________________
રાગ મોહનીય કર્મને પ્રશસ્ત રૂપે બનાવીને આત્મકલ્યાણ કરવાનું કામ મનુષ્યોજ કરી શકે છે અને એ પ્રશસ્ત રાગને ટકાવીને ધર્મ આરાધના કરે તો એ ધર્મઆરાધનાથી જરૂર સંસાર કપાય છે.
પૈસો જેમ જેમ વધતો જાય તો એ વધેલા પૈસાને ટકાવવામાં, સાચવવામાં ન ચાલ્યો જાય એની કાળજી રાખવામાં અને કોઇ જોઇ ન જાય એની કાળજી રાખવામાં જીવ સારી રીતે ખાઇ શકતો નથી, પી. શકતો નથી, સુઇ શકતો નથી, બેસી શકતો નથી, કોઇની સાથે સારી રીતે વાતચીત કરી શકતો નથી અને આખો દિવસ એજ પેસાના વિચારોમાં ન વિચારોમાં કાળ પસાર કરતો જાય છે. એટલેકે જીવને ગાંડા જેવો બનાવી દે છે. જેમ ગાંડા માણસને કોઇ નસ મગજની નબળી પડતાં એકના એક વિચારો વારંવાર ચાલ્યા જ કરે છે એનાથી પાછો ફ્રી શકતો નથી એવી જ રીતે આ જીવ પૈસાના મમત્વના કારણે એના વિચારો સિવાય બીજા વિચારો મગજમાં પેદા કરી શકતો જ નથી અને આ વિચારોના કારણે માનસીક ટેન્શન વધી જતાં માથાનો દુ:ખાવો થાય, કમ્મરનો દુ:ખાવો થાય, પેટનો દુ:ખાવો થાય, પગનો દુ:ખાવો. થાય એમ વારંવાર આખા શરીરમાં કોઇને કોઇ દિ' દુ:ખાવા ચાલુ રહેતા કોઇ કામ કરવાનું મન ન થાય. બેચેની રહ્યા કરે, બ્લડ પ્રેસર ચઢ ઉતર થયા કરે, કોઇવાર લો થાય કોઇ વાર હાઇ પ્રેશર થાય અને એમ કરતાં કરતાં ડાયાબીટીસ જેવી લાંબી કાયમની બિમારી પેદા થઇ જાય આવી રીતે અનેક અસાધ્ય રોગો શરીરમાં પેદા થઇ જાય કે જેના કારણે એ પેસો એમાંને એમાં જ પૂરો થઇ જાય. આવી રીતે પૈસાની અને જે પરિગ્રહ ભેગો કરેલો છે એની ચિંતા વિચારણા કરતા કરતા જ્યારે મરણની વેળા આવે અને મરણ આંખ સામે દેખાવા માંડે એટલે મરણ પથારીએ પડેલા એ જીવને કોઇ ગમે તેટલા નવકાર મંત્ર સંભળાવે તો પણ એનું ધ્યાન-મન એમાં એકાગ્ર થતું નથી પણ પોતે મહેનત કરીને ભેગી કરલી સામગ્રીને જોતાં જોતાં અંતરમાં એ સામગ્રી છોડીને જવું પડે છે અને ક્યાં ચાલ્યો જઇશ એના જ વિચારો કર્યા કરે છે. આ બધી સામગ્રી કોને મલશે, કોણ લેશે એને શું કરશે ? આ સામગ્રી વગર બીજે હું કેવી રીતે રહી શકીશ અને ક્યાં જવું પડશે ? ઇત્યાદિ વિચારણાઓમાં કાળ પસાર કરતા કરતા છેવટ માટેની આંખ મીંચાઇ જાય છે. અર્થાત આંખ મીંચી દે છે. જ્ઞાની ભગવંતો કહેછે કે પરિગ્રહના મમત્વના વિચારોના કારણે પોતાના આવી પડેલા રોગોની બિમારી પણ ભૂલી જાય છે અને ભેગી કરેલી સામગ્રીને માયા રૂપે જોતો જોતો આંખ મીંચાઇ જાય પણ એમાંની કોઇ સામગ્રી સાથે જતી નથી અર્થાત ન જાય એમ બને જ છે પણ મરતી વખતે કરેલા વિચારોનાં સંસ્કારો જીવ સાથે લઇને જાય છે અને દુર્ગતિમાં ભટકવા માટે ચાલતો થાય છે.
આવા જીવોને મનુષ્ય જન્મ મલે તો પણ દીકરાઓ બોલાવે નહિ કોઇ રાખવા તૈયાર થાય નહિ. દેવભવમાં ઉત્પન્ન થાય તો ત્યાં રહેલી દેવોઓ હડે હડે કરે કોઇ જગ્યાએ શાંતિ પેદા થાય નહિ. પરિગ્રહનું મમત્વ અને એનું સ્મરણ આવા પરિણામો અને ળ આપે છે માટે એ દૂરંત એટલે ખતરનાક કહેલો છે આ રીતે પરિગ્રહ રંત સમજવા માટે સમજીને એનાથી બચવાનો પ્રયત્ન કરવા માટે જ જ્ઞાની ભગવંતોએ ભાવથી ળપૂજા કરવાનું વિધાન કરેલું છે. આ રીતે પરિગ્રહની ઓળખ થાય તોજ અપરિગ્રહીપણું ગમતું થાય.
નિષ્પરિગ્રહીની ભક્તિ કરતા આ પરિગ્રહ છોડવાની તાકાત માગવાની છે. જ્યાં સુધી એ તાકાત ન આવે ત્યાં સુધી એ પરિગ્રહ પાપ છે, છોડવા લાયક છે એવી બુધ્ધિ અંતરમાં સતત ચાલ્યા કરે એ માટે
ળપૂજા કરવાની છે. પરિગ્રહ વધે એનું અંતરમાં દુઃખ પેદા થતું જાય તો માનવું કે અપરિગ્રહી માની જે ભક્તિ કરીએ છીએ તે બરાબર છે.
(૪) અધ્રુવ :- પરિગ્રહ સીને માટે નાશવંત છે. આધિ-વ્યાધિ-અસંતોષ અને અવિશ્વાસને આપનાર
Page 85 of 97