Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 92
________________ આપીએ નહિ બીજાને આપું નહિ આવી બુધ્ધિ પેદા કરાવે છે. આવા વિચારો જીવોને ભોગાંતરાયાદિ અંતરાય કર્મો જોરદાર રસે બંધાયા જ કરે છે. તથા ઉદારતાના બદલે કૃપણતા ગુણ પેદા કરાવે છે અને સંસારમાં જન્મ મરણ વધારે છે. આ રીતે પાપમૂલક એવો પરિગ્રહ આઠેય કર્મોનો બંધ અનુબંધ રૂપે કરાવ્યા જ કરે છે એ બંધ અને અનુબંધ દુર્ગતિનું કારણ બને છે એ દુર્ગતિથી બચવા માટે અને દુર્ગતિનો નાશ કરવા માટે જ્ઞાની ભગવંતો એ ળપૂજા ભાવપૂર્વક કરવાનું વિધાન કરેલું છે જો અપરિગ્રહી જીવોની ભાવપૂર્વક ળપૂજા કરે તો એનાથી જરૂર પાપમૂલક પરિગ્રહનો સ્વભાવ બદલાય અને અશુભ કર્મોનો તીવ્રરસ થતો હતો તે મંદરસ થતો જાય અને આત્મા લઘુકર્મી બનતો બનતો મિથ્યાત્વ મોહનીયની મંદતા કરી ગ્રંથી ભેદકરીને સમકીતની પ્રાપ્તિ કરી શકે છે. તો આ રીતે અપરિગ્રહી બનવાની ભાવના રાખીને ફળપૂજા કરતા કરતા સમ્યત્વને પ્રાપ્ત કરી સી પોતા પોતાના આત્માનું કલ્યાણ સાધો એ અભિલાષ. (૮) અવકરણીય પરિગ્રહ :- અવકરણીય = અવરોધ રૂપ નિરર્થક પણે એટલે બીન ઉપયોગી એવા પાપોને એટલે કર્મોને બંધાવીને આત્મ કલ્યાણના માર્ગમાં અવરોધ રૂપ થાય છે એટલે આત્મકલ્યાણ તરફ દ્રષ્ટિ પેદા થવા દેતો નથી. પૈસો જેમ જેમ વધે તેમ તેમ એ પૈસાવાળા જીવો નિરર્થક વિચારો ઘણાં કરે છે. નિરર્થક વચનો ઘણાં બોલે છે અને ન કરવા લાયક પ્રવૃત્તિઓ પણ ઘણી કરે છે એટલે કે હરવા ફ્રવા જવાનું બાગ બગીચામાં ક્રવા જવાનું નિરાંતે ત્યાં બેસી ટાઇમ પાસ કરવાનું હોટલોમાં જમવા જવાનું ખાવા પીવા આદિનો શોખા વધતો જાય અને એમાં જ આનંદ પેદા કરાવે આત્મિક ગુણોને પેદા કરાવે એવા વિચારો-વચનો અને એની પ્રવૃત્તિઓ કરવાની ભાવના કે વિચારો પેદા થાય નહિ એમાં આનંદ આવે નહિ. તે અવકરણીય પ્રવૃત્તિઓ કહેવાય છે. પૈસાનો સ્પર્શ કરતાં, રાગ કરતાં, આસક્તિ કરતાં, મમત્વ કરતાં અને મૂચ્છ ભાવના વિચારો કરતા કરતા આત્મા પોતાની કતલ કરતો જાય છે કારણકે એકવાર વિચારણા કરવાથી દશ ભવો એટલે જન્મ મરણની પરંપરા વધે છે અને બીજીવાર, ત્રીજીવાર એમ અનેકવાર વિચારો કરવાથી દશ ગુસ્યા દશ રૂપે દરેક વખતે જન્મ મરણની પરંપરા વધે છે. સામાન્ય રીતે પણ વિચારણા કરીએ તો એક રૂપિયો સ્પર્શ કરતા અથવા બે રૂપિયાને સ્પર્શ કરતા વિચારમાં ક્રૂ થાય એમ પાંચની નોટ, દશની નોટ, વીશની નોટ, પચાસની નોટ, સોની નોટ, પાંચસોની નોટ કે હજારની નોટ સ્પર્શ કરતા વિચારોમાં ફાર રહે છે જ એને રાગની આસક્તિની મૂચ્છ આદિની માત્રાના પરિણામમાં ફ્રાર રહ્યા જ કરે છે એમ પૈસાથી જન્મ મરણ વધે છે એમ કહેવાય છે. સ્વ અને પરનો વધ કરવામાં પણ પરિગ્રહ નિમિત્ત બનતો જાય છે જન્મ મરણની પરંપરા વધે છે એમાં સ્વ એટલે પોતાના આત્માનો વધ (હિંસા) કહેવાય છે અને જેની પાસેથી પૈસા લેવાના હોય તે ન આપે તો તેનો વધ અથવા હિંસા કરવાના ભાવો-પરિણામો તે પર વધ કહેવાય છે. બંધન કરાવનાર, ચિત્તમાં મલીન ભાવ કરાવનાર પરિગ્રહ છે. ભૂખ, તરસ, ઠંડી, ગરમી, વિયોગ, વૈરભાવ, કલેશભાવ આદિ દુઃખોને પણ પેદા કરાવનાર પરિગ્રહ છે. કુટુંબીઓનું અપમાન કરાવનાર, પડોશીઓનું અપમાન કરાવનાર, બીજા જીવોનું પણ અપમાન કરાવનાર, તિરસ્કાર કરાવનાર પણ આ પરિગ્રહ છે. નહિ પ્રાપ્ત થયેલા પેસાને પ્રાપ્ત કરવાની તૃષ્ણા પેદા કરે છે. પ્રાપ્ત થયેલા પૈસામાં આસક્તિ પેદા કરે છે. અધિક આસક્તિ પેદા કરાવનાર પણ આ પરિગ્રહ છે. આજે મોટે ભાગે દેવ, ગુરૂ, ધર્મની આરાધનાના અનુષ્ઠાનો કરતાં સંતોષનો આનંદ પેદા થાય છે Page 92 of 97

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97