Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 90
________________ કરતા કરતા નિષ્પરિગ્રહી બનવાનો ભાવરાખી પરિગ્રહનું મમત્વ ઓછું થાય એવો પ્રયત્ન કરવાથી આ ભવમાં જ નિપરિગ્રહપણાનો આંશિક અનુભવ કરી શકાય છે. (3) અશાતા વેદનીય કર્મનો બંધ - પૈસાના લોભે અને સુખની લાલસાએ પરિગ્રહના મમત્વના કારણે જીવો અશાતા વેદનીય કર્મનો બંધ કરે છે. કારણકે પૈસાના લોભના કારણે જીવો અહિંસામાં બેદરકાર રહી હિંસાની પ્રવૃત્તિ કર્યા જ કરે છે. ગમે તે પ્રવૃત્તિ કરતા પૈસા મલતા હોય અથવા પરિગ્રહ મલતો હોય તો જોઇએ આ વૃત્તિ અને વિચારો આત્માને અહિંસા પ્રત્યે બેદરકાર બનાવે છે અને હિંસા પ્રત્યે સત્વ ખીલવી પ્રયત્ન કરાવે છે. એજ રીતે જેમ જેમ પેસો વધે તેમ તેમ સંયમના લક્ષ્યને બદલે અસંયમી અને દુરાચારીપણાના ભાવો પેદા કરીને એ તરફ પ્રવૃત્તિ કરાવવામાં આગળ વધારે છે આથી ગાઢ અશાતા વેદનીય કર્મ બાંધે છે તેમજ તપ કરવાને બદલે ઇચ્છાઓનો વિરોધ કરવાને બદલે ઇચ્છાઓ લાલસાઓ. ભોગની લાલસાઓના વિચારોમાં વિશેષ રીતે પ્રયત્ન કરતો કરતો પેસો મેળવવા આદિનો પ્રયત્ન કરતો જ જાય છે. આથી જીવો અહિંસાને બદલે હિંસા સંયમને દુરાચાર અને તપને બદલે ભોગ લાલસામાં પ્રયત્ન કરતા કરતા અશાતા વેદનીય ગાઢ બાંધી જન્મ મરણની પરંપરા વધારતા જાય છે આથી જીવો ભાવપૂર્વક ફળપૂજા કરે તો હિંસાને બદલે અહિંસાના લક્ષ્યવાળા બની અપરિગ્રહી બનવાના ભાવવાળા થાય છે. તેમજ પોતાના દુરાચારનો પશ્ચાતાપ કરતા કરતા સંયમી બનવાની ભાવના રાખી પોતાની શક્તિ મુજબ સંયમી બનતા જાય છે એવી જ રીતે નિષ્પરિગ્રહી બનવાની ભાવના કારણે ભોગ લાલસાઓનો સંયમ કરી શક્તિ મુજબ નાશ કરતા કરતા તપ કરવાનો અભ્યાસ કરીને સુંદર રીતે સારામાં સારો તપ જીવનમાં કરવાવાળા બને છે. એનાથી શાતા વેદનીય કર્મ બંધાય છે આ પ્રત્યક્ષ ળ કહેવાય છે. સુખનો રાગ અને પરિગ્રહ એ પાપ છે એવું જે માને તેનું ભાવ મન સદા માટે જાગ્રત રહી શકે છે. (૪) મોહનીય કર્મ - પરિગ્રહની અતિ આસક્તિમાં રહેલા જીવો જેટલી મમત્વ બુધ્ધિ વધારતા જાય. છે સ્થિર કરતા જાય છે તેમ પોતાના કુટુંબની ખાનદાનીનો નાશ કરે છે. જે ધાર્મિક સંસ્કારો પૂર્વભવના. લઇને આવ્યો હતો તે સંસ્કારોનો નાશ કરતો જાય છે અને ઉચિત વ્યવહારનો નાશ કરતો જાય છે. અને સાથે સાથે મિથ્યાત્વ મોહનીય કર્મ ગાંઠ બાંધતો જાય છે. તથા ટી.વી. વગેરે નાટક ચેટક વગેરે રમત ગમત વગેરે જોવાના આનંદથી જીવો ગાઢ ચારિત્ર મોહનીય કર્મનો બંધ કર્યા કરે છે. પરિગ્રહની આસક્તિ અને મમત્વ ખાનદાન કુટુંબને બટ્ટો લગાડે અને ધાર્મિક સંસ્કારોનો નાશ કરે છે. અનેક પ્રકારના ધર્મના અનુષ્ઠાનોનું સેવન (આચરણ) કરવા છતાં મિથ્યાત્વ મોહનીય કર્મ નબળું પડતું નથી એનું મુખ્ય કારણ પરિગ્રહ પ્રત્યેની આસક્તિ કામ કરે છે. ધર્મક્રિયાઓ ગમે તેટલી વધે છતાંય અંતરના ધર્મને પેદા કરવાને બદલે નાશ કરવામાં સહાયભૂત કોઇપણ હોય તો તે પરિગ્રહની આસક્તિ છે. ધર્મના સંસ્કારોનો ખાતમો એ પરિગ્રહની આસક્તિનું પ્રત્યક્ષ ળ ગણાય છે. શરીર એ હું નથી પણ શરીરથી ભિન્ન એવો હું આત્મા છું આવી માન્યતા અંતરમાં દ્રઢ કરવી પડશે. તોજ પરિગ્રહની આસક્તિ ઘટશે. શરીર કોઇનું થયું નથી, વર્તમાનમાં થતું નથી અને ભવિષ્યમાં કોઇનું થવાનું નથી આથી એ શરીરમાં જેટલી આસક્તિ રાખીશ એનાથી જન્મ મરણની પરંપરા વધ્યા કરશે જો જન્મ મરણ ઘટાડવા હોય તો શરીરની આસક્તિ ઘટાડ્યા વિના ચાલશે નહિ. લાંબુ આયુષ્ય બાંધવા માટે ભગવાનની ભક્તિની સાથે અહિંસાનું લક્ષ્ય જોઇશે. અનુકૂળ પદાર્થોની ઇચ્છાઓ રાખીને કુટુંબ પરિવારની સુખી થવાની વિચારણાઓ રાખીને તથા લીલીવાડી કેમ થાય અને ટકી Page 90 of 97

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97