________________
કેટલો કાળ હજી આ સંસારમાં તપતા રહીશું તે કહી શકાશે નહિ માટે નિર્વેદીની ભાવના રાખી આહાર સંજ્ઞાઓનો નાશ કરવા પ્રયત્ન કરતા રહી સવેદીપણાના સુખથી સાવધ બની આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધી નિર્વેદીપણાના સુખને પામો એ અભિલાષા.
૮. ફળપૂજાનું વર્ણન
(૧) નૈવેધપૂજા કરીને એટલે નૈવેધને થાળીમાં લઇ બે હાથે થાળી ઝાલી નૈવેધપૂજાના દુહા બોલીને ત્રણવાર ભગવાન પાસે ઉતારી થાળીમાંથી બે હાથે નૈવેધ લઇને સાથીયા ઉપર મુકવું.
(૨) ત્યાર પછી ફ્ળ જે મૂકવાનું હોય તે ફ્ળ થાળીમાં લઇ બે હાથે થાળી પકડીને ફ્લપૂજાનો દુહો બોલીને ત્રણવાર થાળી ભગવાનની સામે ફેરવીને થાળી નીચે મુકી બે હાથે ફ્ળ હાથમાં લઇ સિધ્ધશીલા ઉપર મુકવું.
કુમારપાલ મહારાજા અઢાર દેશના માલિક હોવા છતાં સીત્તેર વર્ષે ધર્મ પામ્યા ત્યારથી અંતરમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રધાનતા રાખીને એ જ્ઞાન, દર્શન, ચારિત્ર માટે બાર માસમાં જેટલો ખરચ કરતા હતા એટલો ખરચ પોતાના માટે કે પોતાની પત્ની માટે કરતા ન હતા તેમજ દર વરસે સાધર્મિક ભક્તિ માટે એક કરોડ સોનામહોર ખરચતા હતા એટલે કે વાપરતા હતા.
આથી એ નિશ્ચિત થાય છેકે અઢાર દેશના માલિકના અંતરમાં પણ પરિગ્રહ જેટલો દાનમાં આપતા
હતા એના સિવાય બાકીનો રહેલા પરિગ્રહ-એની મૂર્છા અને મમત્વ દૂર કરવાની ભાવનાવાળા હતા. આ ભાવનાના પ્રતાપે જ્ઞાન, દર્શન, ચારિત્રની તેમજ દેવ, ગુરૂ, ધર્મ રૂપ તત્વત્રયીની આરાધના કરતાં કરતાં કેટલાય જન્મ મરણોનો નાશ કરી ત્રીજા ભવે મુક્તિ નિશ્ચિત કરી દીધી. એ એમની ભક્તિ કેવી એકાગ્રતા પૂર્વકની હશે ? એ વિચારા !
અપરિગ્રહી એવા શ્રી અરિહંત પરમાત્માની ફ્ળપૂજામાં સારામાં સારા ફ્ળ લાવી મૂકીને એટલે પરિગ્રહ રૂપે મુકીને એ પરિગ્રહથી છૂટવા એની મૂર્છા અને મમત્વથી છૂટવા માટે અપરિગ્રહી બનવા માટે ફ્ળપૂજા કરવાની છે. વારંવાર ફ્ળપૂજા કરતા કરતા અપરિગ્રહપણાના સુખનો અનુભવ કરાવે છે અને એ પરિગ્રહ રહિતપણાનો આસ્વાદ લાંબાકાળ સુધી ટકાવવામાં સહાયભૂત થાય છે. ફ્ળપૂજાથી આ રીતે અપરિગ્રહપણાના સુખનો અનુભવ થાય તો બ્રહ્મચર્ય અને અપરિગ્રહ બન્નેના સુખની અનુભૂતિથી આંશિક મોક્ષના સુખની અનુભૂતિ અહીં ભક્તિ કરતે કરતે જીવોને થાય છે અર્થાત્ થઇ શકે છે.
મૈથુનને પાપ માનવું-મનાવવું હજી સહેલું છે પણ પરિગ્રહને પાપ માનવું અને મનાવવું એ ખુબ અઘરૂં
છે.
પરિગ્રહ એ પાપ છે માટે જ અપિરગ્રહી એવા સાધુ ભગવંતોને વંદન કરીએ છીએ. બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ બન્નેના સુખનો અનુભવ કરવો એ ફ્ળપૂજાનું પ્રત્યક્ષ ફળ કહેવાય છે.
સંસારમાં રહેલા જીવોન પરિગ્રહ વગર ચાલતુ નથી ડગલેને પગલે પૈસો જોઇએ પૈસા વગર જીવન જીવાય એવું નથી. સંસારમાં બેઠા છો માટે જીવન જીવવા માટે પૈસો (પરિગ્રહ) જોઇએ પણ સંસાર છૂટતો નથી. સંસાર છોડીને જીવન જીવાય એવી શક્તિ નથી માટે સંસારમાં બેઠા છીએ અને માગીને જીવાય નહિ માટે પૈસો રાખવા પડે છે માટે રાખ્યો છે બાકી પરિગ્રહ રાખવા જેવો નથી જ કારણકે પરિગ્રહ એ પાપ જ છે. એવી બુધ્ધિ તો શ્રાવકના અંતરમાં બેઠેલી જ હોય છે માટે પરિગ્રહથી સાવચેતી રાખીને જીવન જીવે છે.
Page 73 of 97