Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 88
________________ વધારે કરવાની શરૂઆત કરે છતાં સરવાળે તો જે હોય તે પ્રમાણે રહે છે આથી પૈસો અશાશ્વત કહેવાય છે. શાશ્વત રહેતો જ નથી. આ રીતે ભાવથી ફળપૂજા કરતા કરતા પરિગ્રહ જુદા જુદા પ્રકારોથી ઓળખાતો જાય તો જ અનાદિકાળના પરિગ્રહ પ્રત્યેના મમત્વના સંસ્કારો પડેલા છે તે નબળા પડતા જાય એ પરિગ્રહના મમત્વના સંસ્કારોનો નાશ કરવા માટે જ જ્ઞાની ભગવંતોએ ળપૂજાની રચના કરેલી છે. (૭) પરિગ્રહ પાપમૂલક કહેલો છે :- પરિગ્રહ એજ મોટામાં મોટા પાપરૂપે છે એ મોટા પાપના કારણે જીવો સમયે સમયે સાતે કર્મોનું બંધન કરી રહેલા છે. જીવોને પાપ કરાવનારનું મૂલ કોઇપણ હોય તો પરિગ્રહ જ છે. જેમ આસક્તિ વધારે એમ પાપના વિચારો ઘોડા પુરની જેમ ચાલે છે માટે પરિગ્રહને પાપમૂલક કહેવાય છે. પરિગ્રહ વધે તેમ મૂર્છા વધે છે. પૈસાનો લોભ અને સુખની લાલસા પરિગ્રહને પાપરૂપે માનવા દેતું નથી. પરિગ્રહ જુઠુ બોલાવે ચોરી કરાવે અને પાંચ ઇન્દ્રિયોના સુખોમાં ગળાડૂબ સુધી જીવને રાખે છે. પરિગ્રહના કારણે હિંસા કરવામાં-જુઠુ બોલવામાં-ચોરી કરવામાં પાપ કરું છું એવો ભાવ પેદા ના કરી પાપમાં અરરાટી પેદા થતી નથી. પરિગ્રહ સંસાર વૃદ્ધિનું કારણ છે માટે સંસાર માટે ગુણરૂપ છે અને મોક્ષ સુખને પ્રાપ્ત કરવામાં વિઘ્નરૂપ છે. (૧) પરિગ્રહમાં મસ્તાન બનેલા જીવો પૈસાની લેવડ દેવડ કરે એ પેસાને સ્પર્શ કરે એના પ્રતાપે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યા જ કરે છે એમાં રાજીપો કરે તો વિશેષ જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરે છે. પરિગ્રહનો સ્વભાવ છેકે સમ્યગજ્ઞાન પ્રત્યે ઉદાસીન ભાવ પેદા કરાવે આજે લગભગ છોકરાઓને શું કહેવાય છે ? ભણશો નહિ તો ખાશો શું? અને નહિ ભણો તો પછી જીંદગીમાં કરશો શું? રોટલા કોણ ખવડાવશે ? આથી આજે ખાવા માટે ભણવાનું થઇ ગયું પણ આત્મજ્ઞાન માટે ભણવાનું ગયું એ વિચાર એને સમ્યકજ્ઞાન પ્રત્યે ઉદાસીન ભાવનો વિચાર કહ્યો છે. જૈન શાસનના સૂત્રો ભણવાથી એ શું ઉપયોગમાં આવવાના ! પૈસો કમાવવાના ઉપયોગમાં આવશે ? લગભગ આજે જૈન શાસનના સૂત્રો એના અર્થો ભણવાના બંધ થયા હોય તો શાથી ? એનો ઉપયોગ શું ? આ વિચારણા એજ સમ્યજ્ઞાન પ્રત્યેનો ઉદાસીના ભાવ બતાવે છે. આવો ઉદાસીનભાવ આજે તમારામાં નહિને ? આજે જૈનકુળમાં જન્મેલા સમ્યજ્ઞાન ભણી શકે એમ કેટલાય છે. ધારણા કરીને, ગોખીને યાદ રાખી શકે એવાય કેટલાય છે. લાંબાકાળ સુધી ટકાવી શકે, ચિંતન, મનન કરી શકે એવાય કેટલાય છે છતાં પણ નથી ભણતા, ભણેલું યાદ નથી રાખતા એનું કારણ શું? એ શું કામમાં આવે ? જ્ઞાની ભગવંતો કહેછેકે સમ્યગજ્ઞાન મેળવેલું હશે તો પુણ્યથી મલતી સામગ્રી ભોગવવામાં અનેક પ્રકારના રાગાદિ પાપોથી. બચાવવામાં સહાયભૂત થશે એવી જ રીતે પાપના ઉદયથી દુ:ખ આવે તો દુ:ખના કાળમાં હાયવોય થવાને બદલે સમાધિ ભાવ રાખવામાં રખાવવામાં સહાયભૂત થાય છે. જ્યારે પરિગ્રહ માટે ભણેલું જ્ઞાન સુખમાં અસંતોષની આગ પેદા કરાવીને સંસારની વૃદ્ધિ કરાવે અને દુ:ખના કાળમાં હાયવોય કરાવી સંસારની વૃદ્ધિમાં કારણ બને છે. તમોને કયા જ્ઞાન પ્રત્યે ઉદાસીન ભાવ બેઠેલો છે ? પરિગ્રહ માટે ભણાતું જ્ઞાન એ અજ્ઞાન કહેવાય છે. બોલો તમે અજ્ઞાન પ્રત્યે ઉદાસીન ભાવવાળા છો કે સમ્યગજ્ઞાન પ્રત્યે ઉદાસીન ભાવવાળા છો ? Page 88 of 97.

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97