________________
અત્યાર સુધી અપ્રશસ્ત રાગાદિ પરિણામોને આધીન થઇને અપ્રશસ્ત કષાયો પેદા કરીને જીવન જીવેલા છીએ અને એ જ જીવન ખરેખરું જીવન છે એવી અંતરમાં સ્થિર રૂપે માન્યતા છે એ માન્યતાના કારણે જ ગમે તેટલી સારામાં સારી રીતિએ શ્રી અરિહંત પરમાત્માઓની ભક્તિ કરીએ તો પણ સારા પરિણામો (ભાવો) પેદા થતાં નથી. એમાંથી શુધ્ધ પરિણામોના ભાવો પેદા થતા નથી અને લાંબા કાળ સુધી ટકતા નથી એ ત્યારેજ બને કે આ અપ્રશસ્ત રાગાદિનું જીવન સંસારમાં જન્મ મરણની પરંપરા વધારનારૂં છે એમ લાગે તોજ અપરિગ્રહીપણા માટે પ્રયત્ન થઇ શકે.
આથી ફ્ળપૂજા કરતા કરતા જેમ જેમ પરિગ્રહનું મમત્વ ઘટે તેમ તેમ શિવળનો પ્રત્યક્ષ અનુભવ પેદા થતો જાય. એ શિવળના પ્રત્યક્ષ અનુભવી જીવોને અનુકૂળ સામગ્રી પુણ્યથી મળેલી છે. પુણ્ય છે માટે ભોગવાય છે પુણ્ય છે માટે ટકે છે પુણ્ય છ માટે સચવાય છે અને પુણ્ય છે માટે રહે છે આવી શ્રધ્ધા વધતી આમ કર્યું માટે આમ થયું આવો વિચાર પેદા થાય નહિ.
છે
જાય છે પણ
ખેડૂતો જમીનમાં બીજ વાવે છે તે ઘાસ પકવવા અને ઘાસ મેળવવાની ઇચ્છાથી વાવતા નથી પણ અનાજની ઇચ્છાથી બીજ વાવે છે એ ખેડૂતને ખબર જ છેકે અનાજ પેદા થશે એની સાથે સાથે ઘાસ પેદા થવાનું જ છે અને કોઇ કહે કે ખેતરમાં છોડવા મોટા મોટા થઇ ગયા છે એ ઘાસના છોડવા હોય પણ અનાજનો એક પણ દાણો પેદા ન થયો હોય તો ખેડૂતને શું થાય ? કોઇ કહે કે કાપી નાખતો શું કહે ? ભાઇ એમ કાપી નખાય નહિ હજી અનાજ ઉગ્યું નથી એમ ખેડૂતને જે અક્કલ હોય છે એવી રીતે ભગવાનની ભક્તિ કરનાર આપણને મોક્ષફ્ળ પ્રાપ્ત કરવાની ઇચ્છા છે તે બીજરૂપે છે અને એ મોક્ષફ્ળનું બીજ જરાયે દેખાય નહિ અને ઘાસની જેમ અનુકૂળ સામગ્રીઓ વધતી જતી દેખાતી હોય તો અંતરમાં આપણને શું થાય ? કે ઘાસરૂપ અનુકૂળ સામગ્રી વધુ અમાં આનંદ પેદા થતો જાય ?
જ્ઞાની ભગવંતો કહે છેકે મોક્ષફ્ળ રૂપ બીજના હેતુથી કરેલી ભગવાનની ભક્તિ ઘાસરૂપ અનુકૂળ સામગ્રી આપવાના જ છે એટલે એ સામગ્રી મલવાની જ છે. આથી એને મેળવવાની ઇચ્છા પેદા કરાય જ નહિ. તોજ મોક્ષફ્ળની આંશિક અનુભૂતિ જીવને પેદા થયા કરે.
મૂર્છા વગર પદાર્થોને રાખેલા હોય તો ફ્ળપૂજાથી એ પદાર્થો વધે તો અંતરમાં આનંદ પેદા થાય નહિ અને કદાચ એ પદાર્થો ચાલ્યા જાય તો દુઃખ પણ પેદા થાય નહિ. પરિગ્રહના સુખની અનુભૂતિ કરતો કરતો જીવ અનંતોકાળ દુઃખી થયો છે. હવે દુઃખી થવું નથી માટે અપરિગ્રહીની ફ્ળપૂજા કરતાં કરતાં અપરિગ્રહીપણાના સુખનો અનુભવ કરતો ક્યારે થાઉં એ ભાવ રાખીને કરવાની છે અને એના માટે શરીર, ધન અને કુટુંબ આદિની મૂર્છા ઉતારવાની છે એક બીજા પ્રત્યેની મૂર્છા ઉતારીને આત્માની ચિંતા વિચારણા કરતા કરતા જીવન જીવતા શીખવાનું છે.
આવી ભાવના વગર ગમે તેટલા સારામાં સારા ઉંચામાં ઉંચા ફ્ળો લાવીને પૂર્વક્રોડ વરસ સુધી એટલે ચોરાશી લાખ વરસને ચોરાસી લાખે ગુણીએ ત્યારે એક પૂર્વ થાય એવા ક્રોડપૂર્વ વરસ સુધી ફ્ળપૂજાથી ભક્તિ કરતો જાય તો પણ આત્માને કાંઇ લાભ પેદા થઇ શકતો નથી અર્થાત્ થતો નથી.
ભગવાનનું દર્શન કરતા રાજીપો વધારે થાય કે પોતાનું શરીર આરિસામાં જોતાં વધારે આનંદ થાય ? જો પોતાના શરીરને જોતાં વધારે આનંદ થતો હોય અને તેનું દુઃખ પણ અંતરમાં લાગતું ન હોય તો ભગવાનના દર્શનથી દર્શન એટલે સમ્યગ્દર્શન પેદા થશે નહિ. અપરિગ્રહીના દર્શન કરતાં પોતાનું પરિગ્રહ રૂપે મળેલું શરીર-રૂપ આદિ જોતાં અંતરમાં દુઃખ લાગવું જ જોઇએ તોજ દર્શન પેદા થાય. ભગવાનના ગુણગાનના શબ્દો બોલતા તથા પોતાના દોષોનાં શબ્દો બોલતા અનાદિકાળથી અનુકૂળ પદાર્થો પ્રત્યેની જે
Page 78 of 97