________________
આવે તો જ્ઞાની ભગવંતો જે રીતે પરિગ્રહને સમજાવવા માગે છે તે રીતે સમજી શકાય અને આત્મકલ્યાણમાં આગળ વધી શકાય.
(૫) અનિત્ય :- લક્ષ્મી અનિત્ય રૂપે છે સ્થિર રહે જ નહિ. તીજોરીમાં પણ સ્થિર ન રહે કાંતો વધે અને કાંતો ઘટે. લક્ષ્મી દેવોના પગે ભમરો હોવાથી ક્યારેય અને કોઇને ત્યાં પણ એ સ્થિર રહેતી નથી. લક્ષ્મી એટલે અસ્થિર અને ચંચળ એનું મમત્વ કે આસક્તિ રખાય ખરી ? જૈન પરિગ્રહને એટલે લક્ષ્મીને અગ્યારમો પ્રાણ ક્યારેય માને નહિ ઉપરથી દશ પ્રાણોને લુંટી લેનાર અથવા નાશ કરનાર છે એમ માને છે !
રાગ મોહનીય કર્મ શુભ ક્રિયાઓ કરાવીને આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવે છે જો પ્રશસ્ત રાગ રૂપે ભક્તિ થાય તોજ મિથ્યાત્વ મોહનીય કર્મની મંદતા થાય અને પછી જીવ પુરૂષાર્થ કરી ગ્રંથી ભેદ સુધી પહોંચી શકે અને ગ્રંથી ભેદ કરી સમકીતની પ્રાપ્તિ કરી શકે એનાથી વધારે સત્વ પેદા થાય તો દેશવિરતિ પામી શકે એથી વધુ સત્વ પેદા થાય તો સર્વવિરતિ પામી શકે. આ ન પામવા દેવામાં કોઇ હોય તો વિઘ્ન રૂપે પરિગ્રહને જ કહેલો છે.
જ્ઞાની ભગવંતો કહે છે કે અનિતીથી આવેલો પૈસો વધારેમાં વધારે ટાઇમ સુધી ટકે તો દશ વરસ સુધી ટકે એથી આગળ નહિ પછી કોઇને કોઇ કારણ આવી જાય કે જેથી એ પૈસો જતો જ રહે માટે પૈસાને અનિત્યની ઉપમા અપાય છે.
ભોગાવલી કર્મ એને કહેવાય કે જે ભોગવતા એને પોતાના પરિગ્રહની ચિંતા ન હોય પણ બીજા જીવો એ જીવોના સુખની ચિંતા કરતા જાય છે ભક્તિ રૂપે બાકી આવા જીવો ભોગાવલી કર્મ ભોગવતાં પોતાના કર્મોનો નાશ કરતો જાય છે. જો વાસ્તવિક રીતે શિવફ્ળ જોઇતું હોય તો અથવા શિવળ રૂપે વાસ જોઇતો હોય તો એને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરવી પડે અહીં વર્તમાનમાં ઉત્તમ ફ્ળ મુક્તા કેવલજ્ઞાન મલવાનું નથી પણ કેવલજ્ઞાનને અનુસરનારૂં આત્માને કેવલજ્ઞાન સન્મુખ લઇ જવામાં સહાયભૂત એવું શ્રુતજ્ઞાન તો અહીંજ પ્રાપ્ત થાય છે એજ ફ્ળપૂજાનું પ્રત્યક્ષ ફ્ળ કહેલું છે.
અપરિગ્રહીની ભાવના રાખીને પરિગ્રહ એ સંખ્યાતા ભવો અસંખ્યાતા ભવો કે અનંતા ભવો વધારનાર છે એમ માનીને અપરિગ્રહીની ભક્તિ કરે તોજ ભગવાનની ભક્તિ વારંવાર પ્રાપ્ત કરી સિધ્ધ શીલા સુલભ બનાવે છે.
(૬) અશાશ્વત :- પરિગ્રહ કોઇ દિવસ શાશ્વત રહી શકતો નથી. મળેલો કે મેળવેલો પરિગ્રહ કોઇને માટે પણ શાશ્વત એટલેકે જીવનની છેલ્લી ઘડી સુધી ટકી રહેશે એવો વિશ્વાસ રાખવો એ દીવો લઇને કુવામાં પડ્યા જેવું છે.
જેમ જેમ પરિગ્રહ વધે ત્યારે એમ વિચાર કરતો જાય કે હાશ હવે છેલ્લી જીંદગીમાં વૃધ્ધાવસ્થામાં શાંતિથી જીવાશે પરંતુ આ પરિગ્રહ શાશ્વત રૂપે કોઇનો રહેતો નથી ક્યારે કયી રીતે નાશ પામી જાય ચાલી જાય એ કહેવાય નહિ કારણકે જેવો વૃધ્ધાવસ્થામાં શાંતિનો વિચાર કરે કે તરત જ એવા વિઘ્નો આવવા માંડે કે એ પરિગ્રહ ઓછો થતો જ જાય માટે જ્ઞાનીઓ એને અશાશ્વત કહે છે. આજે લગભગ મોટા ભાગે આવું જ જોવા મલે છે કારણકે માંડ માંડ ભેગા કરેલા પૈસાથી ફ્લેટ લે અથવા લોન લઇ ફ્લેટ લે અને પછી મહેનત કરી પૈસા કમાય કે લોન બે પાંચ વરસમાં પૂર્ણ કરીશ ત્યાં એજ ફ્લેટ વારંવાર પૈસો માગ્યા જ કરે તાત્કાલિક જરૂર પડે એટલે એ પ્રમાણે એમાં પૈસા નાખ્યા વગર ચાલે નહિ આથી લોન ભરવાની ઉભી ને ઉભી રહે અને ઘરમાં પૈસો નખાતો જાય ઇત્યાદિ અનેક રીતે પૈસો જતો રહેતો હોય મહેનત પહેલા કરતા
Page 87 of 97