Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 79
________________ ઓતપ્રોતતા અંતરમાં રહેલી છે એવી ઓતપ્રોતતા ભગવાનના દર્શનમાં આવતી નથી. એટલે સંસારની પરંપરા જન્મ મરણની પરંપરા ઘટવાને બદલે વધે છે. અપરિગ્રહી બનવાના સાધ્યપૂર્વક અપરિગ્રહીની ફ્ળપૂજા કરવાની છે. મોક્ષના ફ્ળની પ્રાપ્તિ માટે અહીં અપરિગ્રહીપણાનું સાધ્ય પ્રાપ્ત કરવું જ પડે. પરિગ્રહ વધે તેમ આનંદ ।વે કે એ પરિગ્રહ નાશ પામે એમાં આનંદ આવે ? ખાવું એ પાપ છે જો સાવધ ન રહું તો દુર્ગતિમાં લઇ જનાર છે એવું ખાતા ખાતા કોને યાદ આવે ? પુણ્યથી મળેલા પદાર્થોને ભોગવવા, સાચવવા, ટકાવવા આદિના વિચારો કરીને જીવવું એ મનુષ્ય જન્મને નિક્ળ કરનારા વિચારો છે કારણકે એ વિચારો પરિગ્રહરૂપે છે જો એમાં જ સમય પસાર કરીશ તો આત્મકલ્યાણના વિચારો ક્યારે કરતો થઇશ ? આ ભાવના સતત અંતરમાં રહેવી જોઇએ. શ્રાવક આવેલા રોગોને (રોગાદિને) આશીર્વાદ માનીને ભોગવે તો સકામ નિર્જરા કરતો જાય અને આત્માનું કલ્યાણ સાધતો જાય હાયવોય કરીને ભોગવે નહિ. જ્ઞાની ભગવંતો કહે છેકે ધર્મ કરવો જેટલો સહેલો છે એટલો ધર્મ પામવો બહુ જ દુષ્કર છે એટલે બહુજ મુશ્કેલ છે. પુણ્યથી મલતી ચીજોમાં રાજી થવું, આનંદ માનવો એ પોતાના હાથે દુર્ગતિમાં જવાનો ધંધો ઉભો કરવો કહેલ છે. કારણકે રાજીપો આનંદ અને હાસકારાથી પરિગ્રહ સંજ્ઞાની પુષ્ટિ થાય છે અને એ પરિગ્રહસંજ્ઞાની પુષ્ટિથી જ આત્માની દુર્ગતિ થાય છ. શિવનો અભિલાષ પેદા નહિ થવા દેવામાં પરિગ્રહ એજ મોટામાં મોટું નુક્શાન કરે છે એટલે અંતરાય રૂપ છે. ઘોડાપુરથી અંતરમાં ચાલતી પરિગ્રહની ઇચ્છાઓ અને લાલસાઓ શિવળની ઇચ્છાને પેદા થવા દેતી નથી. પેદા થાય તો ટકવા દેતી નથી સામાન્ય રૂપે ટકે તો લાંબા કાળ સુધી ટકાવવામાં સહાયભૂત થવા દેતી નથી અને આથી જ જ્ઞાની ભગવંતોએ પરિગ્રહને મોક્ષના અભિલાષ માટે મોટામાં મોટું વિઘ્ન કહેલ છે. શ્રી અરિહંત પરમાત્માઓ પાસે છેલ્લે ભવે ઉંચામાં ઉંચી કોટિનો પરિગ્રહ હતો છતાં પણ એમાં રાગાદિ પરિણામ કર્યા વગર ત્ર્યાશી લાખ પૂર્વ વરસ સુધી જીવન જીવી બતાવી ત્રિવિધે ત્રિવિધે પરિગ્રહનો ત્યાગ કરી ઉંચામાં ઉંચુ અપરિગ્રહીનું જીવન જીવી બતાવી ઘોર પરિષહો-ઉપસર્ગોને સહન કરી કેવલજ્ઞાન પામી એ માર્ગ બતાવીને ગયેલા છે એમની પાસે પરિગ્રહની માગણી કરાય ખરી ? એ વિચારો. પરિગ્રહ સંજ્ઞાને મજબુત કરવા માટે સહાયભૂત જે જે ચીજો બને છે તેને માટે વૃક્ષનું દ્રષ્ટાંત આપેલું છે. જેમ વૃક્ષને મોટી મોટી શાખાઓ એટલે ડાળીઓ હોય છે એ શાખાઓથી વૃક્ષના જીવનને ખુબ ટેકો મળે છે. તેમ પરિગ્રહ રૂપી જે વૃક્ષ તેને લોભ-ક્રોધ-માન-માયા રૂપ કષાયો જ મોટી ડાળો રૂપે રહેલા છે જે ધીમે ધીમે આત્માને ભાન ભૂલા બનાવતા જાય છે. પૈસાનું મમત્વ જીવોને સન્નીપાત પેદા કરાવે છે. જીવ ભાન ભૂલો અને મોહાંધ બનીને પોતાનો સંસાર વધારતો સંસારમાં પરિભ્રમણ કરતો જાય છે. સંસારી જીવો બે પ્રકારના હોય છે. (૧) અર્થ પ્રધાન અને (૨) કામ પ્રધાન. અર્થ પ્રધાન જીવો પોતાનું જીવન પૈસા પાછળ વ્યતિત કરે છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે. કામપ્રધાન જીવો કામસુખ મેળવવા પાછળ ક્રોધ, માન, માયા લોભરૂપી ડાળીઓની સહાય લઇ પોતાનું Page 79 of 97

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97