________________
એટલે પેદા કરનાર છે. પરિગ્રહ કોઇ દિવસ કોઇની પાસે શાશ્વત એટલે કાયમ રહેવાવાળો નથી, રહેતો. નથી માટે અધ્રુવ કહેવાય છે. જેમ જેમ પરિગ્રહની વૃદ્ધિ થતી જાય તેમ તેમ અસંતોષ અને અવિશ્વાસ પેદા કરાવતો જાય છે અને વધારતો જાય છે એ અસંતોષ અને અવિશ્વાસના પ્રતાપે જીવોના અંતરમાં આધિ પેદા કરાવે છે અને શરીરને વિષે અનેક પ્રકારના વ્યાધિ પેદા કરાવતો જાય છે.
અસંતોષ અને અવિશ્વાસ એ ઉપાધિના વિશેષણો છે જેમ જેમ પરિગ્રહ વધે તેમ તેમ ઘરના અને કુટુંબના નિકટના ગણાતાં મનુષ્યો પ્રત્યે એટલે ઘરની વ્યક્તિઓ પ્રત્યે પણ અવિશ્વાસ પેદા થતો જાય છે. એ જોઇ જશે તો લઇ લેશે તો હું બહાર જાઉં અને કોઇ ન હોય તો તે લઇ લેશે તો ? ઇત્યાદિ અનેક વિચારોથી મન ભ્રમિત થતું જાય છે એટલે એ ચક્રાવાના વિચારોમાં ર્યા જ કરે છે અને પોતાની ગણાતી
વ્યક્તિઓ પ્રત્યે અવિશ્વાસ પેદા થતાં થતાં ચીડીયો સ્વભાવ પેદા થતો જાય અને વારંવાર જે આવે એમના. પ્રત્યે ગુસ્સો વધતો જાય છે આથી એમને કોઇ બોલાવે નહિ અને પૈસાના પ્રતાપે બીજાને જવાબ પણ એવી. રીતે આપે કે મારા જેવો હોંશિયાર દુનિયામાં કોઇ નથી એમ દેખાડે આથી જ અપ્રશસ્ત રાગથી કરેલી ધર્મ આરાધનાની ક્રિયાઓ સારા વિચારો શુધ્ધ પરિણામો પેદા થવા દેતા નથી. અશુભ વિચારોમાં જીવને જીવાડી સંસાર વૃધ્ધિનું કારણ બને છે. પ્રશસ્ત રાગપૂર્વક પૂજા કરવામાં આવે તોજ એ પૂજા આત્મકલ્યાણ સાધવામાં સહાયભૂત થાય છે. જો પરિગ્રહનું મમત્વ રાખીને સંપૂર્ણ જ્ઞાની બની શકાતું હોત તો તીર્થકર પરમાત્માના આત્માઓ રાજ્ય, વૈભવ, બધ્ધિ, સિધ્ધિ, પરિવાર આદિ બધુ છોડીને અપરિગ્રહી બની સંયમ ધારણ કરત નહિ. તીર્થંકર પરમાત્માઓ બધાનો ત્યાગ કરી સંપૂર્ણ જ્ઞાન બને છે એ એજ સૂચવે છેકે પરિગ્રહ અને એનું મમત્વ છોડવા લાયક જ છે.
શ્રી અરિહંત પરમાત્માઓ પાસે છેલ્લે ભવે ઉંચામાં ઉંચી કોટિની પરિગ્રહની સામગ્રી હોય છે છતાં આ પરિગ્રહ મને સુખ આપશે માટે એને સાચવું, સંગ્રહ કરૂં એવી બુધ્ધિ અંતરમાં ક્યારેય હોતી નથી. આ પરિગ્રહ મને અનુકૂળ છે. ભવિષ્યમાં મને કામ આવશે એવી પણ વિચારણા હોતી નથી.
પરિગ્રહની ઇરછા માત્રથી જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મનો બંધ થયા જ કરે છે એમાં અશુભ કર્મો વિશેષ રીતે બંધાય.
પરિગ્રહ માનવને હેવાન બનાવે છે. પરિગ્રહ સજ્જનને દુર્જન બનાવે છે.
જ્ઞાની ભગવંતો પરિગ્રહના જે વિશેષણ જણાવે છે એ એટલા માટે કે આ રીતે પરિગ્રહ ઓળખાય તો. મમત્વ મૂચ્છ પેદા ન થાય કે જેથી જલ્દીથી એનાથી છૂટી શકાય જો એ પરિગ્રહને ન છોડી શકે તો અંતરમાં ભારોભાર દુ:ખ થાય.
શિવ ળ મેળવવામાં અને એના માર્ગની પ્રાપ્તિમાં પરિગ્રહ એ વિપ્ન રૂપ જ છે. એવી બુધ્ધિ પેદા થાય પછી જ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઇ શકે.
મનુષ્યોને પ્રિયમાં પ્રિય ચીજ પરિગ્રહ જ છે એ જ્યાં સુધી ન ઓળખાય દુ:ખ રૂપ ન લાગે ત્યાં સુધી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઇ શકે નહિ.
ઓછામાં ઓછા પરિગ્રહના પદાર્થોમાં મમત્વ હોય તો તે પરિગ્રહ કહેવાય અને અબજો રૂપિયા હોવા છતાં મમત્વ ન હોય તો તે પરિગ્રહ રૂપે ગણાતો નથી. પૈસાને સ્પર્શ કરે એટલે વિચારોની સ્થિરતા જતી રહે છે વિચારો વા માંડે છે અને વિચારોની આંધિ પેદા થતી જાય છે આથી જ્ઞાની ભગવંતો પરિગ્રહને એટલે પૈસાને અધૂવ કહે છે. આ રીતે પ્રશસ્ત રાગ બનાવવાના પુરૂષાર્થ કરતા કરતા ભાવથી ળપૂજા કરવામાં
Page 86 of 97