________________
વિચારણા કરવી કયા મિષ્ટાન્નની સાથે કર્યું સાણ શોભે ! ઇત્યાદિ જે વિચારણાઓ કરવી તે ભાવને આશ્રયી પરિગ્રહ ગણાય છે.
ભગવાન જિનેશ્વર પરમાત્માઓની એટલે અપરિગ્રહી એવા તીર્થકરોની ળપૂજા કરતા કરતા જો અપરિગ્રહી બનવાની અંતરથી ભાવના હોય. પરિગ્રહ એ પાપરૂપ છે માટે છોડવા લાયક જ છે એવી બુદ્ધિ સ્થિર કરી છોડવાની તાકાત પેદા કરવાની ભાવના હોય તો જ્ઞાની ભગવંતો કહે છે કે સૌથી પહેલા બીન ઉપયોગી, બીન જરૂરીયાતવાળા પરિગ્રહોને જોવાની વિચારણાઓથી અવશ્ય છૂટવાનો પ્રયત્ન કરવો જોઇએ એટલે ઉપર જણાવેલી વિચારણાઓનો, એવા પરિગ્રહને જોવાનો શોખ સદંતર બંધ જ કરી દેવો જોઇએ. તોજ કાંઇક ફળપૂજા કરતા કરતા અંતરમાં આનંદ પેદા થશે
આ રીતે જુદા જુદા નવા નવા પદાર્થોને જોવાની વૃત્તિ ચાલુ રહેશે તો પછી એમાંથી જે મન ગમતા. પદાર્થો સારા લાગશે તો તે ખરીદવાની પણ ભાવના પેદા થયા વગર રહેશે નહિ. આ લઇએ તો કેવું સારું? કેવો સારો પદાર્થ છે? ગમે તે થાય આપણે તો લેવો જ છે એવી વિચારણાઓ પેદા કરીને ખરીદી કર્યા વગર રહેવાશે નહિ એ જે ખરીદવાની ઇચ્છા એ પણ પરિગ્રહ કહેવાય છે. એ જ રીતે ખરીદ કર્યા પછી એને રાખીને વારંવાર જોઇ જોઇને રાજીપો કર્યા કરવાની ભાવના થયા જ કરે અને જે આવે એને બતાવવાનું જણાવવાનું મન થયા કરે એમાં જે એના વખાણ કરે એનાથી રાજીપો થયા કરે અને કોઇ ન વખાણે અને વખોડે તેમાં નારાજી થયા કરે છે એનાથી પરિગ્રહ જન્ય પાપ લાગ્યા કરે છે. આ રીતે જોવાથી-ખરીદવાથી પરિગ્રહનું પાપ લાગે છે તેમ સંગ્રહ કરવાની વૃત્તિથી પણ પરિગ્રહનું પાપ લાગ્યા કરે છે, પોતાના શરીર, કુટુંબને સુખાકારી પદાર્થો જોઇએ એનાથી જેટલા અધિક પદાર્થો રાખવાની ભાવના હશે તો ભવિષ્ય લાગશે એવી વિચારણા કરીને વારંવાર ખરીદી કરતા કરતાં પદાર્થોનો સંગ્રહ કર્યા કરવો તે સંગ્રહ પરિગ્રહ કહેવાય છે એ સંગ્રહ કરેલા પદાર્થો પ્રત્યે મમત્વ બુદ્ધિ અને મૂરચ્છ ભાવ જીવને એટલો બધો પેદા થયેલો હોય છે કે કોઇ જોઇ ન જાય-લઇ ન જાય એની સતત કાળજી રાખ્યા કરતો હોય છે અને એ મમત્વવાળા પદાર્થો હું જ એકલો એનો ઉપયોગ કરીશ પણ બીજા કોઇને ઉપયોગ કરવા આપીશ નહિ આવી ભાવના અને વિચારોમાં પોતાનો કાળ પસાર કરતો હોય છે આ પણ બીન જરૂરીયાત પરિગ્રહ ગણાય છે. ળપૂજા કરતા કરતા અપરિગ્રહી બનવાની ભાવનાથી આ પરિગ્રહથી છૂટવા પ્રયત્ન કરે તો પણ ઘણો લાભ થાય છે. આ રીતે જોવાની વૃત્તિથી-ખરીદવાની વૃત્તિથી અને સંગ્રહ કરવાની વૃત્તિથી જે જે પદાર્થો પોતે ભેગા કરેલા હોય તે તે પદાર્થો પ્રત્યે અંતરથી માયા વધારતો જાય એટલે એ માયાના પ્રતાપે મૂચ્છભાવ-મમત્વ ભાવ વધારતા જવું તથા એ પદાર્થોની માયા એટલી બધી હોય કે એ પદાર્થ જોવામાં ન આવે તો મન વિહવળ થઇ જાય, બેચેન બની જાય, કાંઇ કામની સૂજ પડે નહિ, ખાવા પીવાની ઇચ્છા થાય નહિ અને
જ્યારે એ પદાર્થને ફ્રીથી જૂએ એટલે શાંતિ વળે એ માયા ભાવ કહેવાય છે. આવા માયા ભાવમાં ચોવીશે કલાક રહેતો જીવ પરિગ્રહથી કર્મબંધ કર્યા જ કરે છે. આ ળપૂજા અપરિગ્રહીની ભાવપૂર્વક કરતા કરતા. માયા રૂપે પરિગ્રહથી જે પાપ બંધાય છે એજ દુર્ગતિમાં લઇ જનારૂં કારણ છે એમ માનતો થાય, જાણતો થાય અને એ પાપથી છૂટીને અપરિગ્રહીના ભાવવાળો ક્યારે બનું એ વિચારણા લાંબા કાળ સુધી ટકાવવા માટે રોજ વારંવાર ફળપૂજા કરવાનું વિધાન કહેલું છે.
પુણ્યના ઉદયથી મલતા પદાર્થને લેવાની ઇચ્છા એ અવિરતિ કહેવાય છે. લીધેલા પદાર્થને ગલ્લામાં મુકવાની ઇચ્છા એ આર્તધ્યાન કહેવાય છે અને તે પદાર્થનો ભોગવટો કર્યા પછી વધે અને એને સંગ્રહ કરવાની ઇચ્છા, ભવિષ્યમાં કામ લાગશે એ વિચારથી સંગ્રહ કરવાની ભાવના એ રીદ્રધ્યાન કહેવાય છે.
Page 77 of 97