Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 84
________________ અપ્રશસ્ત વચનો બોલવા, મનથી અપ્રશસ્ત વિચારો કરવા કે કાયાથી પ્રવૃત્તિ કરવી એ શોભે ખરૂં ? જે ઘર આદિને શરણ રૂપ માનીને જીવે એને વાસ્તવિક રીતે અરિહંતાદિના દર્શન કરવાનો પણ અધિકાર નથી. છતાં પણ એવા જીવો ધર્મ આદિના અનુષ્ઠાનો કરે તો પણ ધર્મની પ્રાપ્તિ થતી નથી માત્ર પાપાનુબંધિ પુણ્ય બંધાય છે. આ જન્મમાં ગમે તેટલી મહેનત કરીને જીવો હજારો લાખો કે કરોડો રૂપિયા રૂપે પરિગ્રહ ભેગો કરે સ્થાવર મિલ્કત રૂપે ગમે તેટલા મકાનો જમીનો આદિનો માલિક બને તા પણ અંતે તો આ બધુ અહીં જ મુકીને જવાનું છે ને ! આમાનું કશું સાથે આવવાનું ખરૂં ? કોઇપણ સાથે લઇને ગયા ખરા ? ગમે તેવા રોગાદિ શરીરમાં પેદા થયા હોય તો પણ એ લાખો કે કરોડો રોગાદિને નાશ કરી નિરોગી બનાવવામાં સહાયભૂત થાય છે ખરા ? કદાચ પુણ્યોદય હોય અને રોગાદિ નાશ થઇ પણ જાય પણ એથી મરણથી બચાવવામાં સહાયભૂત થાય ? એટલે મરણ અટકાવે ? મરણને રોકે ? ગમે તેટલી જીવવાની ઇચ્છા હોય તો પણ એ જીવવા દેવામાં એટલે જીવન જીવવામાં સહાયભૂત થાય એમ છે ? માટે જ્ઞાની ભગવંતો એજ કહેછે કે પરિગ્રહ કોઇ કાળે કોઇ પણ જીવને માટે શરણ રૂપ નથી જ બનતો.(થતો.) આ ભાવ અંતરમાંપેદા કરી એને લાંબાકાળ સુધી સ્થિર બનાવવા માટે ભાવથી અપરિગ્રહી એવા આત્માઓની ફ્ળપૂજા કરવાની છેકે જેથી અનાદિકાળથી જીવોને પરિગ્રહ શરણરૂપ લાગે તે અશરણરૂપ લાગતો થાય. જો આ ભાવ પેદા થવાની શરૂઆત થાય તોજ મિથ્યાત્વનો ક્ષયોપશમ ભાવ પેદા થતાં થતાં પરિગ્રહ એ એકાંતે દુઃખરૂપ દુઃખફ્લક દુઃખાનુબંધિ લાગ્યા વગર રહેજ નહિ. (૩) દુરંત :- પૈસો વગેરે વધારવાના રસ્તે જતાં મનુષ્યોને જેનું પરિણામ ખતરનાક જ આવે છે. ધનવાનો મૃત્યુના સમયમાં હાયપીટ કરતાં રોગમાં પીડાતા પોતાની ભેગી કરેલી માયાન ટગર ટગર જોતાં જ આંખ બંધ કરી દે છે અને દુર્ગતિના અતિથી બને છે. દુરંત એટલે ખતરનાક. પૈસો વગેરે વધારવાના રસ્તે જતાં માણસોને ઘણું ઘણું કષ્ટ વેઠવું પડે છે. ગમે તેવા શબ્દો સાંભળવા પડે, મારા મારી પણ થાય, મહેનત કરવા છતાંય પૈસો આવવાના બદલે રોકેલો પૈસો પણ નાશ પામી જાય, જેને આપેલા હોય એ પૈસા આપે નહિ, ગમે તેમ બોલે ગુસ્સો કરે ધક્કા ખવડાવે એમ અનેક પ્રકારના કષ્ટોને વેઠવા પડે એવી સ્થિતિ જે પેદા થાય તે ખતરનાક રસ્તો કહેવાય છે. અરે પૈસા માટે જેનું મોઢું જોવાલાયક ન હોય તેનું મોઢું જૂએ ભાઇ બાપા કરે અને છેક હરિજન વાસમાં જવું પડે તો પૈસા માટે જવા તૈયાર થાય એમ અનેક પ્રકારના કષ્ટોને વેઠવાની શક્તિ પેદા કરે ત્યારે પૈસો મલે જે માણસ હાથ જોડવા લાયક ન હોય, ભયંકર કોટિનો હોય છતાં પણ એ માણસને હાથ જોડવા પડે, સલામ ભરવી પડે એમ પૈસા માટે સારા ગણાતા માણસો શું શું નથી કરતા. આ રીતે પરિગ્રહ માટે જે પ્રવૃત્તિઓ કરવી એ ખતરનાક પ્રવૃત્તિઓ કહેવાય છે. આ રીતે ગમે તેવા પ્રયત્ન કરીને પણ પૈસો લાવે અને અંતરમાં થાય. ચાલો ગમે તે રીતે પણ પૈસા મલે છે ને ! એમ આનંદ માનતો જાય. એ રીતે પૈસા મેળવીને ઘરે આવે તો ઘરે આવતાં કેટ કેટલા વિચારો પૈસા માટેનાં સારા કરતો કરતો આવ્યો હોય કે જેથી આ લાવીશું આ લાવીશું આને આપીશું આટલું દેવું ઓછું થશે ઇત્યાદિ વિચારણાઓ કરતો કરતો જ્યાં ઘરે આવે કે ઘરમાં કોઇને સપ્ત બિમારી આવી હોય, એક્સીડન્ટ થયો હોય, કોઇ પડી ગયા હોય ઇત્યાદિ બીના બનેલી જૂએ કે તરતજ એના બધા વિચારો કકડ ભૂસ થઇ જાય અને મેળવેલ પૈસા બધા એમાં ખર્ચાઇ જાય અને ઉપરથી બીજા ઉછીના લાવવા પડે એવી હાલત બની જાય માટે આવા વિચારો વારંવાર કકડભૂસ કરનાર આ પરિગ્રહ જ છે. એવી બુધ્ધિ પેદા કરવાની છે માટે પરિગ્રહને દુરંત કહેવાય છે. આવી રીતે મેળવેલા પૈસાનો સદ્ઉપયોગ કરી શકે નહિ અને સદઉપયોગ કરવાનું મન પણ થાય નહિ. Page 84 of 97

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97