________________
અથવા પેદા કરવા માટે ફ્ળપૂજા કરે તો આંશિક મોક્ષના સુખની અનુભૂતિ કરાવ્યા વિના ન રહે.
સાધુ ભગવંતોના દર્શન કરતા એમને વંદન કરતાં આ આત્માઓ અપરિગ્રહીપણાના સુખની અનુભૂતિ કરે છે એવું પ્રત્યક્ષ જોતાં છતાં પરિગ્રહના સુખનો આસ્વાદ એ દુઃખ રૂપ છે. દુઃખનું ફળ આપનાર છે અને દુઃખની પરંપરા વધારનાર છે માટે એ આસ્વાદ છોડવા લાયક જ છે એવો પ્રયત્ન કરીએ નહિ તો કરેલી ફ્ળ પૂજાનું કાંઇ ફ્ળ મલે નહિ. માત્ર પાપાનુબંધિ પુણ્ય બંધ કરાવે. અકામ નિર્જરા કરાવે પણ સંસાર કાપવામાં સહાયભૂત થાય નહિ.
પરિગ્રહપણાનો ગાઢમોહ જીવોને અનંત નગર એવા નિગોદમાં રખડવા માટે મોકલી દેનારો છે. ભગવાનની ફ્ળપૂજા ભાવપૂર્વક કરવામાં આવે તો જન્મ મરણની પરંપરાનો નાશ કરવામાં સહાયભૂત થાય છે.
જે ગ્રહણ કરાય અને જેના પ્રત્યે મૂર્છા ભાવ તથા મમત્વ ભાવ ઉત્પન્ન થાય તે પરિગ્રહ કહવાય. અનાદિ કાળથી ભવ-ભવાંતરોમાં એટલે અનેક ભવોને વિષે પેદા કરેલી પરિગ્રહ સંજ્ઞા, પોપેલી, વધારેલી એ સંજ્ઞાના કારણે ચારે ગતિના જીવોને જુદી જુદી વસ્તુઓને એટલે જુદા જુદા પદાર્થોને જોવાની-ખરીદવાની-સંગ્રહ કરવાની તથા તે તે વસ્તુઓ એટલે પદાર્થો પ્રત્યે માયા વધારવાનો ભાવ અનાદિકાળથી રહેલો છે.
અનુકૂળ પદાર્થોને જોવાની ઇચ્છા એ પરિગ્રહ જોયા પછી ખરીદવાની ઇચ્છા એ પરિગ્રહ અને ખરીદ્યા પછી સંગ્રહ કરવાની ઇચ્છા એ પરિગ્રહ અને સંગ્રહ કરેલા પદાર્થો પ્રત્યે માયા વધારવી એ પણ
પરિગ્રહ કહેવાય છે ! આ માન્યતા આપની પેદા થાય એવી છે ? ફ્ળપૂજા કરતા કરતા આ માન્યતા પેદા કરતા જવાની છે. દુનિયાના લેટેસ્ટ પદાર્થો હોય છતાં એ પદાર્થો પ્રત્યે મમત્વ અને રાગ ન રાખે એનું નામ શ્રાવક કહેવાય. પુણ્ય હોય તો પદાર્થો મલવાના જ છે. આ વિશ્વાસ હોય અને એ પદાર્થો રાખવામાં જેમને મૂર્છા પેદા ન થાય એને શ્રાવક કહેવાય છે.
અપરિગ્રહીની ફ્ળપૂજા કરતા કરતા પરિગ્રહ છોડવાની જરૂર છે જ નહિ પણ પરિગ્રહ પ્રત્યેની મૂર્છા છોડવાની છે એ મૂર્છા ઓછી કરતા કરતા મૂર્છા છોડવાની ભાવના ફ્ળપૂજા કરનારા તમારા અંતરમાં ખરી કે નહિ ? આવા જીવોને પોતાના શરીર-ધન અને કુટુંબ આદિ પ્રત્યે મમત્વ ન હોવાથી રાગભાવ હોતો નથી પણ વાત્સલ્ય ભાવ હોય છે. આવા વાત્સલ્ય ભાવવાળા જીવો સંસારમાં રહીને પણ અપરિગ્રહના સુખની આંશિક અનુભૂતિ કરી શકે છે ! બોલો તમોને થાય છે ?
જેને ભગવાનની ફ્ળપૂજા કરતા કરતા શિવસુખ ફ્ળ એટલે મોક્ષફ્ળ જોઇતું હોય એ જીવોને પરિગ્રહ એ પાપરૂપ જ છે એમ લાગવું જોઇએ.
સ્થાવર કે જંગમ જે પરિગ્રહ પોતાની પાસે રહેલો છે એનું જેટલું મમત્વ ઘટતું જાય એટલો વૈરાગ્યભાવ પેદા થતો જાય છે. જેટલું પરિગ્રહ પ્રત્યે નિર્મમત્વ ભાવ પેદા થતો જાય એટલો વૈરાગ્ય ભાવ પેદા થતો જાય અને સાથે સાથે મોક્ષનો અભિલાષ પેદા થતો જાય છે.
મમત્વ બુધ્ધિ જાય એટલો અપરિગ્રહપણાનો આસ્વાદ આવે અને અપરિગ્રહનો આસ્વાદ વધતો જાય તેમ તેમ પરિગ્રહ છોડવાની બુધ્ધિ પેદા થતી જાય. દ્રવ્યથી જોવાની ઇચ્છા એટલે જે જે · અનુકૂળ પદાર્થો લાગે તે વારંવાર જોવાની ઇચ્છા પેદા થયા કરે જોઇને જોતાં જોતાં કોણ કોનાથી અધિક અનુકૂળ સારા પદાર્થો છે એ જાણવાની જિજ્ઞાસા થાય. નવા નવા પદાર્થોને જોવાની ઇચ્છાઓ થાય તે દ્રવ્યથી પરિગ્રહ ગણાય છે. પોતાને લેવાના ન હોય, રાખવાના ન હોય, ભોગવવાના ન હોય છતાં પણ બીજાના પદાર્થોને
Page 75 of 97