કોઇપણ કામમાં નિરૂત્સાહ મંદતાવાળો તંદ્રાવાળો અને તામસ સ્વભાવવાળો બને છે. આથી ધર્મી જીવોએ આ અંતરંગ અશુભ કુટુંબનો જેમ બને તેમ જલ્દી ત્યાગ કરવો જોઇએ.
શુભ કુટુંબ રૂપે ક્ષમા અને સત્ય માતા પિતાના સ્થાને છે, સરલતા પત્ની એટલે સ્ત્રીના સ્થાને છે, નિર્લોભતા વ્હેન છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર બંધુઓના સ્થાને છે અને શોચ, તપ અને સંતોષ સંતાન એટલે પુત્રોના સ્થાને છે. આ કુટુંબને સાચવીને જીવનારો જીવ શુધ્ધ પરિણામ પેઘ કરતો કરતો પોતાના આત્માનું ઉત્થાન કરી સારો કાળ હોય તો મોક્ષ સુધી પહોંચે છે. વર્તમાનમાં છઠ્ઠા સાતમાં ગુણસ્થાનક સુધી પહોંચે છે.
આ રીતે અનાદિકાળથી જીવો પરિગ્રહસંજ્ઞામાં જકડાયેલા છે એને ઓળખીને પરિગ્રહ રૂપે સારામાં સારૂં ફળ અપરિગ્રહી એવા તીર્થંકર પરમાત્મા પાસ મુકીને હે ભગવન્ ! આ પરિગ્રહથી જલ્દીથી છૂટવાની શક્તિ આપ કે જેથી આંતરિક શુભ કુટુંબનું સારી રીતે અનુકરણ કરી અપરિગ્રહી બનવાના ભાવ રાખી અપરિગ્રહી બનીને જલ્દીથી જીવન જીવી શકું ? આ હેતુથી આ ળપૂજા કરું છું.
ફળપૂજાનો દુહો
થાળીમાં ફળ લઇ બે હાથે પકડી દુહો બોલવો
ઇન્દ્રાદિક પૂજા ભણી ફ્લ લાવે ધરી રાગ |
પુરૂષોત્તમ પૂજા કરી માંગે શિવ ળ-ત્યાગ III ભાવાર્થ :- શ્રી અરિહંત પરમાત્માઓ પુરૂષોને વિષે ઉત્તમ તરીકે ગણાય છે માટે એવા પુરૂષોત્તમની પૂજા ઇન્દ્રાદિક દેવતાઓ એ પાંચ રૂપ કરી ભગવાનનો જન્મ મહોત્સવ કરવા મેરૂ પર્વત ઉપર લઇ જઇ અભિષેક કરીને જે પ્રમાણે રાગપૂર્વક ળોને લઇને ભગવાન પાસે ધરીને પૂજા કરી એ રીતે હું પૂજા કરતા કરતા શિવસુખ માંગુ છું કે જે આ દ્રવ્ય ળનો ત્યાગ કરીને પરિગ્રહનો નાશ કરવાની શક્તિ આપો. અપરિગ્રહીપણાની ભાવના લાંબાકાળ સુધી ટકી રહો અને અપરિગ્રહી રૂપ શિવપણું હું જે માંગુ છું તે મને આપો આમ વિચારી થાળી નીચે મૂકી તેમાનું ળ બે હાથે લઇ ત્રણવાર ભગવાન સામે ઉતારી આલેખેલી સિધ્ધશિલા ઉપર આનંદપૂર્વક પધરાવો ! આ રીતે ભાવપૂર્વક ળપૂજા કરવાનું વિધાન કહેલું છે. આ રીતે
Page 94 of 97.