________________
પરિગ્રહના વિશેષણોનું વર્ણન
(૧) અનંત, (૨) અશરણ, (૩) દુરંત, (૪) અધ્રુવ, (૫) અનિત્ય, (૬) અશાશ્વત, (૭) પાપકર્મ મૂલક, (૮) અવકરણીય, (૯) સ્વ અને પરનો વધ. આ બધા વિશેષણો કહેલા છે.
(૧) અનંત :- પરિગ્રહ હંમેશા અનંતરૂપે હોય છે. પરિગ્રહને પાર કરવા માટે કોઇની પાસે કાંઇપણ સાધન નથી માટે તે અનંત કહેવાય છે. જેમ જેમ ઇચ્છાઓ પેદા થતી જાય તેમ તેમ એ ઇચ્છાઓનો અંત થતો જ નથી. તમોને કેટલું મલે તો આગળ પરિગ્રહની ઇચ્છા ન થાય ? જ્ઞાનીઓ કહે છેકે જેમ જેમ પરિગ્રહ મલતો જાય-વધતો જાય તેમ તેમ એની ઇચ્છાઓનો અંત આવતો જ નથી. જહા લાહો તહા લોહો એટલેકે જેમ જેમ લાભ વધતો જાય તેમ તેમ લોભ વધતો જાય છે અને જેમ જેમ પરિગ્રહ વધતો જાય કે ન વધતો જાય તો પણ અંતરમાં અસંતોષની આગ પેદા કરતો જ જાય છે પરિગ્રહ વધે અને સંતોષઆવે એમ કોઇ કાળે બનતું નથી. આથી પરિગ્રહનો સ્વભાવ જીવને અસંતોષી બનાવવાનો અને જેમ જેમ અસંતોષ વધે તેમ મળેલો ગમે તેટલો પરિગ્રહ હોય તો પણ ઓછો જ લાગે અને એજ વિચારો લાંબાકાળ સુધી ટક્યા રહેતા એમાં આયુષ્યનો બંધ પડે તો દુર્ગતિનું આયુષ્ય બંધાયા વગર રહેતો નથી. પરિગ્રહ પરિમાણ લીધુ હોય તેમાં જેટલો પરિગ્રહ રાખ્યો હોય તેમાં સંતોષ રહેકે અસંતોષ પેદા થાય ? અને પરિગ્રહ પરિમાણ લીધા પછી પાપના ઉદયથી ધન ચાલ્યુ જાય તો અંતરમાં ૬ઃખ થાય કે સમાધિભાવ ટક્યો રહે ?
જ્યાં સુધી અંતરમાં પરિગ્રહ પ્રત્યે મમત્વ બુધ્ધિ બેઠેલી હોય છે ત્યાં સુધી અપરિગ્રહી એવા અરિહંત પરમાત્માને નમન કરે, વંદન કરે, પૂજા કરે, ભક્તિ કરે, સ્તવના કરે તો પણ અપરિગ્રહી થવાનું મન થતું નથી કારણકે પરિગ્રહનું મમત્વ દુઃખરૂપ લાગતું નથશે.
પુણ્યના ઉદયથી પરિગ્રહ મલતો જાય, વધતો જાય, ટકતો જાય સચવાતો જાય અને એની મમત્વ બુધ્ધિ જે બેઠેલી છે એ જો અંતરમાં ખટકે નહિ તો ગમે તેટલો ધર્મ કરવા છતાં એ જીવ જૈનશાસનને પામેલો નથી તેમજ સમજેલો પણ નથી એમ શાસ્ત્ર કહે છે.
સંસારી જીવો પરિગ્રહ વગર જીવવા માગે તો એમને માટે એ દોષ કહેવાય છે પણ એ પરિગ્રહમાં મમત્વ બુધ્ધિ શ્રાવકને ન હોય. સાધુ જીવનમાં પરિગ્રહ રાખીને જીવાય તો દોષ કહેવાય છે. પુણ્યના ઉદયથી પરિગ્રહ વધતો જાય તો પણ તે દુઃખ રૂપ લાગવો જ જોઇએ.
અપરિગ્રહીની ફ્ળપૂજા કરતાં પરિગ્રહ એ દુર્ગતિમાં લઇ જવાના કારણ રૂપ છે એવી માન્યતા અંતરમાં સ્થિર ન થાય તો એ ફ્ળપૂજા નિક્ળ છે એટલે આત્માને કાંઇ લાભ કરે નહિ.
દર્શન મોહનીય કર્મ ગાઢ હોય એટલે મિથ્યાત્વ મોહનીય કર્મ ગાઢ રસવાળુ ઉદયમાં હોય ત્યાં સુધી પરિગ્રહમાં મમત્વ બુધ્ધિ બેઠેલી હોય છે અને જ્યારે મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થાય એટલે પરિગ્રહનું મમત્વ દુર્ગતિમાં લઇ જનારૂં છે એમ લાગવા માંડે અને ભગવાનની ભક્તિ ફ્ળપૂજા નિષ્પરિગ્રહી બનવા માટે કરૂં છું એવા ભાવ પેદા થતા જાય છે.
પરિગ્રહ એ પાપ છે કારણકે મને અસંતોષની આગ પેદા કરાવે છે. એનાથી છૂટવા માટે ફળપૂજા કરું છું આવું ધ્યેય રાખીને ભગવાનની ફ્ળપૂજા કરતાં ભગવાન પ્રત્યે અંતરમાં અહોભાવ પેદા થાય છે. જેમ પરિગ્રહ વધે એમ તમને શું થાય ? વધારે દુઃખી થાઉં છું એવો વિચાર આવે ખરો ? જો સાવધ નહિ રહું તો હજી વધારે દુઃખી થઇશ અને દુર્ગતિમાં ભટકવા જઇશ એવા વિચારો આવે ખરા ?
કર્મનો બંધ અને અનુબંધ પેદા કરાવવામાં પરિગ્રહ જ સહાયભૂત છે એમ કહેલું છે. મળે એવું નથી Page 81 of 97