________________
માટે જ છે એમાં સંતોષ માની લેવો એવો સંતોષ એ ગુણરૂપ નથી એવા જીવોને સંતોષી ન કહેવાય કારણકે આવી વૃત્તિ અને વિચારણા દુર્ગતિમાં લઇ જનાર છે આતો ન મલે આવા બ્રહ્મચારી એના જેવી હાલત કહેવાય કારણકે આવા જીવોને પુણ્યનો ઉદય જાગે અને પરિગ્રહ મલે તો તેમાં આનંદ અને મમત્વ ભાવ પેદા થયા વગર રહેતો નથી.
વૈરાગ્ય ભાવ વગરનો દાન-શીલ-તપ અને ભાવ એ ચારે પ્રકારનો ધર્મ આકાશ કુસુમવત્ છે. આકાશમાં ચિત્રામણ સમાન છે. માટે ધર્મ પ્રવૃત્તિ કરતાં વૈરાગ્ય ભાવ જરૂરી કહ્યો છે. પરિગ્રહ સંજ્ઞા તોડવા માટે ફ્ળપૂજા કરું છું આટલી બુધ્ધિ તો અંતરમાં સ્થિર થવી જ જોઇએ.
પુણ્યાનુબંધી પુણ્ય બંધાતા જીવને સંસારના સુખની સામગ્રી વધુને વધુ મલતી જાય છે. ભગવાનની ભક્તિ સારામાં સારી રીતિએ કરવાથી પુણ્ય બંધાય છે એ પુણ્યથી સંસારની સામગ્રી સારામાં સારી મલ્યા કરે એ મળેલી સામગ્રીમાં જીવને રાગ પેદા થતો જાય તો તે પાપાનુબંધી પુણ્યવાળી સામગ્રી ગણાય છે અને મળેલી સામગ્રીમાં વૈરાગ્ય ભાવ વધતો દેખાય આત્મિક ગુણ તરફ જીવ આગળ વધતો દેખાય તો સમજવું કે એ સામગ્રી પુણ્યાનુબંધી પુણ્યથી મળેલી છે એમ કહેવાય છે આથી મળેલી સામગ્રીમાં જીવોની પરિક્ષા થાય છે.
અપરિગ્રહીની પૂજા શા માટે ? અપરિગ્રહી બનવા કે પરિગ્રહી બનવા ? સંસારની સામગ્રી વધે તેમ આનંદ આવે કે વૈરાગ્ય વધે ? આ રોજ વિચારવાનું છે.
અનુકૂળ પદાર્થોની સુખની ઇચ્છાઓ અને આશાઓને જીવો એકેન્દ્રિયપણામાં જાય તો પણ સાથે લઇને જાય અને તે આશામાં ન આશામાં જીવોને એકેન્દ્રિયપણાના દુ:ખોને વેઠવાની શક્તિ આપે છે તો પછી એક મોક્ષનો અભિલાષ કરી લીધો હોય તો એ મોક્ષ સુખના અભિલાષ પાપના ઉદયથી દુઃખ આવે તો દુઃખ વેઠવાની શક્તિ ન આપે ? માટે જ્ઞાનીઓ કહેછે કે મોક્ષનો અભિલાષ સુખની સામગ્રીને દુઃખરૂપ લગાડે દુઃખ વેઠવાની શક્તિ આપે અને સુખની સામગ્રી ન છૂટે તો દુઃખરૂપ લગાડવામાં સહાયભૂત જરૂર
ન
થાય.
છોડવા લાયક ચીજ હોય તો એક પરિગ્રહ જ છે. સંસાર છોડવા લાયક જ છે. અનુકૂળ સામગ્રીઓમાં રહેવા લાયકપણું નથી આવી બુધ્ધિ મોક્ષના અભિલાષીને હોય જ.
પરિગ્રહના મુખ્ય બે લક્ષણો કહલા છે.
(૧) મળતા પરિગ્રહમાં સંતોષ પેદા ન થવા દે પણ અસંતોષની આગ પેદા કરાવે છે.
(૨) મળેલા પરિગ્રહમાં અસંતોષ પેદા કરાવી એ મળેલી ચીજોને લેવાની ઇચ્છા પેદા કરાવી લે એ જ્યારે એ ચીજોને લે એટલે ગ્રહણ કરે એટલે પૂર્વે બાંધેલું પુણ્ય ખતમ કરાવે છે.
ફ્ળપૂજા કરતા કરતા આત્માના જે દુશ્મનો કહેલા છે તે દુશ્મન તરીકે જ માનવાના પણ મિત્ર તરીકે માનવાના નહિ જ એજ જૈનશાસન શીખવાડે છે. (કહે છે.)
આંખ સામે સાધુપણાને રાખીને આત્માને સજાગ રાખવાનું જ જૈનશાસન કહે છે.
જ્યાં સુધી મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ ભાવ પેદા ન થાય ત્યાં સુધી અપ્રશસ્ત રાગથી પૂજા કરે છે એમ કહેવાય અને જ્યારે મિથ્યાત્વનો ક્ષયોપશમ ભાવ પેદા થાય અથવા પેદા કરવાની ભાવના થાય ત્યારથી પ્રશસ્ત રાગની શરૂઆત થાય છે અને તે જીવો પ્રશસ્ત રાગથી પૂજા કરે છે એમ કહેવાય છે.
પ્રશસ્ત રાગથી ભગવાનની ભક્તિ કરતાં પરિગ્રહ ખટક્યા વિના રહે નહિ.
પરિગ્રહનો સ્વભાવ છેકે જેમ જેમ પદાર્થોનો લાભ વિશેષ પેદા થતો જાય તેમ તેમ અસંતોષ વધે અને
Page 82 of 97