Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 93
________________ એ સંતોષ વાસ્તવિક રીતિએ આત્માના ગુણરૂપે કામ કરતો નથી પણ એ સંતોષ મોહના ઘરનો હોવાથી આત્માને ઠગનારો છે. શાથી ? કારણકે આટલી સુંદર ભક્તિ કરતા આનંદ આવે છે પણ ઘર આદિનો રાગ દુ:ખ રૂપ લાગતો નથી. લાગે છે ? જો એ ઘર આદિ દુ:ખરૂપ લાગે તો આત્માનો સંતોષ કહેવાય. ભગવાનના ગુણોને જોઇને આનંદ થાય એની સાથેને સાથે સંસારના અનુકૂળ પદાર્થોનો આનંદ દુઃખ રૂપ લાગવો જ જોઇએ. એ આવે તો તે ગુણોનો આનંદ સાચો આત્માના ઘરનો આનંદ કહેવાય. પ્રશસ્ત રાગ પેદા થાય એટલે અપ્રશસ્ત રાગથી આત્માને સાવચેત રાખે જ. ભગવાનનો સેવક પરિગ્રહ ન છૂટી શકે તો રાખે ખરો પણ પરિગ્રહ છોડવા જેવો છે એમ તો માને સંસારમાં લગ્ન ગ્રંથીથી જોડાયા પછી પુત્ર પ્રાતિ પેદા થાય અનો જે મોહ એ પુત્ર પ્રાપ્તિ મોહ રૂપે પરિગ્રહ ગણાય છે. સ્ત્રી પ્રાપ્તિનો મોહ તે બીજો પરિગ્રહ કહેવાય છે. કોઇપણ નવી ચીજ જુએ ને ભોગવવાની વિચારણા થાય તે ત્રીજો કામ વાસનાનો મોહ કહેવાય છે. ધન - આભૂષણ એટલે ઘરેણા વગેરે મકાન વગેરેનો ઇત્યાદિ અનેક પ્રકારના મકાન આદિના મોહ તે દ્રવ્ય પરિગ્રહનો ચોથો મોહ ગણાય છે. વિષય વાસનાનો મોહ તે પાંચમો પરિગ્રહ ગણાય છે. તીજોરીમાં કે બેંકમાં મુકેલા નાણા સંગ્રહ કરેલા તે ભાવ પરિગ્રહ છે. ટેસ્ટફ્સ ખાવાનો મોહ તે ભોજન પરિગ્રહ. આવા અનેક પ્રકારના પરિગ્રહો જ્ઞાની ભગવંતોએ કહેલા છે એ સઘળા પરિગહો પરિગ્રહ રૂપે લાગે એ માટે ળપૂજા કરવાનું વિધાન કહેલું છે. જ્ઞાની ભગવંતોએ પરિગ્રહને પાપ કહેલો છે. પરિગ્રહ એટલે પૈસો એને કાળો નાગ કહેલો છે. પરિગ્રહ એટલે પેસો એને કડવું તુંબડું પણ કહેલ છે. પેસાને વિશ્વાસ ઘાતક કહેલો છે. પેસાના કારણે જ માણસ સરલના સ્થાને વક્ર બને છે. કોમળના સ્થાને કઠણ બને છે. ધાર્મિકના સ્થાને અધાર્મિક બને છે અને પ્રેમીના સ્થાને દ્રોહી બને છે માટે આત્મિક ગુણોને દુષિત કરનાર પેસો એટલે પરિગ્રહ જ છે. પરિગ્રહ રૂપે પોતાનું જે બાહ્ય કુટુંબ, માતા, પિતા, પતિ, પત્ની, દિકરા, દિકરી, ભાઇ, વ્હન, સ્નેહી, સંબંધી ઇત્યાદિ સંબંધવાળું કુટુંબ તે બાહ્ય કુટુંબ કહેવાય છે એ બાહ્ય કુટુંબ નો આધાર કર્તવ્ય નિષ્ઠા, સંતોષ અને આતિથ્ય ભાવ ઉપર રહેલો છે. માતા, પિતા આદિ તરફ શું શું કર્તવ્ય છે એ વિચારણા કરી પ્રયત્ન કરવો એ કર્તવ્ય નિષ્ઠા કહેવાય છે. જેમ જેમ કર્તવ્ય માનીને રાગાદિ રહિત પણે કુટુંબ સાથે જીવન જીવવા પ્રયત્ન કરે તો એ જીવનથી અંતરમાં સંતોષ પેદા થતો જાય છે એટલે કે જીવન જીવ્યાનો સંતોષ થાય અને એમાંથી કુટુંબની સાથે પોતે અતિથિ તરીકે રહેલો હોય અને એમાં વિચાર કરે કે બધા જીવો કુટુંબના અતિથિ તરીકે ભેગા થયેલા છે ક્યારે કયો જીવ અતિથિમાંથી ક્યાં જતો રહેશે એ કહેવાય નહિ. આવી વિચારણા ચાલુ રાખીને આતિથ્ય ભાવ પેદા કરતો જાય તો કુટુંબ પ્રત્યે રાગાદિ પરિણામ થાય નહિ અને પોતાના આત્માની દુર્ગતિ પણ થાય નહિ. આથી કર્તવ્યનિષ્ઠા-સંતોષ અને આતિથ્ય ભાવ પેદા કરી બાહ્ય કુટુંબ સાથે જીવન જીવે તો આંતરિક શુભ કુટુંબ સાથે સારી રીતે જીવન જીવવાના ભાવ જાગે. પરિગ્રહ પાપ રૂપે લગાડવો હોય અને પરિગ્રહને છોડવા માટે પ્રયત્ન કરવો હોય તો કુટુંબને અતિથિ તરીકે માનીને જીવે તોજ એ પુરૂષાર્થ બની શકે. જેમ જેમ મિથ્યાત્વની મંદતા થતી જાય તેમ તેમ કુટુંબ પ્રત્યે આતિથ્ય ભાવ વધતો જાય અને Page 93 of 97

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97